આધુનિક ટેકનોલોજીની દુનિયામાં આજકાલ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સે ધૂમ મચાવી છે. લોકો હવે તેમની જરૂરિયાત મુજબ નાના મોટા તમામ કામ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ અપનાવવા લાગ્યા છે. કોઈપણ મુશ્કેલ કે અઘરૂં કામ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (AI) ચપટી વગાડતામાં કરી આપે છે. ભારતનાં લોકોએ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સને હોંશે હોંશે વધાવ્યું છે અને અપનાવ્યું છે પણ હવે લોકોને તેનાંથી પણ વધુ અપડેટ થયેલી ટેકનોલોજી એજન્ટિક આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સમાં વધારે રસ પડવા લાગ્યો છે. ભારતમાં એજન્ટિક AIનો ક્રેઝ વધી રહ્યો છે. એક અંદાજ મુજબ 60 ટકાથી વધારે લોકો હવે તેમનાં પોતાનાં પર્સનલ એઆઈ એજન્ટને પસંદ કરવા લાગ્યા છે. પહેલા ભારતીયો દ્વારા એડિટિંગ ટૂલ તરીકે AIને અપનાવવામાં આવ્યું હવે લોકો પર્સનલ એજન્ટિક AI તરફ વળ્યા છે. બદલાતા જતા સમય સાથે માનવીએ બદલાવું પડે છે અને આધુનિક તેમજ અપડેટ થતી ટેકનોલોજી સ્વીકારવા પડે છે તેમાં જાણકાર બનવું પડે છે. જો તમે બદલાતા સમય અને બદલાતી ટેકનોલોજી સાથે કદમ ન મિલાવો તો માર્કેટમાંથી ફેંકાઈ જાવ છો. પછી ભલેને તમારામાં કોઈ મામલે એક્સપર્ટાઈઝ હોય તો પણ લોકો તમારો ભાવ પુછતા નથી. ભારતીયો આ લોજિક સારી રીતે સમજી ગયા છે અને બદલાતા સમયની સાથે તાલ મિલાવતા રહ્યા છે. ભારતમાં યુઝર્સની આશાઓ અને અપેક્ષાઓ ઝડપથી બદલાઈ રહી છે. ભારતીયો હવે મનપસંદ શોપિંગ માટે કે કસ્ટમર સર્વિસ માટે કે રોજબરોજનાં .ડિજિટલ કામ માટે AI આધારિત વાતચીતનાં માધ્યમને ઝડપથી અપનાવી રહ્યા છે. 65 ટકા ભારતીયો ખરીદીનો નિર્ણય લેવામાં AIનો ઉપયોગ કરે છે. 62ટકાથી વધુ લોકો વર્ચ્યુઅલ પર્સનલ આસિસ્ટન્ટ દ્વારા ખરીદી માટે AIનો ઉપયોગ કરે છે. આમ AI તેમજ એજન્ટિક AI લોકોનાં જીવનમાં વણાઈ ગયું છે. ગ્રાહકો દ્વારા ભરોસો, વિશ્વસનીયતા, પારદર્શકતા અને સમસ્યાઓનું સમાધાન મહત્વનાં છે પણ કંપનીઓ તેમની કાર્યક્ષમતા અને ખર્ચમાં બચતને પ્રાધાન્ય આપે છે. આમ AI નાંકાર્યદક્ષ ઉપયોગ માટે પ્રાથમિકતા બદલાતી રહી છે. લોકો તેમની રોજબરોજનાં કામમાં, ઓફિસનાં કામમાં, લોકો સાથે વાતચીત કરવાનાં માધ્યમમાં હવે AIને મહત્વ આપી રહ્યા છે. કોઈ નવી વસ્તુ માર્કેટમાં આવી હોય તો તે કેવી છે તેનાં ઉપયોગથી કેવા ફાયદા થાય તેમ છે તે જાણવા AIનો સહારો લેતા હોય છે. બિઝનેસ લીડર્સ પોતાનાં કામકાજમાં નવી ટેકનોલોજી સામેલ કરીને AIનો મહત્તમ લાભલેવાનું પસંદ કરતા હોય છે. મોટાભાગનાં યુઝર્સ કોઈ બ્રાન્ડનાં AI એજન્ટ સાથે વાતચીત કરીને કોઈ વસ્તુનાં સોદા માટે કે ખરીદી માટે આગળ વધવાનું પસંદ કરે છે. આમ AI તેમજ એજન્ટિક AIએ ભારતમાં લોકોની જીંદગીમાં આમૂલ પરિવર્તન લાવવાનું કામ કર્યુ છે.

યુદ્ધ ડીલ માત્ર કાગળ પર : હુમલાઓ ચાલુ છે









