ચીનના છોકરાઓ લગ્નની લાલચ આપીને દુનિયાભરના દેશોની છોકરીઓને ફસાવે છે. તેની સાથે દેખાવ પૂરતા મેરેજ કરે છે. સુહાગ રાતે જ યાદગીરીના નામે પોર્ન ફિલ્મ ઉતારે છે અને પછી પોર્ન વીડિયો પોર્ન વેબસાઇટને વેચી દે છે. મેળ પડે ત્યારે છોકરીઓને રેડ લાઇટ એરિયામાં પણ ધકેલી દે છે. ફસાઇ ગયા બાદ છોકરીઓ ક્યાંયની નથી રહેતી!


લગ્નના નામે ચાલતું ચીની ગેંગનું સેક્સ રેકેટ બહાર આવતા આખી દુનિયામાં જબરી હલચલ મચી છે

ચીનના કેટલાંક માફિયા ગ્રૂપ મેચમેકિંગની વેબસાઇટ ચલાવે છે અને દુનિયાભરની છોકરીઓને મેરેજ માટે આકર્ષે છે. છોકરાઓના ખોટા હાઇફાઇ પ્રોફાઇલ જોઇને જુદા જુદા દેશની છોકરીઓ આકર્ષાય છે અને સેક્સ રેકેટની જાળમાં ફસાઇ જાય છે. છોકરીઓને કહેવામાં આવે છે કે, ચીની છોકરો વેલસેટ છે. તેના પેરેન્ટસ સારા માણસો છે. જે છોકરી ઇન્ટરેસ્ટેડ હોય એને બાકાયદા બધું સારી રીતે બતાવવામાં આવે છે. એ બધું જ નકલી હોય છે. છોકરી હા પાડે એટલે એની સાથે વ્યવસ્થિત રીતે મેરેજ પણ યોજાય છે. સુહાગરાતથી જ સેક્સ રેકેટ શરૂ થાય છે. ચીની છોકરો એવું કહે છે કે, મારે તારી સાથેની સેક્સની યાદો જિંદગીભર સાચવી રાખવી છે. એ માટે સુહાગરાતનો વીડિયો ઉતારવો છે. છોકરીને તેના ઇરાદાની ખબર હોતી નથી. એ તો પોતાનો પતિ પ્રેમથી કહે છે એવું માનીને પોર્ન વીડિયો માટે તૈયાર થઇ જાય છે. સુહાગરાતની કમ્પલિટ પોર્ન ફિલ્મ બને છે અને પછી એ પોર્ન વેબસાઇટને વેચી દેવામાં આવે છે. છોકરીને ખબર પણ હોતી નથી કે તેની સાથે શું થઇ રહ્યું છે.

નેપાળમાં મોટું ચીની સેક્સ રેકેટ પકડાયું

નેપાળમાં ચીની બ્રોકર્સના મોટા ક્રોસ બોર્ડર બ્રાઇડ મેચમેકિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. નેપાળની એજન્સીઓએ થોડા સમય પહેલા નેપાળની ઘણી છોકરીઓના પોર્ન કન્ટેન્ટ પોર્ન વેબસાઇટ પર જોયા. છોકરીઓને જોઇને તેને થયું કે, આ છોકરીઓ આવા કામમાં ક્યાંથી આવી ગઇ? નેપાળની ઇમિગ્રેશન ઓફિસે તપાસ હાથ ધરી. નેપાળના કાઠમંડુ અને બીજા શહેરોમાં કેટલાંક ચીની છોકરાઓ નેપાળી છોકરીઓ સાથે રહેતા હતા. નેપાળ પોલીસે તેની પૂછપરછ કરી તો તેણે કહ્યું કે, આ નેપાળી છોકરી તો મારી વાઇફ છે. મેં તેની સાથે મેરેજ કર્યા છે. ચીની છોકરાઓએ મેરેજના પેપર્સ પણ બતાવ્યા. નેપાળ પોલીસે તેને પોર્ન વીડિયો બતાવીને સવાલ કર્યો કે, આ પોર્ન વીડિયો ક્યાંથી આવ્યા? આખરે આખું ષડયંત્ર બહાર આવ્યું કે, ચીની ગેંગના છોકરાઓ નેપાળી છોકરીઓને લગ્નનું કહીને ફસાવે છે અને પોર્ન કન્ટેન્ટ બનાવે છે. બ્રાઇડ મેચમેકિંગ સાઇટની મદદથી તેણે નેપાળી છોકરીઓ સાથે મેરેજ કર્યા હતા. નેપાળ પોલીસને એવી પણ ખબર પડી કે, કેટલીક નેપાળી છોકરીઓ તો ચીની છોકરા સાથે મેરેજ કરીને ચીન પહોંચી ગઇ છે. ચીન પહોંચેલી છોકરીઓ વિશે ખબર પડી ત્યારે તો વધુ ચોંકાવનારી વાત ખબર પડી. નેપાળથી જે છોકરીઓને ચીન લઇ જવાઇ હતી તેમાંથી કેટલીકને રેડ લાઇટ એરિયામાં મોકલી દેવામાં આવી હતી. એ છોકરીઓ કોઇ સુધી પહોંચીને કોઇને હકીકતની જાણ ન કરી શકે એ માટે પણ પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.

ચીનની એમ્બેસીએ એડવાઇઝરી જાહેર કરી છે

નેપાળની સરકારે નેપાળની ચીનની એમ્બેસીને પણ જાણ કરીને કહ્યું છે કે, આવા ધંધા બંધ કરાવો. ચીનની એમ્બેસીએ એડવાઇઝરી જાહેર કરી છે કે, કોઇએ જો આવું કર્યુ તો એના પરિણામો સારા નહીં આવે. માત્ર નેપાળમાં જ આવું થાય છે એવું બિલકુલ નથી, ચીની ગેંગ દુનિયાના અનેક નાના અને જરૂરિયાતવાળા દેશોમાં આવું કરી રહી છે. નેપાળની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, ચીનના છોકરાઓ દુલ્હન ખરીદવા માટે નેપાળ આવે છે. છોકરીઓના મા-બાપ સાથે રીતસરનો સોદો થાય છે. દીકરીના લગ્ન થઇ જશે અને દીકરી સુખી થશે એવું વિચારીને મા-બાપ પણ હા પાડી દે છે. એને ખબર નથી હોતી કે, તેઓ દીકરીને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ધકેલી રહ્યા છે. નેપાળની એજન્સીઓએ ત્યાં સુધીની વાત કરી છે કે, નેપાળી છોકરીઓને ઓછામાં ઓછા 65 હજાર અને વધુમાં વધુ 24 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી છે.

પાકિસ્તાનમાં પણ આ મામલે હોબાળો મચ્યો હતો

ચીન અને પાકિસ્તાન વચ્ચે ખૂબ સારા સંબંધો છે. ચાઇના પાકિસ્તાન કોરિડોર સહિત ચીનના અનેક પ્રોજેક્ટો પાકિસ્તાનમાં ચાલી રહ્યા છે. ચીનના લોકો મોટી સંખ્યામાં પાકિસ્તાનમાં કામ કરી રહ્યા છે. આ બધામાં ચીનની ગેંગના લોકો પણ પાકિસ્તાનમાં ઘૂસી ગયા છે. પાકિસ્તાનની છોકરીઓ સાથે લગ્ન કરીને તેને ચીન લઇ જઇ રેડ લાઇટ એરિયામાં ધકેલી દેવાના કિસ્સા બહાર આવ્યા એ પછી પાકિસ્તાનમાં પણ ઉશ્કેરાટ વ્યાપ્યો હતો. પાકિસ્તાનમાં બાકાયદા આ મામલે ચીનની સામે દેખાવો થયા હતા. પાકિસ્તાનમાં કામ કરવા આવતા ચીનના યુવાનોને એવી ધમકીઓ પણ આપવામાં આવી છે કે, અમારી છોકરીઓને ફસાવવાના કરતૂતો કર્યા છે તો તમારું આવી બનશે. પાકિસ્તાનના લોકો પોતાની છોકરીઓ પર પણ નજર રાખવા લાગ્યા છે કે, ક્યાંક એ ચીનીઓની જાળમાં ફસાતી તો નથીને? પાકિસ્તાનમાં ગરીબી અને બેકારીનું મોટું પ્રમાણ છે. ચીની ગેંગ એનો ફાયદો ઉઠાવે છે. માત્ર નેપાળ કે પાકિસ્તાન જ નહીં, એશિયાના અનેક દેશોમાં ચીન ગેંગ શિકાર શોધવાના પ્રયાસોમાં જ હોય છે. ધીમે ધીમે ચીનના પાપનો પર્દાફાશ થઇ રહ્યો છે. ચીનની પોર્ન ઇન્ડસ્ટ્રી બીજા દેશોની છોકરીઓ પર જ ચાલી રહી છે. ચીનની સરકાર આવી ગેંગો સામે પગલાં લેવાની વાતો કરે છે પણ ચીનના ચાવવાના અને દેખાડવાના દાંત પહેલેથી અલગ અલગ રહ્યા છે.

ચીનની ગંદી સેક્સ ઇન્ડસ્ટ્રી આખી દુનિયાને પોર્ન કન્ટેન્ટ પૂરું પાડે છે

ચીનમાં પોર્ન કન્ટેન્ટ ક્રિએટ કરવું ગુનાહિત કૃત્ય છે. એ વાત જુદી છે કે, છાના ખૂણે ચીનમાં જે ચાલે છે એવું બીજે ક્યાંય નથી ચાલતું. ચીન આખી દુનિયાને પોર્ન કન્ટેન્ટ પૂરું પાડે છે. ચીનમાં પોર્ન ફિલ્મ શૂટ કરવી કાયદાકીય રીતે જોખમી છે એટલે ચીની માફિયાઓ ચીનની બહાર બીજા કોઇ દેશમાં પોર્ન ફિલ્મ શૂટ કરે છે અને વેચે છે. એ લોકો દુનિયાભરમાંથી પોર્ન સ્ટાર હાયર કરે છે. પોર્ન સ્ટાર બેઠા કરે છે અને પોર્ન ઇન્ડસ્ટ્રી ધમધમતી રાખે છે. હવે ચીની માફિયાઓ એઆઇ જનરેટેડ પોર્ન તરફ પણ ઘણા આગળ વધી ગયા છે. દુનિયાભરની જાણીતી હિરોઇનોના ફેસનો ઉપયોગ કરીને એઆઇ જનરેટેડ પોર્ન વીડિયો બનાવવામાં આવે છે. લોકોને એ વાતનો અણસાર જ ન આવે કે, હીરોઇનનો આ વીડિયો સાચો નથી પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવવામાં આવ્યો છે. માત્ર પોર્ન વીડિયો જ નહીં, પોર્ન નોવેલથી માંડીને પોર્ન કાર્ટૂન સુધીમાં ચીનની માસ્ટરી છે. ચીનની સરકાર પોતાના દેશમાં ઘણું બધું થવા દેતી નથી પણ બીજા દેશો માટે જો ચીનીઓ કંઇ કરે તો આંખ આડા કાન કરે છે. પોર્ન સામે સખત કાયદાઓ હોવા છતાં પણ ચીની માફિયાઓ કોઇને કોઇ રસ્તાઓ શોધીને પોર્ન મટિરિયલ્સ તૈયાર કરતા રહે છે અને દુનિયામાં ઠાલવતા રહે છે.


આ પણ વાંચો : અમદાવાદની ઉદગમ અને મુક્તજીવન સ્કૂલે RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે મતભેદ કર્યાનો આક્ષેપ, જુઓ Video


 

  • Follow us on: