મધુરલાલ આત્મચિંતક હતા!શાંત અને મધુર મને લોકોના લાલ ગુસ્સાનો ઈલાજ કરતા હતા!
એમનો મુખ્ય વિષય હતો...'ગુસ્સો' !
આજકલ વાતાવરણ એટલું ગરમ છે કે ફરીઝની અંદર બેઠા હોવ તો પણ ગુસ્સો આવી જાય!ઘણાં તો બરફ્નો ગોળો ખાતા પણ ગુસ્સો કરે છે!કોલ્ડ-વોર બધે જ ચાલુ છે!એક પત્નિ એના પતિના ગુસ્સાથી કંટાળી એને ગુરુજી પાસે લાવી હતી..!!
ગુરુજી..મારા મિસ્ટરને ગુસ્સો બહુ આવે છે..એનું કંઈક કરો ને...!!' 'ગુસ્સો થૂંકી નાંખો... વત્સ!'
અહીંયા થૂંકુ...??!!' 'અહીંયા..નહીં... અહીંયા નહીં...!!'
તો ક્યાં...??!'
બહાર જઈને થૂંકો..ઓ...આ..મારું ઘર છે..ભાઈ!!'
તમે પણ જબરા..અવડચંડા છો...આ ગુરુજીનું ઘર છે...અહીંયા ગુસ્સો થુકાતો હશે..!!'
એમણે તો કીધું..થૂંકી નાંખો.!લો..હાક...થૂંઊંઊં.!!'
અહીંયા..નહીં..ઓ ભાઈ..ઓ બેનજી.. તમારા મિસ્ટરને બહાર લઈ જાવ પ્લીઝ...!!'
ગુરુજી..તમે તો ગુસ્સે થઈ ગયા!!'
હું..હું નથી થયો...હું નથી થતો...!!'
ચહેરો લાલ દેખાય છે..તમે ગુસ્સે થયા જ છો!!'
મારો ચહેરો તો પહેલેથી જ લાલ છે...!!'
એટલે જ તમને બધા મધુરલાલ કહેતા લાગે છે...!'
હું મધુર વાણીમાં શાંતિનો મંત્ર શીખવાડું છું એટલે બધા મને મધુરલાલ કહીને બોલાવે છે..!!'
ગુરુજી...મધુરવાણી અને લાલ એ બે વસ્તુ જોડે હોઈ જ ન શકે..!!'
અરે...મારે છે...!તમને કોઈ તકલીફ્ છે...?!'
જુવો..પાછા ગુસ્સે ભરાયા..!તમારો ચહેરો લાલ થઈ ગયો...!!'
નથી...થયો...!'
થયો છે...!!પૂછો..મારી વાઇફ્ને...!!
બેન..!તમને મારો ગાલ કયા એંગલથી લાલ લાગે છે..?!!'
એ તો તમારા સાનિધ્યમાં જોડાઈ ત્યારથી દરેક એંગલથી લાલ જ લાગે છે...ગુરુજી!!'
મને ખબર જ હતી..ગુરુજીના ગાલ જોઈને જ તું એમના સાનિધ્યમાં જોડાઈ છે...!મારા ગાલ ગુસ્સામાં લાલ રહે છે...એમાં તને શું ઓછું પડયું...??!હેં..!!'
લાલાશ...!!!'
મને ગુસ્સો ન અપાવીશ... લાશ પડી જશે...!!!!'
ક...ક....કોની...??!!'
ગુસ્સામાં તો કોઈની પણ પડે...!!'
સિક્યુરિટી....!આ ભાઈને બહાર કાઢો..!!'
ગુરુજી...તમે ગભરાવ નહીં.. એ ગુસ્સો કરે એટલું જ...બાકી લાશ બાશ પાડવાનું એમનું કામ નહીં..!!એમનાથી તો સેકયો પાપડ પણ ભંગાતો નથી...!!'
લાલશનું સાંભળ્યું છે...ત્યારથી મારો ગુસ્સો એક સ્ટેપ આગળ વધી ગયો છે..હવે હું પાપડ ને બદલે કોઈનું માથું ભાંગીશ...!!!'
અરે..મોટાભાઈ..પાપડ અને માથાનો ફરક સમજો!' 'ગુસ્સો આવે ત્યારે હું બંને વસ્તુ એક સમજીને ભાંગુ છું!'
હેં....??!' 'લાશ તો પડશે જ...!!'
સી..સી..ક્યુરિટી.....!!ઇઈઈ!'
ગુરુજી..ગભરાવ નહીં.. એ બોલે એટલું જ...!'
શું બેન તમે પણ...લાલાશનું કહીને મને ભરાવી દીધો...આ ગુસ્સાનું કોઈ ઠેકાણું ન હોય...!!'
તમે તો બહાર બોર્ડ..માર્યું છે..!ગુસ્સો ઠેકાણે લાવવા નીચેના ઠેકાણે મળો...!!'
સી..ક્યુરિટી..બોર્ડ કાઢી નાંખો..!!'
હું મારા પતિનો ગુસ્સો કાઢવા આવી હતી..અને તમે હવે બોર્ડ કાઢી નાખવાનું કહો છો...!!હું અભાગી હવે ક્યાં જઉં...??!!'
બીજે ઠેકાણે...!!!!!'
ગુરુજી...તમે મને આમ અધવચ્ચે છોડી દેશો..??!!'
હું..હું..તારા લાલાશ ધરાવતા ગુરુજીનો જીવ અધવચ્ચે લઈ લઈશ...!!'
બેન..તમારા પતિદેવને સંભાળો..!!'
મારાથી નથી સંભલતાં એટલે તો તમારે પાસે લાવી અને હવે તમે....??!!'
હવે..હું બીજે ઠેકાણે જતો રહું..એ પહેલાં તમારા મિસ્ટર એંગ્રીને અહીંથી બીજે ઠેકાણે લઈ જાવ...!!'
એમનો ગુસ્સે ઠેકાણે લાવો...તમે જ ઠેકાણું બદલી દેશો તો હું ક્યાં જઈશ...??!'
હું તમને મારું નવું ઠેકાણું મોકલી દઈશ...!ત્યાં..તમે એકલા જ આવજો...!!!'
એકલા......!!!આજે તો હું નહીં ક્યાં તારા ગુરુજી..નહીં... લાશ પડી જ સમજો..!!'
સી..સી...સીક્યુરિટી....!!શાંત થાવ ભાઈ...!ગુસ્સો ચિતા સમાન હોય છે!!'
આજે તમારી ચિતા પ્રગટી જ સમજો...!!!હું તો કહું છું...તમે ચિતાનો સામાન મંગાવી જ લો....!!'
ભાઈ..શાંત થાવ...પ્લીઝ..શાંત થાવ...ગુસ્સો પોતાના માટે ચિતા સમાન હોય છે...અને તમે તો મારા માટે ચિતાનો સામાન લાવવાનું કહો છો...!!'બેન..બચાવો..તમારા મિસ્ટર તો...સિક્યુ...રિઈઇ..ટીઈઈઈઈ..!!'
લાલાશની લાશ..પડશે જ...!શાંત માણસના ગાલ ઉપર આટલી બધી લાલાશ....??!'
એ તો હું..પ્રસાદમાં ખજૂરનો જ આગ્રહ રાખું છું..એટલે ....સિક્યુરી.....ટીઇઈઈ!!'
ભોળી વાઈફોને ગુસ્સાના નામે પતિદેવો વિરુદ્ધ ચઢાવો છો..આજે હું જ તમને ઉપર ચઢાવી દઉં!'
બેન બચાવો...સિક્યુરિટી....ઇઈઈ!!અરે..ભાઈ..ગુસ્સો અહીં જ થૂંકી નાંખો.. બસ...!!'
ના...!હવે..લાશ અહીં પડશે..અને ગુસ્સો બહાર જઈને જ થૂંકીશ....!!'
પ્લીઝ...તમે લાશ બહાર જઈને બીજા કોઈની પણ પાડી દેજો...પણ..મારી રિકવેસ્ટ છે કે ગુસ્સો તો અહીંયા જ થૂંકો..!!'
પહેલાં કેમ ના પાડી હતી...??!આ શાંતિગુરુજીને હવે હું આઠમા આસમાને પોહચાડીશ.. નહીં છોડું...!!પતિઓની ગુસ્સાની લાલાશ ઓછી કરવાના બહાને પત્નીઓને એકલા દર્શન આપો છો..!!લા..લાશ..!!આજે તો લાશ પડી જ સમજો..!'
સિક્યુરિટી...ઈઈઈઈ!!'
ગુરુજી..તમે ડરો નહીં... એમને શાંતિ સંદેશ આપો...જલ્દી.....!!'
દીકરા...ગુસ્સો તો સ્વર્ગની સીડી સમાન છે!!'
એ સીડી હું લઈને જ આવ્યો છું..હવે એ સ્વર્ગની સીડી ઉપર તમને ચઢાવીશ....!!'
સિક્યુરિટીઈઈઈઈ......!!ગુસ્સો બહુ ખરાબ વસ્તુ છે..મિત્ર!!વાતાવરણમાં લીન થઈ જવાનું...ગુસ્સો નહીં આવે..!!'બીજા કોઈ ભક્ત બેને વચ્ચે ઝુકાવ્યું!
ગુરુજી કહો ને લિન અને તલ્લીન વચ્ચે શું ફરક હોય છે...!!'
એક તલ નો...!'
એ ક્યાં છે..??!'
તમારા ગાલ ઉપર...!!કેટલો સુંદર છે...!!'
બુધીયો વચ્ચે આવી બોલ્યોઃગુરુજી...તમારા તલ જોઈ ગયા છે..! બેન..છેલ્લો ઉપાય બચ્યો છે..ઘૂમટો ખેંચો!!'
