વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી અને વૈશ્વિક નેતૃત્વના ક્ષેત્રમાં ભારતને નવી ઊંચાઈએ પહોંચાડયું છે. એક તરફ્, તેમણે અત્યાર સુધીમાં 17 દેશોની સંસદોને સંબોધન કરીને વિશ્વ મંચ પર ભારતનો અવાજ બુલંદ બનાવ્યો છે.
તો બીજી તરફ્, 27 દેશો તરફ્થી મળેલા સર્વોચ્ચ નાગરિક સન્માનોએ તેમને વિશ્વના સૌથી આદરણીય અને પ્રભાવશાળી નેતાઓમાં સ્થાન આપ્યું છે. આ સિદ્ધિઓ ફ્ક્ત વ્યક્તિગત સન્માન નથી, પરંતુ ભારતના વૈશ્વિક દરજ્જાના વિકાસનું પ્રતિબિંબ છે. સંસદોમાં વડા પ્રધાન મોદીનું ભાષણ ફ્ક્ત ભાષણ નથી, પરંતુ વ્યૂહાત્મક રાજદ્વારીનો એક ભાગ છે. તેમણે વિકસિત અને વિકાસશીલ બંને દેશોના કાયદાકીય મંચો પર ભારતના લોકશાહી વારસા, આર્થિક દ્રષ્ટિકોણ અને વૈશ્વિક સહયોગની ભાવના શેર કરી હતી. જો આપણે અન્ય દેશોની સંસદોમાં મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણોને યાદ કરીએ, તો 2014માં વડા પ્રધાન બન્યા પછી, તેમણે ઓસ્ટ્રેલિયા, ફીજી, ભુતાન, નેપાળની સંસદોને સંબોધિત કર્યા હતા. વર્ષ 2015 માં, પ્રધાનમંત્રીએ બ્રિટન, શ્રીલંકા, મંગોલિયા, અફ્ઘાનિસ્તાન અને મોરેશિયસની સંસદોને સંબોધિત કર્યા હતા. 2016 માં, તેમણે યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. 2018માં પ્રધાનમંત્રીએ યુગાન્ડાની સંસદ અને 2019 માં, માલદીવની સંસદને સંબોધિત કર્યું હતું. 2023 માં, પ્રધાનમંત્રી મોદીએ બીજી વખત યુએસ કોંગ્રેસને સંબોધિત કર્યું હતું અને આ સાથે, તેઓ એવા થોડા વૈશ્વિક હસ્તીઓમાંના એક બન્યા જેમને બે વાર યુએસ કોંગ્રેસને સંબોધિત કરવાનું સન્માન મળ્યું છે. આ પછી, પ્રધાનમંત્રીએ 2024 માં ગુયાનાની સંસદ અને 2025 માં ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો અને નામિબિયાની સંસદને સંબોધિત કર્યા હતા. ખાસ વાત એ છે કે 2025 માં, પ્રધાનમંત્રીનું ત્રણ દેશોની સંસદોને સંબોધન એક અઠવાડિયાની અંદર થયું હતું, જે પોતાનામાં એક વધુ રેકોર્ડ છે. આ બધા સંબોધનોમાં, ભારતે ગ્લોબલ સાઉથ, યુએન સુધારા, આતંકવાદ વિરોધી, જળવાયુ ન્યાય અને ડિજિટલ સમાવેશ જેવા મુદ્દાઓ પર સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 17 દેશોની સંસદોને સંબોધન કરવું અને 27 દેશો તરફ્થી સર્વોચ્ચ સન્માન મેળવવું એ ભારતીય વિદેશ નીતિના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ પ્રકરણ છે. આ દર્શાવે છે કે આજનું ભારત એક એવો દેશ બની ગયું છે જે ફ્ક્ત સાંભળતું જ નથી પણ વિશ્વને દિશા પણ આપે છે. આ સિદ્ધિ ભારતીયોના આત્મવિશ્વાસ, આકાંક્ષાઓ અને આંતરરાષ્ટ્રીય ભૂમિકાને મજબૂત બનાવે છે.










