On the day of landing, people catch sparrow aravalli is Recognition
  • Home
  • Gujarat
  • ઉતરાયણના દિવસે અહીં પકડે છે લોકો ચકલી, એક એવી માન્યતા…

ઉતરાયણના દિવસે અહીં પકડે છે લોકો ચકલી, એક એવી માન્યતા…

 | 3:22 pm IST
  • Share

આજે ઉતરાયણ એટલે મકરસંક્રાંતિ… આ દિવસની લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. જેમા ખાસ કરીને પતંગરસિયાઓ પતંગ ચગાવીને ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. આ સિવાય લોકો ધાબે ડીજેના તાલે ડાન્સ, ગરબા કરીને, બોર , તલની ચિકી, સિંગપાક , બોર ખાઇને અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વખતે ઉતરાયણને પણ જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય એમ ઉતરાયણને લઇને ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જ્યારે અરવલ્લીના આદિવાસી વિસ્તારમાં ઉતરાયણની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરીયાળ આદિવાસી વિસ્તારમાં મોટીમોરી ગામ ખાતે ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત રીતે કરવામા આવતી ઉજવણીનો અનોખો મહિમા છે ‌.ઉતરાણના દિવસે સવારે યુવાનો, વડીલો દેવચકલી પકડીને એને ઘી,ગોળ ખવડાવીને કંકુ,ચોખાથી પૂજન કરીને ઉડાડવામાં આવે છે.આ દેવચકલી ઊડીને પ્રથમ જે જગ્યાએ બેસે છે એના પરથી આવનાર વર્ષનુ અનુમાન કરવામાં આવે છે.મોટીમોરી ગામે દેવચકલી પકડીને ઉડાડવામાં આવી હતી.જે બાવળના ઝાડ પર પ્રથમ બેઠી હતી.જેથી આવનાર વર્ષ સારું આવશે એમ અનુમાન કરવામાં આવે છે. સાંજના સમયે દોટ રમીને ગોળ,બાખળા ખાઈને ઉતરાયણની પુર્ણાહુતી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ઉલ્લેખનીય છે કે લોકો વહેલી સવારથી ધાબે જઇ પતંગ ચગાવી રહ્યા છે. પવન પણ સારી ગતિએ ફૂંકાઇ રહ્યો છે. પરંતુ આ વચ્ચે કોરાનાને ધ્યાનમાં રાખી ઉતરાયણને લઇને ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. આ સિવાય ખાસ કરીને સોસાયટી કે ફલેટના ધાબા પર ફલેટના રહીશો સિવાય બહારના મહેમાનોને પ્રવેશ આપવા પર પ્રતિબંધ રહેશે, જો આ રીતે પ્રવેશ અપાયો તો સોસાયટીના કે ફલેટના કારભારીઓ સામે પગલે લેવાશે. માસ્ક પહેર્યા વિના ફલેટ કે સોસાયટીને ધાબા પર એકત્ર થઈ શકાશે નહીં. મકાન, ફલેટ, બંગલા કે સોસાયટીના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શકશે નહીં કે DJ કે મ્યૂઝિક સિસ્ટમ વગાડી શકાશે નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો