ઇરાન સાથે સમજૂતીનું એલાન થયા બાદ પણ ઇઝરાયેલે લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા છે. તારીખ 19મીએ અમેરિકા અને ઇરાનના સત્તાધીશો સમજૂતી પર હસ્તાક્ષર કરવાના છે. ઇઝરાયેલનો ઇરાદો ખેલ બગાડવાનો છે. નેતન્યાહૂને યુદ્ધ ચાલુ રાખવું છે

છેલ્લી ઘડીએ કંઇ લોચો ન પડ્યો તો પરમ દિવસે તારીખ 19મીએ સ્વિટ્ઝર્લેન્ડના જીનેવામાં અમેરિકા અને ઇરાનના સત્તાધીશો વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર થઇ જવાના છે. ઇઝરાયેલના પ્રેસિડેન્ટ બેન્જામીન નેતન્યાહૂ વધુ એક વખત આડા ફાટ્યા છે. નેતન્યાહૂએ કહ્યું કે, અમે આ સમાધાનનો હિસ્સો નથી. ઇઝરાયેલે અમેરિકા સાથે મળીને યુદ્ધ શરૂ કર્યું હતું પણ જ્યારે વાત સમાધાનની આવી ત્યારે હાથ ઊંચા કરી દીધા છે. નેતન્યાહૂએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મળવાનો સમય માંગ્યો છે. જ્યાં સુધી સમજૂતી પતે નહીં ત્યાં સુધી ટ્રમ્પ નેતન્યાહૂને મળે એવું લાગતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂ માટે પાગલ અને અડીયલ સુધીના શબ્દો વાપર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જીદ્દી છે, તો બેન્જામીન નેતન્યાહૂ પણ જરાયે ઓછા ઉતરે એમ નથી. પોતાનું ધાર્યું થયું નથી એટલે નેતન્યાહૂ સમસમીને બેસી રહ્યા છે. હમાસ સાથેના યુદ્ધ પછી નેતન્યાહૂએ ગાઝા પર સંપૂર્ણ કબજો કરવાનું એલાન કર્યું હતું. તેઓ એવું કરી શક્યા નથી. ઇરાન સાથેના યુદ્ધમાં પણ તેમનો ઇરાદો આર યા પારનો હતો. એમાં પણ નેતન્યાહૂને સફળતા મળી નથી. 

લેબેનોન પર ઇઝરાયેલે હુમલા ચાલુ રાખ્યા છે

વોર પતાવવા માટે ડીલ ન થાય એ માટે ઇઝરાયેલે લેબેનોન પર હુમલાઓ ચાલુ રાખ્યા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે સમજૂતીની એક શરત એ છે કે, ઇઝરાયેલ લેબેનોનમાં હિઝબુલ્લાહ પર હુમલા નહીં કરે. ટ્રમ્પે ના પાડી પણ નેતન્યાહૂ માનતા નથી. તેણે હુમલાઓ ચાલુ રાખ્યા છે. સવાલ એ છે કે, હવે શું? ડોનાલ્ડ ટ્રમ્પ શું કરશે? શું તેઓ એવું કહી દેશે કે, ઇઝરાયેલે જે કરવું હોય એ કરે, અમે તેની સાથે નથી. જે થઇ રહ્યું છે એના કારણે અમેરિકા અને ઇઝરાયેલના સંબંધો સામે પણ સવાલો ખડા થયા છે. નેતન્યાહૂએ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જો બાઇડેનની વાત માની નહોતી. બાઇડેનને તેમણે એવું કહી દીધું હતું કે, તમારે સાથ આપવો હોય તો આપો, બાકી અમે એકલા હાથે લડી લેશું. શું નેતન્યાહૂ ટ્રમ્પને પણ એવું કહી દેશે? ટ્રમ્પ એવું સાંભળી લે એવા નથી. સરવાળે વિવાદ વકરે એવું લાગે છે. ઇઝરાયેલના વલણથી આખી દુનિયા કંટાળી છે. જે રીતે પહેલા ગાઝા પર અને હવે લેબેનોન પર ઇઝરાયેલ હુમલા કરે છે એ યુદ્ધના કાયદાની બિલકુલ વિરૂદ્ધ છે. ઇઝરાયેલ નિર્દોષ લોકોને ટાર્ગેટ કરે છે. શાળા, કોલેજો અને હોસ્પિટલો પર પણ હુમલા કરે છે. ઇઝરાયેલને કોઇ વાતથી કંઇ ફેર પડતો નથી. 
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધનો ખતરો
હજુ એક સૌથી મોટી શંકા એ વાતની છે કે, અમેરિકા સાથે સમજૂતી થઇ જાય એ પછી ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ રહેશે. ઇઝરાયેલ જો લેબેનોન પર હુમલા કરતું રહેશે તો ઇરાન પણ ચૂપ બેસવાનું નથી. ઇરાને થોડા સમય અગાઉ ઇઝરાયેલ પર સીધા હુમલા કર્યા હતા. એ પછી ઇઝરાયેલ પણ વળતો પ્રહાર કર્યો હતો. ઇઝરાયેલે હુમલા કર્યા એટલે અમેરિકાએ પણ ઇરાન પર હુમલા કરવા પડ્યા હતા. સમજૂતી બાદ કદાચ અમેરિકા પિક્ચરમાંથી નીકળી જશે પણ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ રહી શકે છે. બેન્જામીન નેતન્યાહૂએ એવું પણ કહ્યું છે કે, લેબેનોનના જે વિસ્તારો પર અમે કબજો કર્યો છે એ અમે છોડવાના નથી. ગાઝાના 60 ટકા વિસ્તારો પર પણ ઇઝરાયેલનો કબજો છે. હજુ 70 ટકા સુધી કબજો કરવાનું નેતન્યાહૂએ એલાન કર્યું છે. નેતન્યાહૂના ઇરાદા જોખમી છે. અમેરિકાએ ગાઝા માટે પીસ પ્લાન રજૂ કર્યો છે. એનું કામ હજુ ચાલુ થયું નથી. બેન્જામીન નેતન્યાહૂ એ પણ થવા દેશે કે કેમ એના વિશે ભેદભરમ છે. નેતન્યાહૂથી એના દેશના લોકો પણ કંટાળ્યા છે. લોકો કહે છે કે, બહુ થયું હવે યુદ્ધ બંધ કરો. ગમે ત્યારે સાયરનો વાગવા લાગે છે એને લોકોએ ભાગીને બંકરમાં છુપાવવું પડે છે. બેન્જામીન નેતન્યાહૂ પોતાની સત્તા બચાવવા માટે યુદ્ધ લંબાવી રહ્યા હોવાના આક્ષેપો પણ થતા રહ્યા છે. 
ઇઝરાયેલ સિવાયના મુદ્દાઓ
સામે પણ સવાલો છે
અમેરિકા અને ઇરાન વચ્ચે જે ડીલ થઇ છે એના કેટલાંક મુદ્દાઓ વિશે પણ હજુ અવઢવ છે. હોર્મુઝ પર ઇરાનને પોતાનો કબજો જમાવી રાખવો છે. અમેરિકાએ ઇરાનની જપ્ત કરાયેલી તમામ સંપત્તિ મુક્ત કરવાનું કહ્યું છે. આ ઉપરાંત સૌથી મહત્ત્વની વાત ઇરાનના યુરેનિયમ અને પરમાણુ પ્રયોગોની છે. અત્યારે જે થઇ રહ્યું છે એ યુદ્ધ રોકવા માટેની સમજૂતી છે, એ ઇરાન અને અમેરિકા વચ્ચેની પરમાણુ ડીલ નથી. ઇરાનના યુરેનિયમનું શું કરવું એના માટે 60 દિવસનો સમય રાખવામાં આવ્યો છે. આ સમય દરમિયાન શું થાય છે એ પણ જોવાનું છે. ઇઝરાયેલ આ ડીલ ન થાય એ માટે પોતાનાથી થાય એ તમામ પ્રયાસો કરવાનું છે. ઇરાનને એ વાતનો ડર છે કે, ઇરાને જો પરમાણુ હથિયારો બનાવી લીધા તો અમારા પર જોખમ ઊભું થશે. આ દરમિયાનમાં વોર ખતમ કરવા માટે ડીલ પર સહી સિક્કાની તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. આ સમય દરમિયાન કંઇ ન થાય તો સારું છે.  

ઇઝરાયેલ સિવાયના મુદ્દાઓ સામે પણ સવાલો છે

હોર્મુઝ ખુલ્લું તો થશે પણ ઇરાને ટોલ ઉઘરાવીને કમાણી કરવી છે
યુદ્ધની બીજી શરતોનું તો જે થવાનું હોય એ થાય, દુનિયાને એમાં જ રસ છે કે, હોર્મુઝ સ્ટ્રેટ ખુલે અને ઓઇલ લઇને આવતા જહાજોની સફર શરૂ થાય. અમેરિકા અને ઇરાન બંનેએ તરત જ હોર્મુઝ ખોલી નાખવાનું એલાન કર્યું છે પણ ઇરાનનો ઇરાદો કંઇક જુદો હોય એવું લાગી રહ્યું છે. ઇરાન હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસે ટોલ ઉઘરાવવાનું વિચારી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કોઇ શરત વિના હોર્મુઝ ખુલ્લું કરવાની વાત કરી છે. ઇરાન જો ટોલ ઉઘરાવે તો આ રસ્તે આવતું ઓઇલ મોંઘું પડવાનું છે. અમેરિકા એ વાત ચાલવા દેશે ખરું? બીજી વાત એ છે કે, ઇરાન જો ટોલ ઉઘરાવે તો એ વાત સ્થાપિત થઇ જાય કે, હોર્મુઝની માલિકી ઇરાનની છે. હોર્મુઝ કંઇ માત્ર ઇરાનનું નથી. ઓમાનનો પણ હોર્મુઝ પર એટલો જ અધિકાર છે. ઓમાન અને અમેરિકા નજીક છે. જોકે, ઓમાને ઇરાન સાથે કૂલડીમાં ગોળ ભાંગી લીધો હોવાનું માનવામાં આવે છે. હોર્મુઝ ખૂલી જાય એ પછી પણ તેના નામના વિવાદો ચાલુ રહે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. અલબત્ત, અત્યારે તો હોર્મુઝ ખુલ્લું થાય એ જ આખી દુનિયા માટે મહત્ત્વનું છે. બાકી કા દેખા જાયેગા!

  • Follow us on: