on social media cops rescue dog from pond heartwarming video goes viral
  • Home
  • Featured
  • શ્વાનને નદીમાં ડૂબતો જોઈ પોલીસવાળાએ જોરદાર હિંમત કરી, પછી જે થયુ…

શ્વાનને નદીમાં ડૂબતો જોઈ પોલીસવાળાએ જોરદાર હિંમત કરી, પછી જે થયુ…

 | 10:22 am IST

આપણી આસપાસ કેટલીક વાર એવી ઘટના બનતી હોય છે કે જેને જોઈને આપણને થાય કે હા હજુ પણ માનવતા મરી પરવારી નથી. સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક શ્વાન પાણીના પ્રવાહમાં તણાઇ રહ્યો છે. આ વીડિયો વોશિંગ્ટન ટાઉનશિપ પોલીસનો છે. જેણે શ્વાનનુ રેસ્ક્યુ કરી તેને બચાવી લીધો હતો.

આ વીડિયો 8 મી જુલાઈના રોજ શેર કરવામાં આવ્યો હતો, સાથે સાથે આ કેપ્શનની સાથે કેપ્શનમાં શ્વાનના જીવ બચાવવાની આખી કહાની શેર કરવામાં આવી છે.

આ વિડિઓમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે શ્વાન કેવી રીતે નદીમાં સંપૂર્ણપણે ડૂબી રહ્યો છે અને તેનું ફક્ત માથું દેખાય છે. આ વીડિયોમાં જોવા મળેલા પોલીસ અધિકારીનું નામ જોન કુલિગોસ્કી છે. આ તે જ વ્યક્તિ છે જે શ્વાનને બચાવવા માટે બોટમાં પાણીની વચ્ચે પહોંચ્યો હતો.

આ શ્વાનના બચાવ દરમિયાન તેની સાથે ચીફ ઓફીસર થોમસ સિકારેલ અને ડલ્લાસ ઓવરકો નામના બે અન્ય સહયોગીઓ પણ હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન