Online Application For Krishi Sahay Package For Gujarat Farmers
  • Home
  • Featured
  • અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની સહાય મેળવવા આજથી ઑનલાઈન અરજી થશે

અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની સહાય મેળવવા આજથી ઑનલાઈન અરજી થશે

 | 4:45 pm IST
  • Share

  • સરકારનું કૃષિ સહાય પેકેજ મેળવવા ઑનલાઈન કેવી રીતે કરશો અરજી?
  • અરજી માટે ક્યા ધારા-ધોરણ નક્કી કરવામાં આવ્યા?
  • અરજી કરવા માટેની અંતિમ તારીખ 20 નવેમ્બર

 

ગુજરાતના 4 જિલ્લા એવા જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ ખાતે થયેલી અતિવૃષ્ટિ બાદ રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી હતી. રાહત પેકેજ મેળવવા માટે ખેડૂતોએ આજથી અરજી કરવાની રહેશે. આજથી 20 નવેમ્બર સુધી ખેડૂતો રાહત પેકેજનો લાભ મેળવવા માટે અરજી કરી શકશે.

નિશ્ચિત ધારાધોરણોને આધિન રાહત પેકેજ મેળવવા માટે રાજ્ય સરકારે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં 33 ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 13 હજાર સહાય અપાશે. મહત્તમ સહાય 2 હેક્ટરની નુકસાની સુધી આપવામાં આવશે.

SDRFના નિયમ મુજબ, બિન પિયત વિસ્તારમાં આ સહાય પ્રતિ હેક્ટર રૂ. 6800 ચૂકવાશે. જ્યારે બાકીના તફાવતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. આ ઉપરાંત ચૂકવવાપાત્ર રકમ 5 હજાર કરતાં ઓછી થતી હશે તો પણ સરકાર દ્વારા રૂ. 5000ની સહાય ચૂકવાશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

અરજી માટે ક્યા ધારા-ધોરણ?

→ તલાટીનો દાખલો
→ લેન્ડ રેકર્ડ મુજબ અરજદાર ખાતાધારક હોવો જોઈશે.
→ ખાતા દીઠ એક જ ખેડૂતને સહાય મળશે.
→ એક કરતાં વધુ ખાતા હશે તો પણ એક જ વખત સહાય મળશે.
→ વન અધિકાર પત્ર મેળવેલા ખેડૂતને પણ સહાય મળશે
→ ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારોએ પેઢી નામુ રજૂ કરવું પડશે
→ એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળશે.

વિવિધ ધારાધોરણને આધિન અરજી કરવા માટે પણ વિવિધ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. સરકાર દ્વારા પાક નુકસાન, જમીન ધોવાણ, ઘરવખરી નુકસાન, પશુ નુકસાન વગેરે જેવી અનેક બાબતોનો રાહત પેકેજમાં સમાવેશ કર્યો છે, ત્યારે લાભાર્થી દ્વારા કરાયેલી અરજીનું પૃથક્કરણ કરવામાં આવશે અને ત્યારબાદ યોગ્યતાને આધિન સહાય પાત્ર બની શકાશે.

કેવી રીતે અરજી કરાશે ?
→ ગ્રામ્ય સ્તરે ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી કરવી પડશે.
→ સાચી ડેટા એન્ટ્રી થાય તેની જવાબદારી વીસીઈની રહેશે.
→ અરજી પર ખેડૂત તથા વીસીઈની સહી હોવી જોઈશે
→ સહીવાળી અરજી સબંધિત ગ્રામ સેવકને વીસીઈ દ્વારા પહોંચાડવાની રહેશે.
→ ગ્રામ સેવક દ્વારા આ અરજીની ચકાસણી બાદ તાલુકા વિકાસ અધિકારીને મોકલવાની રહેશે
→ તાલુકા વિકાસ અધિકારીએ અરજી ચકાસ્યા બાદ જીલ્લા ખેતીવાડી અધિકારીને મોકલવાની રહેશે.
→ તમામ અરજીને રેકર્ડ સ્વરૂપે રાખવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, તમામ અરજી 20 નવેમ્બર સુધી કરવાની રહેશે. જે બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણીની પ્રક્રિયા હાથ ધરાશે. સરકાર દ્વારા તમામ ચૂકવણી ઓનલાઈન કરવાનું આયોજન છે. જેથી તમામ પ્રક્રિયા પારદર્શકતાથી પૂરી થઈ શકે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો