સ્ટેટ GSTકમિશનરેટમાંથીIRSધર્મેન્દ્ર હેરમાને તત્કાળ અસરથી મુક્તિ આપીને ભારત સરકારમાં પાછા મોકલવા 1લી એપ્રિલના નોટિફ્કિેશન પછી વેચાણવેરા અધિકારી વર્તુળોમાં સર્જાયેલા વમળો વધુને વધુ રોજેરોજ વિસ્તર્યા કરે છે. જાન્યુઆરી- 2026માં PMO- CMOને પાઠવાયેલા કરોડોના પાનમસાલા વેરા ચોરી અંગે મલાઇદાર પત્ર પછી GST કમિશનરેટમાં અધુરો ન્યાય પોસ્ટરવોર ફાટયું છે.પહેલીવાર ભવનના પિલ્લરો, દિવાલો પર આવા પોસ્ટર્સથી IAS- IRS ઓફ્સિર્સથી લઇને આ ઘટનામા વેપારી-ઉત્પાદકોમાં ખરેખર થયું છે શું ? તે જાણવાની ઉત્કંઠતા વધી છે. દરમિયાન ગુજરાત કેડરનાIASઆરતી કંવરને ભારતસરકારમાં ડેપ્યુટેશન પર જવાની મંજૂરી મળતા ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સનો વધારાનો હવાલો સરકારે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ-ASCટી.નટરાજનને સોંપ્યો છે.સ્ટેટ GST માં પહેલાથી જ સ્પેશિયલ કમિશનરનો વધારાનો ચાર્જ સાયન્સ- ટેકનોલોજીના સેક્રેટરી પી.ભારતી પાસે છે.તેવામાં પ્રાદેશિક નગરપાલિકા નિયામક પ્રશાંત જીલોવાને વધારાના એડી.કમિશનરનો હવાલો સોંપાયો છે. ચીફ કમિશનર પણ ઇન્ચાર્જ છે. આથી, મસાલા મલાઇકાંડ તપાસ માટેનું ઓપરેશન જાણે બંધ રહ્યું હોય તેવી ચર્ચા છે.હવે ચૂંટણી પછી રેગ્યુલર ચીફ કમિશનર સહિત સનદી અધિકારીની ચારેય જગ્યા ઉપર ફુલ ફ્લેજ્ડ નિમણૂક પછી તપાસ થશે કે ન્યાય અધુરો જ રહેશે ? તેના પર સૌની નજર છે.


એવું તે શું છે કે ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં હોવા છતાં કોઈ ડર નથી?

ગાંધીનગર કલેક્ટર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એવું તે શું છે ? કોનુ પીઠબળ છે કે સચિવાલયથી માંડ ત્રણ કિલોમીટરના અંતરે હોવા છતાં કાયદાનો ડર નથી ? આ બંને તંત્રોમાં ઉપરાછાપરી ACB ની કાર્યવાહીથી અંદર ધરબાયેલુ લાંચનું મોડલ બહાર આવ્યું છે, ભ્રષ્ટાચાર સપાટી પર આવ્યો છે. પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર લાયસન્સ રદ નહીં કરવા 1 લાખની લાંચ લેતા પકડાયા, અને હવે કલેક્ટર હેઠળની જમીન શાખાના નાયબ મામલતદાર પ્રોપર્ટી કાર્ડ માટે 9.50 લાખ માંગી, 4.50 લાખ લેતા રંગેહાથ ઝડપાયા છે. ?રાજ્યના વહીવટી વડા મથકથી માત્ર બે-ત્રણ મિનિટના અંતરે, જ્યાં જાગૃત અને પહોંચ ધરાવતા નાગરિકો રહે છે, ત્યાં જ જો સામાન્ય કામોમાં આ હદે ભ્રષ્ટાચાર હોય, તો પાટનગરથી 300 કિલોમીટર દૂરના છેવાડાના જિલ્લાઓની સ્થિતિ કેવી હશે? જેમની કોઈ પહોંચ નથી તેવા સામાન્ય નાગરિકોને આ માનસિકતાનો સામનો કેવી રીતે કરવો પડતો હશે?આ પ્રશ્ન વચ્ચે સચિવાલયની નજીક આવેલા આ બેઉ એકમોમાં અધિકારીઓના 'વહીવટ'ની અનેક વાતો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે.

ભાવનગર વહીવટીતંત્રમાં ભ્રષ્ટાચારઃ 'વન-ડે ગવર્નન્સ'માં પણ ઉઘાડી લૂંટ

ભાવનગર જિલ્લા વહીવટીતંત્રમાં 'ભાવ'વગર કામ ન કરવાની જાણે પરંપરા પડી હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે.અશાંત ધારા હેઠળ આસિસ્ટન્ટ કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા લાખોની લાંચ માંગવાના અને ડ્રાઈવર દ્વારા નાણાં સ્વીકારવાનો વીડિયો હજુ શાંત નથી થયા,ત્યાં વધુ એક કૌભાંડનો ઘટસ્ફેટ થયો છે. જે જિલ્લા કલેક્ટર સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ અને બાઈક સરચિંગ દ્વારા પોતાની સક્રિયતા બતાવી રહ્યા છે, તેમની જ કચેરીઓમાં સામાન્ય નાગરિકો લૂંટાઈ રહ્યા છે. પોલીસ દ્વારા અટકાયતી પગલાં હેઠળ પકડાયેલા સામાન્ય માણસો જ્યારે જામીન માટે મામલતદાર પાસે જાય છે,ત્યારે 'વન-ડે ગવર્નન્સ' હેઠળ મફ્ત મળતા જામીન ફોર્મ માટે પણ સ્ટાફ રૂ. 200 ઉઘરાવે છે. જો આ રકમ ન ચુકવાય તો જામીન રદ કરવાની ધમકી અપાય છે. આવા વીડિયો પુરાવા સાથે બહાર આવ્યા છતાં મૌન છે. એથી શું આ વહીવટી વડાના 'એક્ટિવિઝમ' સામે નીચેના સ્ટાફ્નું 'કાઉન્ટર એક્ટિવિઝમ'છે જૂનિયર બ્યુરોક્રેટ્સમાં ભાવનગર કલેક્ટર તંત્રમા જ જમીન પછી ' જામીન' નો પણ 'જ' હોય છે તેવો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

સોફ્ટવેર છે, સ્પીડ છે તો ઢગલો કેમ ? શું ઓફ્સિર્સ બપોરે આરામગાહમા હોય છે

પેપરલેસ એડમિનિસ્ટ્રેશન ઇ-સરકારને પાંચ વર્ષ થયા છે,પરંતુ તંત્રમાં નાગરિકોની,MP-MLAની ટપાલો અને વિભાગોની આંતરિક ઇ-ફઇલો 7 દિવસની મુદ્દત પછી જૈસે થે રહે છે. બુધવારે ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા વચ્ચે ગાંધીનગરમાં કમિટી ઓફ સેક્રેટરીઝ-CoSની બેઠકમાં ઇ-ફઇલ અને ટપાલ મુદ્દે ચીફ સેક્રેટરી મનોજ દાસે સમીક્ષા કરી હતી. જેમાં 7 દિવસ પછી પણ પેન્ડિંગ ટપાલ, ઇ-ફઇલોમાં નાણા અને મહેસૂલ એમ બે વિભાગો ટોચ પર હોવાનો ઉલ્લેખ થયો હતો.આથી બંને વિભાગોના સેક્રેટરી પાસે ખુલાસો માંગ્યો હતો.સામેથી જવાબ મળ્યો કે કેટલાક સચિવો અન્ય રાજ્યોમાં ચૂંટણી ફરજ હેઠળ હોવાથી તેમજ બજેટ સત્ર પછી નવી બાબતોને કારણે પેન્ડન્સી રહી છે.આ સાંભળીને ચીફ સેક્રેટરી દાસે જણાવ્યું કે સોફ્ટવેર,ટેકનોલોજી છતાં સ્પીડ કેમ નથી? સામાન્ય ટપાલમાંથી ફઇલ તૈયાર થઈ શકે છે. આવી ઢીલાશમાં જો નીચેના તંત્રમાં એક્શન નહીં લેવાય તો તમારી સામે કાર્યવાહી થશે.બ્યુરોક્રસીમાં ચર્ચા છે કે ગમે તેવી ઝડપ મળે,છતાં સચિવાલયમાં બપોરનો આરામ બંધ નહીં થાય ત્યાં સુધી ફેરફર મુશ્કેલ છે.

GeM: 'ટેન્ડર કન્સલ્ટન્ટ' અફ્સરાન માટે રિયલ જેમ્સ, ATC મૂકો અને ધંધો કરો

સરકારી ખરીદીમાં પ્રજાના ટેક્સની બચત, નાના સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન અને ભ્રષ્ટાચાર રોકવાના હેતુથી કાર્યરત ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ GeM પોર્ટલ પાલિકા-પંચાયતોથી લઈ અનેકવિધ એકમોમાં સિસ્ટમેટિક રીતે કૌભાંડનું ઘર બની રહ્યું છે. બંન્ને વિભાગોના અગ્રસચિવોને ઉદ્દેશીને 10 પાનાની થયેલી ફ્રિયાદમા તેનુ જબરજસ્ત રહસ્યોઘ્દાટન થયું છે. જેમા પાલિકા અને પંચાયતોમાં ટેન્ડર કન્સલ્ટન્ટને નામે ચાલતી એક સમાંતર સિસ્ટમને GeM ના લોગિન,પાસવર્ડ,OTPનાએક્સેસ આપીને ચીફ ઓફિસરો, TDO સહિતના અફ્સરો સ્પર્ધાને દૂર કરવા માટેની શરતોને હથિયાર તરીકે ઉપયોગ કરતા હોવાની મોડસ ઓપરેન્ડી-MOનો દાવો થયો છે. GeM માં એડિશનલ ટર્મ્સ એન્ડ કન્ડિશન્શ-ATCઉમેરવાની સુવિધાનો મોટાપાયે દુરુપયોગ થઈ રહ્યો છે.ગુજરાત એ GeM પોર્ટલના ઉપયોગ, તેના પર ખરીદી કરતા દેશના ટોપ ત્રણ રાજ્યો પૈકીનું એક છે. રીજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીમાં પણ નાગરિક સેવાને નામે મોટાભાગે ભ્રષ્ટાચારની ફરિયાદો અને ગુણવત્તા બાબતે બબાલ થઇ છે. ચર્ચા છે કે, આ ચાર પ્રાદેશિક કમિશનરેટ અને શહેરી મિશન, નિગમોમાં ગોઠવણોની શરૂઆત ઉપરથી નીચે તરફ જાય છે એટલે આ ધંધા સામે દોઢ ડઝનથી વધારે IAS પૈકી કોણ પહેલો ઘા કરે છે તે જોવું રહ્યું.

ફરીથી કહેવાયું એટલે હવે 'ખાનાપૂર્તિ' થશે કે કન્સલ્ટન્ટ વગર રિઝલ્ટ મળશે ?

વન અને પર્યાવરણ વિભાગે RFO અને IFSની બદલીઓના વિવાદો વચ્ચે બે દિવસની ચિંતન શિબિર યોજી હતી,જેમાં ટેકનોલોજીના ઉપયોગથી વન વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ બનાવવાનો રોડમેપ તૈયાર કરાયો છે. બુધવારે 'કમિટી ઓફ સેક્રેટરીઝ'-CoSમાં વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે આ રોડમેપનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. લગભગ દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં મુખ્ય સચિવ મનોજ દાસે વન વિભાગના પ્રેઝન્ટેશન બાદ અન્ય વિભાગોના સચિવો પાસે પણ નવેમ્બર-2025ની ધરમપુર રાજ્ય શિબિર પછીની કામગીરીનો રિપોર્ટ માંગ્યો હતો. પરંતુ એવો રિપોર્ટ આપે કોણ? મોટાભાગના સચિવો પિૃમ બંગાળની ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત છે. મુખ્ય સચિવે વિનોદ રાવના રોડમેપ મુજબ પરિણામ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી અને અન્ય વિભાગોને પણ ફેરેસ્ટ વિભાગની જેમ ઝડપથી શિબિર યોજી સુધારાત્મક આયોજન કરવા સૂચના આપી છે.હવે જોવાનું એ રહે છે કે, છેલ્લા પાંચ મહિનાથી કોઈ ખાસ કામગીરી ન કરી શકનારા સચિવો હવે ખરેખર નક્કર પ્લાનિંગ કરશે કે પછી વહીવટી સુધારણા પંચની જેમ કોઈ કન્સલ્ટન્ટ કંપનીની મદદ લઈ માત્ર 'ખાનાપૂર્તિ' કરશે?નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ 'અધિકારીઓએ ચિંતન કરવાનું બંધ કરી દીધું છે' તેવી ટકોર કરી હતી, તેમ છતાં રાવ સહિતના ચાર-પાંચ સચિવો સિવાય એક પણ વિભાગે હજુ સુધી શિબિરનું આયોજન કર્યું નથી.

મે મહિનાના પ્રથમ અઠવાડિયે આઈએએસમાં બદલીઓનો રાઉન્ડ આવશે

આ મહિનાના અંતે રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થઈ જશે એ સાથે પાંચ રાજ્યોની ચૂંટણીઓ પણ સમાપ્ત થઈ જતાં ઈલેક્શન ડયુટીમાં ગયેલા આઈએએસ અધિકારીઓ પણ પરત આવી જશે એ પછી ગંજીપો ફરી એકવાર ચીપાવાની શક્યતા છે, જેમાં અમદાવાદ અને કચ્છમાં નવા ક્લેક્ટરો આવશે, સાથોસાથ, રાજ્ય વેરા કમિશનરેટ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ જેવા ખાલી પડેલા સ્થાનોએ પણ નવી રેગ્યુલર નિમણૂકો થશે.

હાઇરાઇઝમાં ફરતી સરકારી કાર અને ચાર વચેટિયા ઉપરથી કોણે હાથ ઉંચા કર્યા ?

કચ્છમાં સોપારી GSTકાંડમાં પોલીસે કરેલા ધંધાના તાર ઉકેલાય તે પહેલાં પાન મસાલા સહિતની અસંખ્ય કોમોડિટીમાં પણ ટેક્સ ચોરી કૌભાંડની ફરિયાદો ઊઠતાં સરકારે એક સમયે ચાર મોટા ગજાના સનદી અફ્સરો નિયુક્ત કર્યા હતા. પરંતુ GSTમાં તો જાણે હમ નહીં રૂકેંગે નારો આત્મસાત કર્યો હોય તેમ સેલ્સ ટેક્સની કેડરના અધિકારી-કર્મચારીઓએ તો આ ચારેયને એક પછી એક હાથ ઉપર લઈ યારી, ભાગીદારી અને ટકાવારીનું મોડેલ ચલાવી રાખ્યું. આ મોડસ ઓપરેન્ડી-MO ની ગંધ છેક ઉપર સુધી પહોંચ્યા પછી એપ્રિલના બીજા સપ્તાહથી સરકારે તપાસ શરૂ કર્યા પછી શનિવારે અચાનક ACBએ GST ઇન્સ્પેક્ટરોને રંગેહાથ લાંચ લેતા પકડતા સનદી ઓફ્સિરોએ હાઇરાઇઝ બિલ્ડિંગમાં સરકારી કાર લઈને આવાગમન કરતા ડ્રાઇવરથી લઈને મોમીન,રાઠોડ, પટેલ,અમીન સહિતના અનેક નાયબ કમિશનર, ટેક્સ ઓફ્સિરોએ પોતાના હાથ અધ્ધર કરી દીધા હોવાની ચર્ચા GST ભવનથી સચિવાલયમાં છે. જોકે, એ સનદી ઓફ્સિર કોણ છે તેનું રહસ્ય ઘેરાયું છે. કહેવાય છે આ સેલ્સ ટેક્સ ચોરીના કૌભાંડમાં GST ના જ ચારેક અધિકારીઓમા એક નાયબ મહિલા કમિશનર કે ઇન્સ્પેક્ટર હોવાની ફરિયાદો છે.પરંતુ, આ ચારેય અધિકારીઓ સાથે કયા સનદી અફ્સર કનેક્ટ છે તે શોધવા IAS બિરાદરીમાં જબરજસ્ત જુગુપ્સા છે.

કોંગ્રેસમાં ટિકિટોની વહેંચણીમાં ‘ચાચી 420' જેવા નેતાનો તરખાટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાં ટિકિટોની વહેંચણીમાં સોદાબાજી થઈ હોવાના આક્ષેપો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે, ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં એકીસુરે એવી ચર્ચા વ્યાપક બની છે કે 'ચાચી 420'જેવા એક નેતાએ આ વખતે જોરદાર તરખાટ મચાવ્યો છે.અગાઉની ચૂંટણીઓમાં ભાજપને મદદ થાય તેવું કામ કરનારા લોકો ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, આ પ્રકારના ઉમેદવારોની પસંદગી પણ શંકાસ્પદ છે. ગુજરાત કોંગ્રેસમાં ગણતરીના માંડ 12 ધારાસભ્યો છે, તેમાંથી કેટલાક ધારાસભ્યોએ પણ ટિકિટોમાં ગોઠવણ પાડી પૈસાની લેતીદેતી કરી હોવાની ચર્ચા તેજ બની છે,તો કેટલાકે પોતાના મામકાઓને ગોઠવી દીધા છે, પક્ષ માટે વર્ષોથી મજૂરી કરનારા કાર્યકરોને અન્યાય થયો હોવાની પણ એક લાગણી વ્યક્ત થઈ રહી છે. કોંગ્રેસની જેમ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં પણ ટિકિટોની સોદાબાજી થઈ હોવાના જાહેરમાં આક્ષેપો થઈ રહ્યા છે.રાજકીય વર્તુળોમાં એવો ગણગણાટ છે કે, સોદાબાજી કરીને જે કોર્પોરેટર બનવા નીકળ્યા છે તેઓ આગામી દિવસોમાં પ્રજાના સેવક બનવાના બદલે કોન્ટ્રાક્ટરોના દલાલ બની રહે તો નવાઈ નહીં.


  • Follow us on: