આજની બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં શિક્ષણ પદ્ધતિ માત્ર જ્ઞાન આપવાનું સાધન ન રહેતાં, દેશની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક રચના ઘડતી શક્તિ બની ગઈ છે. વૈશ્વિક સ્તરે વિવિધ દેશોએ પોતાની શિક્ષણ પ્રણાલીઓથી સફ્ળતા મેળવી છે, પરંતુ ફ્નિલેન્ડનો સામાજિક વિશ્વાસ, જાપાનની શિસ્ત કે સિંગાપોરનું પરિણામલક્ષી આયોજન જેવાં મોડેલ ભારત જેવા બહુભાષી અને વૈવિધ્યસભર દેશ માટે સીધા લાગુ કરી શકાય નહીં. હજારો વર્ષ જૂનો સમૃદ્ધ જ્ઞાનવારસો ધરાવતા ભારતે વિદેશી પદ્ધતિઓની આંધળી નકલ કરવાને બદલે વૈશ્વિક પ્રયોગોના શ્રોષ્ઠ તત્ત્વોને ઓળખી, પોતાના ભૂલાયેલા શિક્ષણમૂલ્યો સાથે સરખાવીને સ્થાનિક પરિસ્થિતિ મુજબના મૌલિક અને વ્યવહારુ ઉકેલો ઘડવા જરૂરી છે.  

કોઈપણ શૈક્ષણિક વ્યવસ્થાની સફ્ળતાનો પાયો શિક્ષકની વ્યાવસાયિક સ્વાયત્તતા અને વિદ્યાર્થીની ગહન વિષય-સમજ પર ટકેલો હોય છે. ફ્નિલેન્ડનું શૈક્ષણિક મોડેલ વિશ્વભરમાં શિક્ષકો પરના વિશ્વાસ અને તેમની સ્વાયત્તતા માટે ઓળખાય છે. શિક્ષક માત્ર સરકારી નીતિઓ અને કાગળ પરના પાઠયક્રમનો અમલ કરનાર કલમ-કર્મચારી નથી, પરંતુ એક સ્વાભિમાની વ્યાવસાયિક શિક્ષણવિદ્ છે. પ્રાચીન ભારતીય ગુરુ-શિષ્ય પરંપરામાં પણ શિક્ષકનું સ્થાન ઘણું ઊંચું અને પથદર્શક તરીકેનું હતું. આજના ભારતીય શિક્ષકોને બિન-શૈક્ષણિક બોજમાંથી મુક્ત કરીને તેમનો સુનિશ્ચિત 'શિક્ષણકાર્ય સમય' સુરક્ષિત કરવો અનિવાર્ય છે. સિંગાપોરની ક્કમાસ્ટરીક્ર પ્રણાલી આપણને શીખવે છે કે શિક્ષણનો સાચો માપદંડ ક્કકેટલા પ્રકરણો પૂરાં થયાં? એ નહીં, પરંતુ વિદ્યાર્થી વિષયને કેટલો ઊંડાણપૂર્વક સમજ્યો અને જે શીખ્યો તે નવી પરિસ્થિતિમાં પુનઃ ઉપયોગ કરી શકે છે? તે હોવું જોઈએ. 

શિક્ષણની સાર્થકતા બાળકનું સચ્ચાઈપૂર્ણ ચારિર્ત્ય નિર્માણ કરવામાં અને તેને આત્મનિર્ભર બનાવતા વ્યવસાયિક કૌશલ્ય વિકસાવવામાં રહેલી છે. જાપાનની શાળા પદ્ધતિમાં મૂલ્યશિક્ષણ માત્ર એક અલગ પિરિયડ કે પ્રાર્થના સભાના સૂત્રો સુધી સીમિત ન રહેતાં, શાળાના સમગ્ર વાતાવરણ, સ્વચ્છતા અને શિસ્તબદ્ધ જીવનશૈલીમાં વણાયેલું હોય છે. આપણે શ્રમનું ગૌરવ અપનાવીને, ક્કચાઈલ્ડ લેબરક્રના ભયનું લેબલ હટાવીને વિદ્યાર્થીઓમાં મૂલ્ય-આધારિત વર્તન વિકસાવવા માટે શાળાની સ્વચ્છતા, સામાજિક સેવા, પર્યાવરણ રક્ષણ અને વૃદ્ધોની સંભાળ જેવા વાસ્તવિક પ્રયોગોને શૈક્ષણિક પોર્ટફોલિયો અને પરિણામ પત્રકનો ભાગ બનાવવો પડશે. આ સાથે, જર્મનીની જાણીતી 'ડયુઅલ સિસ્ટમ' પાસેથી શીખીને વ્યવસાયિક શિક્ષણને સામાન્ય શિક્ષણ જેટલું જ સામાજિક ગૌરવ આપવું પડશે. ભારતનો ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે આપણી પાસે શિલ્પ, કૃષિ, સ્થાપત્ય અને ધાતુકામની જીવંત કૌશલ્ય પરંપરાઓ હતી. શરૂઆતથી જ દરેક વિદ્યાર્થી માટે વિજ્ઞાન કે સાહિત્યની સાથે એક કૌશલ્ય કે હુન્નર ફરજિયાત કરી સ્થાનિક કારીગરો, લઘુ ઉદ્યોગો અને સેવા સંસ્થાઓને શિક્ષણના સક્રિય ભાગીદાર બનાવવા જોઈએ, જેથી કૌશલ્ય શિક્ષણ કાગળ પરથી ઉતરીને જીવનમાં સાકાર થઈ શકે.   

21મી સદીના આધુનિક ટેક્નોલોજીના યુગમાં, એસ્ટોનિયા જેવા દેશો પાસેથી ડિજિટલ માળખું અપનાવતી વખતે ભારતે માત્ર સાધનો આપવાને બદલે 'ડિજિટલ વિવેક' અને એ.આઈ.ની સાક્ષરતા કેળવવા પર ભાર મૂકવો પડશે. ધોરણ 6 થી જ વિદ્યાર્થીઓને માહિતી શોધવી, સ્ત્ર્રોતની સત્યતા તપાસવી અને કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા મળેલા જવાબોનું પૃથક્કરણ કરતા શીખવવું એ આજના શિક્ષણનું મુખ્ય કાર્ય છે. આ ઉપરાંત, ન્યૂઝીલેન્ડની જેમ શીખનારની સક્રિય ભાગીદારીના વિચારને અપનાવીને બાળકોને પોતાના શીખવાના નિર્ણયોમાં ભાગીદાર બનાવવા જોઈએ. સ્વ-પસંદગીના પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીમાં ક્ષ્મારે શું શીખવું છે? તેવો સદ્પ્રશ્ન જાગશે. નેધરલેન્ડ્સની જેમ શૈક્ષણિક માર્ગોમાં લવચીકતા લાવી, ક્રેડિટ-આધારિત શિક્ષણ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીને ગણિત સાથે સંગીત, વિજ્ઞાન સાથે કૃષિ કે ભાષા સાથે ડિઝાઇન જેવા વિવિધ વિષયોના સંયોજનો પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ.   

કોઈપણ શિક્ષણ પ્રણાલી બાળકના માનસિક સ્વાસ્થ્ય અને પર્યાવરણીય સંવેદનશીલતાના ભોગે સફ્ળ થઈ શકે નહીં. ડેનમાર્ક અને નોર્ડિક દેશોની જેમ શાળાના વાતાવરણમાં ગુણવત્તા અને સ્કોરની સાથે બાળકની માનસિક સુખાકારી, દરેક વિદ્યાર્થી માટે ફરજીયાત એક રમત-ગમત, કલા અને શાંત વાંચનને દૈનિક સમયપત્રકમાં પૂરતી જગ્યા મળવી જોઈએ. આ સાથે કેનેડાના ક્કસમાવેશી શિક્ષણ પ્રતિમાન અનુસાર દરેક દિવ્યાંગ કે પ્રથમ હરોળના વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ શૈક્ષણિક સહાય યોજના હોવી જોઈએ, જેથી સમાવેશી શિક્ષણ માત્ર કાગળ પર ન રહેતા વર્ગખંડમાં અનુભવાય. પ્રકૃતિ સાથેના જોડાણ અંગે ઓસ્ટ્રેલિયાના ક્કવર્ગખંડની બહારના શિક્ષણ'ની જેમ શિક્ષણને ચાર દીવાલોમાંથી બહાર લાવી જીવંત બગીચાઓ અને પર્યાવરણીય પ્રયોગો સાથે જોડવું જોઈએ.

વૈશ્વિક સ્પર્ધાના યુગમાં શિક્ષણમાં રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા અને ટેક્નોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ અનિવાર્ય છે. દક્ષિણ કોરિયા પાસેથી શિક્ષણ પ્રત્યેની રાષ્ટ્રીય ગંભીરતા અને શૈક્ષણિક મહેનત શીખવા જેવા છે, પરંતુ અતિશય પરીક્ષાકીય તણાવ અને અંધાધૂંધ સ્પર્ધાની મર્યાદાઓથી સાવચેત રહેવું પણ તેટલું જ જરૂરી છે. શાળાનો માપદંડ માત્ર બોર્ડના ટકા નથી, પરંતુ બાળકની સર્જનાત્મકતા, હાજરી અને માનસિક સ્વસ્થતા હોવા જોઈએ. સિંગાપોર અને યુ.એ.ઈ.ની જેમ એ.આઈ.ને શિક્ષકના એક સક્ષમ સહાયક તરીકે સ્વીકારીને શાળાઓમાં એ.આઈ.ના નીતિમત્તાપૂર્ણ ઉપયોગ, સાહિત્યિક ચોરી અટકાવવા અને સત્યતા ચકાસણી અંગે સ્પષ્ટ શૈક્ષણિક નીતિઓ ઘડવી જોઈએ. ફ્નિલેન્ડની જેમ ગૃહકાર્યનો અર્થહીન જથ્થો વધારવાને બદલે પરિવાર અને સમાજ સાથે સંવાદ સાધતા ગુણવત્તાસભર ગૃહકાર્યો આપવા જોઈએ. ઇઝરાયેલની જેમ વર્ગખંડમાં પિન-ડ્રોપ સાયલન્સ જાળવવા કરતાં પ્રશ્ન પૂછવાની, તર્ક કરવાની અને વાદ-વિવાદ કરવાની સંસ્કૃતિને પ્રોત્સાહન મળવું જોઈએ, જે પ્રાચીન ભારતીય શાસ્ત્ર્રાર્થ અને ઉપનિષદિક પ્રશ્નોત્તર પરંપરાની યાદ અપાવે છે.   

અંતતઃ, 21મી સદીમાં શિક્ષણનો સાચો અર્થ કેવળ 'માહિતી' એકત્ર કરવી નહીં પરંતુ 'વિવેક' પ્રાપ્ત કરવો છે. ફ્રાન્સના મોડેલ મુજબ આંતરશાખાકીય અભ્યાસ દ્વારા વિષયો વચ્ચેની કૃત્રિમ દીવાલો તોડવી અને સ્વિટ્ઝર્લેન્ડની 'એપ્રેન્ટિસ' પ્રણાલીથી ઉદ્યોગ અને શાળા વચ્ચે મજબૂત ભાગીદારી ઊભી કરવી જોઈએ. ન્યૂઝીલેન્ડના સ્થાનિક જ્ઞાનના સન્માનની જેમ ભારતના દરેક પ્રદેશના પરંપરાગત જ્ઞાન, લોકકળા, ખેતી પદ્ધતિ અને ઔષધીય વારસાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ચકાસી કમ્મ્યુનિટી નોલેજ એટલાસ' તૈયાર કરવો જોઈએ, જેથી આપણો વારસો અંધશ્રદ્ધા નહીં પરંતુ સંશોધનનો ભાગ બને. 

ભારતની આગામી શૈક્ષણિક ક્રાંતિ કોઈ નવી ડિજિટલ એપ, નવી પરીક્ષા પદ્ધતિ કે ભવ્ય ઇમારતોથી નહીં, પરંતુ શિક્ષણ વિશેની આપણી પાયાની માનસિકતા બદલવાથી આવશે. બાળક શાળાએથી પાછો ફરે ત્યારે તેને કસોટીમાં કેટલા ગુણ આવ્યા? તે પૂછવાના બદલે, આજે શું નવું શીખ્યા?, શું વિચાર્યું?, શું નવું સર્જ્યું? કે કોઈની મદદ કરી? જેવા પ્રશ્નો પૂછવાની શરૂઆત કરવી પડશે. વિશ્વની શાળાઓ આપણને નવી પદ્ધતિઓ અને દિશાઓ બતાવી શકે છે, આ માટે વાચકોએ પ્રત્યેક દેશની શિક્ષણ પ્રણાલીનો અભ્યાસ કરવો જરૂરી છે. જે વર્તમાન ડીજીટલ યુગમાં સરળ પણ છે અને પ્રત્યેક દેશની શિક્ષણ પ્રણાલી ઉપર લેખમાળા પણ થઇ શકે. પરંતુ ભારતે કોઈ દેશની પ્રતિકૃતિ બનવાની જરૂર નથી. આપણી સાચી શૈક્ષણિક સિદ્ધિ ત્યારે જ ગણાશે જ્યારે આપણે વિશ્વની ઉત્તમ પ્રણાલીઓ અપનાવીને પોતાના સમૃદ્ધ મૂળમાંથી એવું કંઈક શ્રોષ્ઠ સર્જીએ, જેનેઆવતીકાલે આખું વિશ્વ ભારત પાસેથી શીખવા આતુર બને.