| જેનસન હુઆંગના લફરાંના કારણે એનવીડિયા કંપનીને મોટો ફટકો પડ્યો છે. એનવીડિયાએ સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં એઆઇ ચીપનું વેચાણ બંધ કર્યું છે. એલિસ પાસે જાસૂસી કરાવવા માટે ચીને તગડો ખર્ચ કર્યો હતો? |
દુનિયાની સૌથી મોટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચીપ ઉત્પાદક કંપની એનવીડિયાના સીઇઓ જેનસન હુઆંગનું ચીનની કથિત જાસૂસ એલિસ સાથેનું પ્રેમ પ્રકરણ ખૂબ ગાજ્યું. જેનસન હુઆંગે કંપનીમાંથી રાજીનામું આપ્યું. થોડાક ચડાવ ઉતાર પછી જેનસન હુઆંગ પાછા પોતાના હતા એ જ કામમાં ગોઠવાઇ ગયા છે. એનવીડિયા પાસે જેનસન હુઆંગને રિપ્લેસ કરી શકે એવો કોઇ ખમતીધર ઓપ્શન જ નહોતો. જેનસને રાજીનામું આપ્યું એ સાથે જ સ્પેસએક્સ અને ટેસ્લાના માલિક ઇલોન મસ્કે તેમને નોકરીની ખુલ્લી ઓફર કરી દીધી હતી.
એનવીડિયાને થયું કે, જો જેનસન અહીંથી ગયા તો એ બીજી કોઇ કંપનીમાં ગોઠવાઇ જવાના છે, એના કરતા એમને પાછા લઇ લઇએ. જેનસનનું રાજીનામું પાછું ખેંચાયું, તેઓ ફરજ પર હાજર થયા અને તેમની ટીમે રંગેચંગે તેમનું સ્વાગત પણ કરી લીધું. આખા પ્રકરણમાં સૌથી મોટો સવાલ એ છે કે, જેના કારણે આખો વિવાદ સર્જાયો એ એલિસ ક્યાં છે? શું તે ખરેખર જાસૂસ હતી? જો જાસૂસ હતી તો તેણે શું કર્યું હતું? એલિસ ક્યાં છે, શું કરે છે, તેના વિશે અનેક ભેદભરમ સર્જાયા છે.
એલિસ હુઆંગ હજુ સુધી એક શબ્દ બોલી નથી. આ દરમિયાનમાં એવી વાતો પણ બહાર આવી રહી છે કે, એલિસને જેનસન હુઆંગની નજીક પહોંચવા માટે ચીને તગડી રકમ ખર્ચી હતી. ચીને જે ફાયદો મેળવવાનો હતો એ પણ મેળવી લીધો હોવાનું કહેવાઇ રહ્યું છે. જેનસન હુઆંગ ભલે પાછા નોકરીએ ચડી ગયા હોય પણ આખું પ્રકરણ હજુ પૂરું થયું નથી. સમયે સમયે આ ઇશ્યૂ ગાજતો રહેવાનો છે. એનવીડિયા કંપનીને જે નુકશાન થવાનું હતું એ થઇ ગયું છે. એનવીડિયાની હરીફ કંપનીઓ ગેલમાં આવી ગઇ છે. આ દરમિયાનમાં એક વાત એવી પણ ચાલી રહી છે કે, એલિસ જો મેદાનમાં આવી તો હજુ ઘણી નવા જૂની થઇ શકે છે.
આખરે એલિસ હુઆંગ ક્યાં છે?
એલિસ હુઆંગ અત્યારે ચીનની રાજધાની બેઇજિંગમાં છે. ચીનની સુરક્ષા એજન્સીઓએ એલિસને રક્ષણ આપ્યું છે. તે મોઢું નથી ખોલતી કે બહાર નથી આવતી તેની પાછળ પણ ચીનના સત્તાવાળાઓ જ છે એવું કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે, એલિસ જો મોઢું ખોલે તો ચીનની હાલત ખરાબ થાય એમ છે. એવી વાત બહાર આવે કે, ચીને જ એલિસને જાસૂસી કરવા માટે રોકી હતી તો ચીને અમેરિકાને અને આખી દુનિયાને જવાબ આપવો આકરો પડી જાય એમ છે. જેનસન અને એલિસનું લફરું બહાર આવ્યું ત્યારથી ચીન એવું કહેતું રહ્યું છે કે, અમે કોઇ જાસૂસી કરાવી નથી અને આખા પ્રકરણ સાથે અમારે કંઇ લેવા દેવા નથી. એલિસ હવે સિંગાપોર કે તાઇવાન જઇ શકે એમ નથી. એ બંને દેશોએ એલિસના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. એલિસ અમેરિકા જવાનું જોખમ લઇ શકે એમ નથી. એ બધાથી પણ મોટી વાત એ છે કે, ચીન એને ક્યાંય જવા દેવાનું નથી. ચીનમાં કેટલાંય લોકો ગૂમ થઇ ગયા હતા. એલિસનું શું થશે એ પણ કોઇ કહી શકે એમ નથી.
એલિસ પાછળ 270 મિલિયન ડોલરનો ખર્ચ
એલિસ હુઆંગ વિશે એક વાત એવી બહાર આવી છે કે, એલિસ હુઆંગ અને તેના સાથીદારો માટે ચીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મોટું ડેટા સેન્ટર અને કમ્પ્યુટિંગ મોડ્યુલ ખડું કરવા માટે 270 મિલિયન ડોલરના ફાયનાન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતીય રૂપિયામાં આ આંકડો 2,250 કરોડ રૂપિયા જેટલો થાય છે. આ રકમ એલિસને જાસૂસીના કામ બદલ આપવામાં આવી હતી એવું માનવામાં આવી રહ્યું છે. એલિસ સિંગાપોરની ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની મેગાસ્પીડ માટે કામ કરતી હતી. આ કંપનીના ઇરાદા ખરેખર શું હતા એ વિશે પણ તપાસ થઇ રહી છે.
આ દરમિયાનમાં એનવીડિયા કંપનીએ ચાર દેશ સિંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડની કંપનીઓને એઆઇ ચીપ આપવાનું બંધ કરી દીધું છે. બીજી તરફ એનવીડિયાની હરીફ કંપનીઓએ ફાયદો મેળવવા માટે આક્રમક બની છે. એનવીડિયાના વિવાદ બાદ તેના ગ્રાહકોએ બીજી કંપનીઓ તરફ નજર દોડાવવાનું શરૂ કર્યું છે. બધી કંપનીઓને હવે નવી તકો દેખાવવા માંડી છે.
એલિસના પરિવાર વિશે પણ જબરા ભેદભરમ છે. એલિસનો પતિ કાંગ વેઇ એલિસના જેનસન સાથેના પ્રકરણ વિશે બધું જાણતો હતો. વાતો તો ત્યાં સુધીની થઇ રહી છે કે, કાંગ વેઇ પણ આખા જાસૂસી પ્રકરણમાં સામેલ હતો. એલિસની લાઇફ ફિલ્મી છે. એણે પહેલા નર્સિંગનો અભ્યાસ કર્યો હતો. બાદમાં એલિસ પત્રકારિત્વમાં આવી હતી અને ટીવી ચેનલ માટે કામ કર્યું હતું. અચાનક જ એ ફાયનાન્સ સેક્ટરમાં આવી અને રાતોરાત લાઇમલાઇટમાં આવી ગઇ હતી. એક સામાન્ય છોકરી જેનસન સુધી પહોંચી ગઇ અને આખું ષડયંત્રનો મોટો ભાગ બની ગઇ હતી. જો એલિસ બહાર આવી તો હજુ ઘણાં ધૂમધડાકા થવાના છે. જોકે, ચીન એને બહાર આવવા દેશે ખરી?
જેનસન હુઆંગનાં પત્ની લોરી માની ગયા છે? પર્સનલ લાઇફ વિશે ચર્ચાઓ જેનસનને મેડિસન નામની એક દીકરી અને સ્પેન્સર નામનો એક દીકરો છે. બંને સંતાનો પિતાની કંપની એનવીડિયામાં જ કામ કરે છે. એ બંનેએ પણ પિતાના પ્રકરણ વિશે કંઇ બોલવાનું ટાળ્યું છે. સોશિયલ મીડિયામાં લોરી અને તેના સંતાનોના નામે ઘણું બધું ચાલ્યું છે. જોકે, એ સાચું ન હોવાનું માનવામાં આવે છે. આ પ્રકરણ પછી જેનસનની પર્સનલ લાઇફ ડિસ્ટર્બ થઇ હોવાનું માનવામાં આવે છે. કેટલાંક લોકો વળી એવી વાત પણ કરી રહ્યા છે કે, પત્ની લોરી પતિ જેનસનની ફિતરતથી સારી રીતે વાકેફ છે. દર વખતની જેમ આ વખતે પણ લોરીએ પતિ જેનસનને સાથ આપ્યો છે. બાકી સાચું ખોટું તો કુદરત જાણે! |
