On Whatsapp now you can also hide your personal chat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું તમે WhatsApp પર તમારી પર્સનલ ચેટને અન્ય લોકોથી છુપાવવા માંગો છો ? આ રહી આસાન રીત

શું તમે WhatsApp પર તમારી પર્સનલ ચેટને અન્ય લોકોથી છુપાવવા માંગો છો ? આ રહી આસાન રીત

 | 2:28 pm IST
  • Share

આજકાલ ટેકનોલોજી યુગ ચાલે છે. તેમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયાનું ખુબ જ મહત્વ વધી રહ્યુ છે. આ સોશિયલ મીડિયામાં વોટ્સએપ લોકો માટે જરૂરી વસ્તુ બની ગયું છે. આ વોટ્સએપ સૌથી લોકપ્રિય એપ છે. જો કે હવે તમે આ વોટ્સએપ પર તમારી પર્સનલ ચેટ હશે તેને હાઈડ કરી શકશો. આ પર્સનલ ચેટ કે જે તમે તમારી ફેમિલી મેમ્બર કે પછી બીજા વ્યક્તિઓથી સિક્રેટ રાખવા માંગતા હો. જો કે આ તો તમે મોબાઈલમાં લોક રાખીને પણ કરી શકો છે. પણ તેનાથી સીક્રેટ ચેટ છુપાશે નહીં. ચેટ ઓપન થયા બાદ તેને કોઈ બીજું પણ જોઈ શકે છે. એવામાં જો તમે ઈચ્છો છો કે પર્સનલ ચેટ કોઈને પણ ન દેખાય, તો વોટ્સએપ પર તે ઑપ્શન પણ આપવામાં આવ્યું છે. જેનાથી તમે તમારી ચેટને સિક્રેટ રાખી શકો છો.

જો તમે તમારી ચેટ સીક્રેટ રાખવા માંગતા હોવ તો તમે એક તો આ Archive ફીચરનો ઉપયોગ કરી શકો છો. વોટ્સએપ પર પર્સનલ ચેટને છુપાવવાની સૌથી સરળ રીત છે કે તમે તેને Archive કરી દો. આ સુવિધા તો વોટ્સએપ દ્વારા પહેલાથી જ આપેલી છે. તેના માટે તમારે કોઈ અન્ય એપને ડાઉનલોડ કરવાની જરૂર રહેતી નથી. સામાન્ય રીતે જો કોઈ ચાલાક નથી તો તેને ખબર નહીં પડે તે તમે પર્સનલ મેસેજને Archive કર્યું છે. આ રીતને અજમાવવા માટે સૌથી પહેલા તમારા વોટ્સએપને ઓપન કરી ત્યારબાદ જેને તમે બીજાથી છુપાવવા માંગો છો તે ચેટને થોડીવાર માટે હોલ્ડ કરી રાખો. જો તમે ઈચ્છો તો એક સાથે મલ્ટીપલ ચેટ્સને સિલેક્ટ કરી શકો છો. ત્યાર બાદહવે ઉપર ડાબી તરફ તમને archiveનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો. ત્યાર બાદ તમારા પર્સનલ ચેટ અહીં છુપાઈ જશે.

જો તમે archive એટલે કે છુપાયેલા ચેટ્સને પર લાવવા કે જોવા માંગો છો તો whatsApp ઓપન કરો ત્યાર બાદ નીચે તરફ સ્ક્રૉલ કરો. અહીં તમને Archive બટન દેખાશે. ચેટ્સને જોવા માટે Archive પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે જે ચેટ્સને પરત લાવવા માંગો છો. તેના પર ટેપ કરી થોડીકવાર સુધી હોલ્ડ કરો. ત્યાર બાદ તમને Unarchive Chat આઈકોન પર ક્લિક કરવાનું રહેશે. જે તમને સ્ક્રીનના ટૉપ-રાઈટ કૉર્નરમાં મળશે. આ રીતે તમારા છુપાયેલા ચેટ પરત આવી જશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન