Only 31 cases of coronavirus were reported in Gujarat today
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આજે માત્ર 31 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આજે માત્ર 31 કેસ નોંધાયા

 | 7:49 pm IST
  • Share

કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વચ્ચે આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 31 કોરોના કેસ નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 49 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ રાહતના સમાચાર એ છે કે, સતત એક અઠવાડિયાથી કોરોનાથી એક પણ દર્દીનું રાજ્યમાં મોત થયુ નથી.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,076 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 49 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,14,356 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 312 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 05 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 31 કેસ નોંધાયા છે ત્યાં જ આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. અમદાવાદ કોર્પોરેશન 9, સુરત કોર્પોરેશન 3, વડોદરા કોર્પોરેશન 3, દાહોદ 2, જામનગર કોર્પોરેશન 2, સુરત 2, વડોદરા 2, અમરેલી 1, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, ખેડા 1, કચ્છ 1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 312 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 05 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 307 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.74% એ આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન