One million children at risk of death due to famine crisis in Afghanistan
  • Home
  • Top News
  • અફઘાનિસ્તાનમાં ભૂખમરાના સંકટને કારણે 10 લાખ બાળકો પર મૃત્યુનું જોખમ

અફઘાનિસ્તાનમાં ભૂખમરાના સંકટને કારણે 10 લાખ બાળકો પર મૃત્યુનું જોખમ

 | 9:35 am IST
  • Share

  • અફઘાનિસ્તાનમાં ભૂખમરાના સંકટ 10 લાખ અફઘાન બાળકો પર મૃત્યુનું જોખમ
  • વર્ષના અંતભાગ સુધીમાં 32 લાખ બાળકો કુપોષણનો ભોગ બને તેવી શક્યતા
  • દેશમાં તાપમાન શૂન્યથી નીચે સરકવા લાગતાં બાળકો બીમાર પડવાની શક્યતા વધી

અમેરિકા અને અન્ય દેશોના સૈન્ય બળો અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચતાં તાલિબાનોએ શાસન ધૂરા સંભાળ્યા પછી અફઘનિસ્તાનમાં સ્થિતિ કથળી રહી છે. દેશમાં તાપમાનનો પારો નીચો જઈ રહ્યો છે તેવામાં વિશ્વ આરોગ્ય સંગઠને શુક્રવારે જણાવ્યું હતું કે, યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં વર્ષના અંતભાગ સુધીમાં 10 લાખ બાળકો પર મૃત્યુનું જોખમ રહેલું છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રવક્તા માર્ગારેટ હેરિસે જણાવ્યું હતું કે,’દેશને ભૂખમરો ભરડો લઈ રહ્યો છે તેવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાન તરફ પીઠ ના બતાવવી જોઈએ.’ ઔહેરિસે કાબુલ ખાતે જણાવ્યું હતું કે, રાતનું તાપમાન શૂન્યથી નીચે જવા લાગ્યું છે. ઠંડી વધતાં નાના બાળકો બાળકો બીમારીનો ભોગ બનવાની સંભાવના પણ વધી જશે.

અહેવાલોમાં જણાવ્યા મુજબ વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રવક્તા પાસે હાલમાં કેટલી સંખ્યામાં બાળકો મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છે તે બાબતના આંકડા નથી. અફઘાનિસ્તાનમાં ઓરી અછબડના કેસ વધવા લાગ્યા છે. હુના જણાવ્યા મુજબ 24,૦૦૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા આ ચેતવણી એવા સંજોગોમાં અપાઈ રહી છે કે, જ્યારે અફઘાનિસ્તાનની તાલિબાનની સરકાર વિશ્વને તેની સરકારની અસ્કયામતો, ભંડોળો અને ધિરાણો અનફ્રીઝ કરવા અનુરોધ કરી રહી છે.

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) અને ગ્લોબલ ફંડે જણાવ્યું છે કે, ગયા મહિને અફઘાનિસ્તાનના 31 પ્રાંતના 23,500 આરોગ્યકર્મી માટે તેણે 80 લાખ ડોલરની ચુકવણી કરી હતી.

ભૂખ મિટાવવા લોકો બાળકોને વેચી રહ્યા છે 15મી ઓગસ્ટે સુન્ની પશ્તુન જૂથ સત્તા પર આવી ગયા પછી દેશમાં આહાર સામગ્રીની અછત પ્રવર્તી રહી છે. મળતા અહેવાલ મુજબ લોકો અસ્તિત્વ ટકાવી રાખવા આહાર સામગ્રી હાંસલ કરવા પોતાના બાળકોને વેચી રહ્યા છે.

કેનેડા સ્થિત એક આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને સુરક્ષા મંચે જણાવ્યા મુજબ 95 ટકા અફઘાન પાસે પૂરતું અનાજ કે આહાર સામગ્રી નથી. શિયાળો આવતાં દેશની અડધો અડધ વસતીમાં ભૂખનું પ્રમાણ વધી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો