જીવનમાં એક ઘડી આવે છે જ્યારે ઘોંઘાટ શાંત પડી જાય. મહત્ત્વાકાંક્ષા ઠેકાણે આવી જાય. પ્રશ્નો ચીસો પાડવાનું છોડી ધીમે ફૂસ ફૂસ કરવા લાગે. અને જે બચે તે સ્પષ્ટતા. ઘોંઘાટ ભરેલી, અચોક્કસ નહીં. શાંત, જે જાણે એ સ્પષ્ટતા.

જીવનના અંતિમ વર્ષો સૌથી સહેલા ન હોય, સૌથી આરામદાયક ન હોય આરોગ્ય ઠીક ન પણ હોય, મિત્રો ઓછા હોય, ધન પણ ઓછું હોય, છતાં આ વર્ષો જીવનના સૌથી ઉત્તમ છે. જેમ ફ્ળ પૂર્ણ પાકે ત્યારે. આખરે તમે ભૂમિકા ભજવવાનું બંધ કરો છો ખુદને ઘડયા કરવાનું, 'સારા વિદ્યાર્થી' બનવાનું, 'સારા જીવનસાથી' બનવાનું. દરેક ઓરડામાં જઈ ત્યાંના અપેક્ષા પ્રમાણે ખુદની અળ ઉભી કરી ખુદ ન રહ્યા, બીજાઓ ઇચ્છે તે બન્યા. આખું અસ્તિત્વ લોકોની અપેક્ષાઓ ઉપર ટકેલું - આખરે ફ્ક્ત તમે.

આ જ વાત તમારા જીવનસાથીને પણ લાગુ પડે. તેમણે ન હસવું હોય ત્યારે પણ હસ્યા, ખરેખર સહમત ન હોય ત્યારે પણ 'આપણા જ જેવા' કહ્યું, અને દરરોજ ઘણી રીતે ઘૂંટયા, સમાજ અને સ્વજનોની અપેક્ષા પૂરી કરવા.

હવે જ તમે સ્વતંત્ર છો, જે ઇચ્છો તે કરવા, અને જે ઊર્જા ખૂટવે તે છોડવા. ફ્ક્ત તે જ કામ કરો જે તમને ઉજ્જ્વળ બનાવે. ન શાળા, ન ઑફ્સિ, ન ભૂમિકા, ફ્ક્ત ખુદ. ચિત્ર દોરો, સંગીત વગાડો, ગાઓ અને એ લોકો સાથે રહો જેઓ ખરેખર ગમે.

છેવટે તમે નિઃશર્ત પ્રેમ કરી શકો છો. પહેલાં પ્રેમ એટલે જરૂરિયાત સ્વીકૃતિ, સુરક્ષા, સાથ. અને તેની નીચે ભય, વહાલું ગુમાવવાનો, એકલા પડવાનો, પૂરતા ન હોવાનો. ઉંમર વધે તેમ ભય ઓછો થાય. ઘણા ભયો જીવ્યા, ઘણી વાર એકલા રહ્યા અને ટક્યા. સ્વીકૃતિ ઝંખવાનો થાક આવ્યો. હવે નહીં.

હવે પ્રેમ અલગ છે. આપે, બદલામાં કોઈ અપેક્ષા નહીં. બાળકો જેવા છે તેવા જ સ્વીકારે. ન ઝઘડો, ન શરત, ન ઇરાદો. ફ્ક્ત 'હું તને પ્રેમ કરું છું' અને પ્રેમ. જ્યાં કોઈ શરત ન હોય ત્યાંથી.

યુવાનીનો પ્રેમ ભડભડ બળતા અગ્નિ જેવો ઇંધણ ખેંચે, બાળે, ભસ્મ કરે. વૃદ્ધાવસ્થાનો પ્રેમ અગ્નિ ઠર્યા પછીના ગરમ પથ્થર જેવો. ન જ્વાળા, ન નાટય. ફ્ક્ત ઊંડી ઊષ્મા જે ટકાવી રાખે. આ ઊષ્મા, સૂઝભર્યાં વર્ષોની ભેટ.

આખરે ખ્યાલ આવે છે ખરેખર શું મહત્ત્વ ધરાવે. ન ધન, ન હોદ્દો, ન પ્રતિષ્ઠા. ચલાવેલી ગાડી, ભોગવ્યો હોદ્દો, મળેલી તાળીઓ, સગળું ઝાંખું પડી જાય. મહત્ત્વ ધરાવે, લોકો. ક્ષણો. ઝાલ્યો હાથ. વહેંચાઈ ખામોશી. 'હું અહીં છું' - આ જ ટકે છે. મહત્વનું છે, ગંભીર રીતે બીમાર મિત્રની બાજુમાં બેસવું અને તેની સાથે સહાનુભૂતિ દર્શાવવી, મદદનો હાથ લંબાવવો, તેને આશા આપવી! આ જ મહત્વનું છે

દુઃખની વાત, આપણા પાસે ઘણા સાચા ઓજારો હતાં, પણ માળખુ ખોટું ઊભું કર્યું. જ્યાં પૂલ બાંધવો હતો ત્યાં દીવાલ ઊભી કરી. જ્યાં સંબંધ ઘડવાના હતા ત્યાં ઉપલબ્ધિઓ ઊભી કરી. એક શ્રીમંતને બ્રેઇન સ્ટ્રોક આવ્યો. કોઈ મિત્ર ન આવ્યું. નેટવર્ક ન આવ્યું. પણ પથારી પાસે બેઠેલી નર્સ આવી.

હજી વખત છે, એવા સંબંધો ઘડવાનો. જેમને મહત્ત્વ આપો તેમને સાંભળો, બાળકો, પૌત્રો, વહાલા મિત્રો. સુધારવા, સલાહ આપવા, યા પોતાનો વારો આવવાની રાહ જોયા વિના, ફ્ક્ત સાંભળો.

ચાળીસે જે શીખે તે ભાગ્યશાળી, દાયકાઓ મળ્યા, જે પ્રમાણે જીવવા. સત્તરે જ્ઞાની. જ્ઞાન એટલે સાચો ઉત્તર જાણવું નહીં, સાચા સમયે જાણવું અને તે પ્રમાણે જીવવાની હિંમત. તમારી પાસે કદાચ બધો વખત ન હોય પણ જેટલો જોઈએ તેટલો છે. એ અલગ ગણિત છે. ગણતરી નહીં ધ્યાન. જીવન થવા દો નહીં, જીવવાનું પસંદ કરો.

ધ્યાન આપો તો સમય ક્યારેય વ્યર્થ નથી. સૂર્યાસ્ત સાચી રીતે જોવામાં ગાળેલી ક્ષણ ખોવાઈ નથી. પૌત્ર-પૌત્રીની વાત ખરેખર સાંભળવામાં ગાળેલો કલાક ગુમ નથી. સમય ત્યારે જ ખોવાય છે જ્યારે ઉતાવળ અને બેધ્યાનીમાં જીવ્યા હો. ઉતાવળ ન કરો. જીવન દોડ નથી. કોઈ ફિનિશ લાઇન નથી જ્યાં ભાગવું હોય. ધીમે ચાલો. ધ્યાન આપો.

પ્રકાશ કેવી રીતે દીવાલ પર પડે છે તે જુઓ. કોઈનો અવાજ કેવી રીતે બદલાય છે જ્યારે તેઓ ગમતી વસ્તુ વિશે બોલે છે તે જુઓ. તમારું ખુદનું શ્વાસ. જાગૃત જીવો - સભાન, સાવધ, સ્પષ્ટ.

તમારું જીવન હજી પણ શીખવે છે. દરેક દિવસ તમે બતાવો છો, કેવી રીતે ઘડયા થવાય, કેવી રીતે નુકશાન સામે ટકી રહેવાય અને આગળ વધાય. સમાજને બતાવો છો કે કેમેરા બંધ હોય ત્યારે સારો માણસ કેવો દેખાય. યુવાનોને બતાવો છો, તમામ કષ્ટ પછી પણ, અહીં રહેવું સાર્થક છે.

જ્યારે કોઇ પીડામાં હોય ત્યારે તેની પાસે જવું, ચૂપ બેસવું, સાંભળવું, આ પણ એક ઊંડી સેવા છે. ક્યારેક શબ્દો ખૂટી જાય, ત્યારે ઉપસ્થિતિ જ ઉત્તર છે.

ઢળતી સંધ્યા જોઇ, ચૂપ કૃતજ્ઞ બેઠા, તો એ બતાવો છો. કૃતજ્ઞતા સંક્રામક છે. ઉપસ્થિતિ સંક્રામક છે. તમે પૂર્ણ થયા નથી. આ ઉપસંહાર નથી. આ જીવનનો અગત્યનો અધ્યાય છે, જ્યાં જે જીવ્યા, તે બીજાઓને આપવાનો વખત.

86 વર્ષનો માણસ કદાચ ચાલી ન શકે, શ્રમ કે કૌશલ ન આપી શકે, પણ ઉપસ્થિતિ આપી શકે. સાક્ષી બની શકે. લોકોને નુકશાન પહોંચાડયા વિના પ્રેમ કરી શકે. દુઃખ સામે કડવાશ વિના ટકી શકે. આ એક વિરળ કૌશલ છે, અને યુવાનો તેમાંથી ઘણું શીખી શકે છે.

નાની ઉંમરના લોકો તમારી પાસે આવે છે. એ સવાલો લઈ આવે છે જે સ્વજનોને પૂછી શકતા નથી. અને પાછા જાય છે - આશા લઈ કે સઘળું ઠીક થઈ જશે. આ તમારું સૌથી મોટું યોગદાન છે, તમે ઊભી કરેલી ઇમારતો અને મેળવેલી સિદ્ધિઓ કરતાં પણ મોટું.

યુવાનો પાસે ઉર્જા છે પણ આગળના રસ્તા વિશે મૂંઝવણ છે, તમારી પાસે સ્પષ્ટ નકશો છે, તે તેમની સાથે શેર કરો.

ઇમારતો ઢળે. કંપનીઓ વેચાય. પણ જે રીતે તમે કોઈને સુરક્ષિત, જોયાં અને પ્રેમ્યાં અનુભવાવ્યા, તે આગળ વધે છે. યુવાનો કંઈક લઈ જશે, જે તમે નહીં જુઓ, પણ જે લાંબો સમય ટકશે. બીજ વાવો જેની છાંયે તમે નહીં બેસો. આ જ સુંદર સોદો છે, જે અમુલ્ય છે.

ભારતમાં, લગભગ 55% થી 60% વસ્તી તેમના 70મા જન્મદિવસ સુધી જીવે છે. તે જૂથમાંથી, લગભગ 25% થી 30% લોકો જ તેમના 80 ના દાયકા સુધી ટકી રહે છે. તમે તે ભાગ્યશાળી જૂથમાંથી છો. કૃતજ્ઞ બનો અને જીવનને સંપૂર્ણ રીતે જીવો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારા સોનેરી વર્ષોનો આનંદ માણો.