દિનેશ પટેલ, ભૂતપૂર્વ અંગ્રેજી શિક્ષક, અમદાવાદઃ અમે ગ્રુપમાં વિદેશના પ્રવાસે ગયા હતા. ઘણાં બધા લોકોને અંગ્રેજી ખોટા શબ્દોનો ઉપયોગ કરતા મેં સાંભળ્યા. ગુજરાતમાં આવા હજારો લોકો હશે કે જેઓ અંગ્રેજી બોલે ત્યારે ખોટા શબ્દોનો ઉપયોગ કરે છે. પ્રવાસમાં જ નહિ આપણા રોજિંદા વ્યવહારમાં પણ ઘણાં અંગ્રેજી ખોટા શબ્દ વપરાય છે. મારી આપણે વિનંતી છે કે, એવા અંગ્રેજી શબ્દો આપો કે જે સામાન્ય વ્યવહારમાં પણ વપરાય છે, પણ લોકો એનો ખોટો ઉપયોગ કરે છે કે ખોટો અર્થ કરે છે.
દિનેશભાઈ તમારા બારીકાઇભર્યા નિરીક્ષણ માટે અભિનંદન. મુખ્ય મુદ્દા પર આવીએ તો સામાન્ય રીતે શૌચાલય માટે વપરાતા શબ્દો વચ્ચેનો તફાવત સાંસ્કૃતિક, પ્રાદેશિક અને તે જગ્યા ક્યાં આવેલી છે તેના પર આધારિત છે.Toilet મુખ્યત્વે શારીરિક ક્રિયા માટેના કમોડ/પાત્રને દર્શાવે છે.Bathroom આ જગ્યામાં ન્હાવા માટેનું ટબ કે શાવર જરૂરી છે. ઘરોમાં સામાન્ય રીતે બાથરૂમ હોય છે જેમાં ટોયલેટ સીટ પણ હોઈ શકે છે.Restroom / Washroom જાહેર સ્થળો જેમ કે મોલ, થિયેટર, રેસ્ટોરન્ટ કે ઓફ્સિમાં આવેલા શૌચાલય માટે વપરાતા નમ્ર શબ્દો છે. તેમાં ન્હાવાની કોઈ સુવિધા હોતી નથી, માત્ર હાથ ધોવા માટે બેસિન અને યુરીનલ/ટોયલેટ હોય છે.Lavatory આ એક સત્તાવાર અને ઔપચારિક શબ્દ છે. મુખ્યત્વે વિમાન કે ટ્રેનમાં આવેલા શૌચાલય માટે આ શબ્દ બોર્ડ પર લખવામાં આવે છે.Head (હેડ) દરિયાઈ ટર્મિનોલોજી છે. જહાજ, બોટ કે નૌકાદળમાં આવેલા ટોયલેટને 'હેડ' કહેવામાં આવે છે. જૂના જમાનામાં વહાણના આગળના ભાગે (Head પર) શૌચાલય હોવાથીઆ નામ પડયું છે.
કોઈ ખરીદી કરવા જાય ત્યારે દુકાનદારને વસ્તુનો ભાવ પૂછવા Cost, Price કે Valyu શબ્દ વાપરે છે. હકીકતમાં આ શબ્દોના અર્થમાં તફાવત છે.Cost એટલે પડતર કિંમત.Price એટલેવેચાણ કિંમત.Value એટલે મૂલ્ય કે ઉપયોગિતા. કોઈ વસ્તુ ખરીદ્યા પછી ગ્રાહકને તેનાથી કેટલો ફાયદો, સંતોષ કે મહત્વ મળે છે, તેને 'Value' કહેવાય છે. જે ગ્રાહકની લાગણી અને જરૂરિયાત પર આધાર રાખે છે. કોઈ વસ્તુ મોંઘી હોય પણ કામની ન હોય, તો તેની Value તમારા માટે શૂન્ય છે. પરંતુ જો કોઈ સસ્તી વસ્તુ પણ મુશ્કેલ સમયમાં કામ આવી જાય, તો તેની Value અજોડ છે. આમ Price એટલે જે તમે ચૂકવો છો, અને Value એટલો જે તમે મેળવો છો. બીજા બે શબ્દો છે Buy અને Purchase કરવું. જયારે સામાન્ય ખરીદી એટલે કે નાની, સસ્તી કે રોજિંદા વપરાશની વસ્તુઓ ખરીદો છો ત્યારે 'Buy' શબ્દ વપરાય છે. આમાં કોઈ લાંબી પ્રક્રિયા, કોન્ટ્રાક્ટ કે ઊંડા વિચાર વગર ફ્ટાફ્ટ નિર્ણય લેવાય છે. જેમકે, શાકભાજી, દૂધ, કરિયાણું કે કપડાં ખરીદવા. જયારે Purchase શબ્દનોઉપયોગ મોટી કે સત્તાવાર ખરીદી માટે અને બિઝનેસની ભાષામાં પણ વપરાય છે. આ ખરીદીમાં મોટેભાગે કાનૂની કાગળો, બિલ, ગેરંટી/વોરંટી, લોન કે લાંબી યોજના સામેલ હોય છે. જમીન, મકાન, ગાડી કે કંપની માટે કમ્પ્યુટર ખરીદવા.
See, Look અને Watch શબ્દનો ઉપયોગ પણ ક્યારેક ખોટી રીતો કરવામાં આવે છે. આ ત્રણેય ક્રિયાઓ આંખ સાથે જોડાયેલી છે, પરંતુ તેમાં ધ્યાન આપવાના સ્તરનો તફાવત છે.See એક કુદરતી અને અજાગ્રત ક્રિયા છે. આંખો ખુલ્લી હોય અને સામે જે પણ આપોઆપ દેખાઈ જાય તેને 'See' કહેવાય. રસ્તાપર એક કૂતરો જોયો. Lookનો ઉપયોગ જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ તરફ્ હેતુપૂર્વક નજર ફેરવો છો અને ધ્યાન આપો છો ત્યારે થાય.Look at the board.જ્યારે Watch તમે કોઈ હલનચલન થતી વસ્તુ કે ઘટનાને લાંબા સમય સુધી અને ખૂબ જ ધ્યાનથી નિહાળીએ ત્યારે થાય.Watching a movie/TV.
Another અને other શબ્દમાં પણ ફરક છે.Another શબ્દનો ઉપયોગ હંમેશા એકવચન નામ સાથે જ થાય છે.જ્યારે તમે કોઈ વસ્તુ ઉપરાંત તેના જેવી જ બીજી એક (એક વધારાની) વસ્તુ માંગો છો, અથવા કોઈ પણ અનિશ્ચિત બીજી વસ્તુની વાત કરો છો. જેમકે, *I need another cup of tea.એટલે કે એક પી લીધોછે, હવે વધુ એક જોઈએ છે.This shirt is dirty, show me another one.બીજો કોઈ એક શર્ટ બતાવો.Otherનો ઉપયોગ સામાન્ય રીતે બહુવચન અથવા ગણી ન શકાય તેવા નામ સાથે થાય છે. જ્યારે તમે કોઈ એક વસ્તુ સિવાયની બાકીની બધી વસ્તુઓ કે વ્યક્તિઓની વાત કરતા હોવ. :I have other friends too-અહીં 'friends' બહુવચન છે.Some people like cricket, other people like football.
ખાવા-પીવાની જગ્યાઓના હેતુ અને મળતી સુવિધાઓને આધારે શબ્દ બદલાય છે.Restaurant એવી જગ્યા છે જ્યાં મુખ્ય હેતુ લોકોને રાંધેલું ભોજન પીરસવાનો છે. ત્યાં બેસવાની વ્યવસ્થા અને મોટું મેનૂ હોય છે.Hotel હોટેલ એ ખાવાની જગ્યા નથી, પણ મુસાફરોને રહેવા માટેની જગ્યા છે. હોટેલમાં રૂમ, પલંગ અને બાથરૂમ જેવી સુવિધાઓ હોય છે. ઘણી હોટેલની અંદર પોતાની રેસ્ટોરન્ટ હોય છે, તેથી લોકો તેને જમવાની જગ્યા સમજી બેસે છે.Cafe એક નાની અને અનૌપચારિક જગ્યા છે.
Food(ખોરાક) શરીરને પોષણ આપતી કોઈપણ ખાવાલાયક વસ્તુ (જેમ કે શાકભાજી, ફ્ળ, અનાજ) ને 'Food' કહેવાય.Meal (ભોજન) જ્યારે તમે એક ચોક્કસ સમયે પેટ ભરીને આખું ભોજન લો છો, તેને 'Meal' કહેવાય. જેમ કે બપોરનું લંચ કે રાતનું ડિનર.Breakfast (સવારનો નાસ્તો)આ દિવસનું પહેલું 'Meal' છે. આખી રાતના ઉપવાસ (Fast)ને સવારે તોડવામાં (Break)આવતો હોવાથી તેને 'Breakfast' કહે છે.Snack(હળવો નાસ્તો) બે મુખ્ય ભોજન (Meals) ની વચ્ચે જ્યારે નાની ભૂખ લાગે, ત્યારે ખવાતી ઓછી માત્રાની વસ્તુઓ (જેમ કે વેર્ફ્સ, બિસ્કિટ, ચણાને 'Snack' કહેવાય.Dish(વાનગી) - જ્યારે ચોક્કસ પ્રકારના ખોરાક (Food) ને એક ખાસ પદ્ધતિથી રાંધીને, મસાલા ઉમેરીને ખાવા માટે તૈયાર કરવામાં આવે, ત્યારે તે ચોક્કસ વાનગીને 'Dish' કહેવાય છે. (આ ઉપરાંત, જેમાં ખોરાક પીરસવામાં આવે છે તે થાળી કે પ્લેટને પણ અંગ્રેજીમાં 'Dish' કહે છે. દાળ-ઢોકળી, સેવ-ખમણ, પનીર ટીક્કા, બિરયાની, પિઝા આ બધી અલગ-અલગ 'Dishes' છે. જે એક 'Meal' નો ભાગ હોઈ શકે છે. તમે બપોરે જમવા બેઠા છોઃ તમારી થાળીમાં જે અનાજ, શાકભાજી અને તેલ વપરાયું છે, તે Food છે. તમારી થાળીમાં રહેલી કોઈ એક ખાસ વસ્તુ, જેમ કે 'બટાટાનું શાક કે 'બાસુંદી તેએક Dish છે. બપોરના સમયે તમે જે પેટ ભરીને જમો છો, તે તમારું બપોરનું ભોજન એટલે કે Meal (Lunch) છે.
સ્ટાર્ટર કે એપેટાઈઝર જે ભોજનની શરૂઆતમાં અપાતી હળવી વાનગી છે. તેનો મુખ્ય હેતુ તમારી ભૂખને જગાડવાનો છે. આ વાનગીઓ માત્રામાં ઓછી હોય છે. સૂપ, હરભરા કબાબ, Main Course સ્ટાર્ટર પછી આવતું મુખ્ય ભોજન છે. આનાથી જ પેટ ભરાય છે. આમાં મુખ્ય વાનગીઓ પીરસવામાં આવે છે. પંજાબી કે ગુજરાતી થાળી.Dessert (ડેઝર્ટ/મીઠાઈ) મુખ્ય ભોજન પૂરું થયા પછી છેલ્લે મોં મીઠું કરવા માટે જે મીઠીગળી વસ્તુ ખાવામાં આવે છે, તે. આઈસ્ક્રીમ, ગુલાબજાંબુ, બ્રાઉની.
Climate (આબોહવા) અને Weather (હવામાન) અહી ગુજરાતી શબ્દો વાપરવામાં પણ ભૂલો થાય છે.Weather હવામાનએ કોઈપણ ચોક્કસ સ્થળની રોજબરોજની કે કલાક-કલાકની વાતાવરણની સ્થિતિ છે. દા.ત. અત્યારે વરસાદ પડી રહ્યો છે.Climate આબોહવા એ કોઈ મોટા વિસ્તારમાં લાંબા સમયગાળા (જેમ કે 30 વર્ષ કે વધુ) દરમિયાન સરેરાશ હવામાનની સ્થિતિ. દા.ત. ગુજરાતની આબોહવા સૂકી, ગરમ છે.
અશોકીઃ શબ્દો એ અરિસો છે. તમે વાપરેલા શબ્દો તમારા વ્યક્તિત્વને બહાર લાવે છે. સારા કપડાં કરતાં સારા શબ્દો તમને વધુ પ્રભાવશાળી બનાવે છે.