શહીદની પત્નીને રસ્તા પર વેચવા પડે છે શાકભાજી, હેમંત સોરેને મોકલી મદદ - Sandesh
  • Home
  • India
  • શહીદની પત્નીને રસ્તા પર વેચવા પડે છે શાકભાજી, હેમંત સોરેને મોકલી મદદ

શહીદની પત્નીને રસ્તા પર વેચવા પડે છે શાકભાજી, હેમંત સોરેને મોકલી મદદ

 | 6:04 am IST

। સિમડેગા ।

ઝારખંડના ગુમલા જિલ્લાના વિજય સોરેંગ ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયા હતા અને આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ આ શહીદના પરિવારને પૂરતી સરકારી મદદ મળી નથી અને તેનો પરિવાર મૂફલીસીમાં જીવી રહ્યો હોવાની તસવીર વાયરલ થઈ છે. શહીદ વિજય સોરેંગની પત્ની વિમલા દેવી રસ્તા ઉપર શાકભાજી વેચી રહી હોવાની તસવીર વાયરલ થયા બાદ મુખ્યપ્રધાન હેમંત સોરેને તેને પૂરતી મદદ પહોંચાડવા માટે સરકારી અધિકારીઓને આદેશ આપ્યા છે.

મુખ્યપ્રધાનના આદેશ બાદ જિલ્લા પ્રશાસને એક્શન લીધા હતા અને સરકારી અધિકારીઓએ આ ગામની મુલાકાત લીધી હતી અને શહીદના ઘરે જઈને એમની મુલાકાત લીધી હતી.

બે લગ્નના કારણે પરિવારમાં વિવાદ

વિજય સોરેંગે બે લગ્ન કર્યા હતા. તેની પહેલી પત્ની કાર્મેલા બા ઝારખંડ પોલીસમાં છે. તે ૨૪ વર્ષના પુત્ર સાથે રાંચીમાં રહે છે. બીજી પત્ની વિમલા દેવી સિમડેગા જિલ્લામાં રહે છે. તેને ચાર બાળકો છે અને એમાં એક છોકરી બોલી શકતી નથી. બાકીના બાળકો અભ્યાસ કરે છે. શહીદ પતિના વારસદાર તરીકે બે પત્ની અને એમનાં બાળકો છે. કાર્મેલા બાએ કહ્યું હતું કે મેં પતિને ગુમાવી દીધો છે. હવે મને કોઈનો આશરો નથી. હું સરકારી ક્વાર્ટરમાં રહું છું પણ એનું ભાડું મારા પગારમાંથી કપાય છે. સરકારે મને ઘર આપ્યું નથી. સીઆરપીએફમાંથી જે લાભ મળવાનો છે એ બે પત્નીઓને અડધો અડધો મળે એવી મારી માગણી છે. પણ આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;