નવરાત્રિમાં ઝેન ઝીની સુરક્ષા વ્યવસ્થામાં નવા પ્રકારની વ્યવસ્થા ગોઠવાશે! ઇંગ્લીશ બોલતી પોલીસ પ્રોટેક્શન ટીમ ગોઠવાશે! 'ઇંગ્લીશ'ના આપણા ગુજરાતમાં ખૂબ બધા અર્થ છે!આ પાવન પર્વમાં આપણે ઇંગ્લીશ દ્રાવણની એબીસીડી અંગે બિલકુલ વિચારવાનું નથી!ઇંગ્લીશ શબ્દો બોલતી હાઈ લેંગ્વેજ સુરક્ષા અંગે થોડુંક વિચારીએ!કેવી હશે ઇંગ્લીશ બોલતી પોલીસ!ઇંગ્લીશ જોડે પબ્લિક-સુરક્ષા કર્મીઓને લેણું છે જ..બોલવામાં વાંધો નહીં આવે.!!
ઇંગ્લીશના દ્રાવણીક વહીવટમાં હોઠ આડા કાન જેવું આપણે જોતા આવ્યા છીએ!હવે નવી યંગ એનર્જેટિક જનરેશન પોલીસ ઇંગ્લીશ બોલતી હશે ત્યારે જોવાની કેવી મજા આવશે..!વહીવટી તંત્રને કદાચ ડર હોય આ ઝેન ઝી ચાલુ ગરબે કોડવર્ડમાં સંગીત સાથે વાતો કરી તાલ બદ્ધ આંદોલન કરવા લાગે તો?!દાંડિયા ઉપર ટોટલ નજર રહેવાની છે!ઝેન ઝીને ઓન ધ સ્પોટ ડાયવર્ટ થતા આવડે છે!ચાલુ દાંડિયા રાસે નવા પ્રકારનું આંદોલન શરૂ કરી દે તો?!આંદોલનના નવા પ્રકારો નવી જનરેશન જન્મતા સાથે શીખીને આવી હોય એવા દ્રશ્યો આપણે જોઈ ચુક્યા છે!
આપણા નાઇન્ટિના નોટી ઝીણુંદાદા કહે છે..
બધું સુરક્ષિત રાખવું જ હોય તો..ઇંગ્લીશ બોલતી પોલીસ ઉપરાંત...સુરતી બોલતી પોલીસ પણ સુરત વલસાડ થી આયાત કરાવવા જેવી છે!ઝેન ઝી ની ભાષા સામે
જવાબ એ જ ભાષામાં દેવા સુરતી છાંટ જરૂરી છે..!
વીસ બાવીસ વર્ષ જૂની આ નવતર ઇન્ડિયાની જનરેશનને ઉંમર ગેપ નથી નડતો!પંચોતેરના દાદા કે નેવું વર્ષના ડોહા બધું એમના માટે સરખું જ હોય એવી ભાષા આપણે સાંભળી ચુક્યા છીએ!ઇંગ્લીશમાં ટ્રાન્સલેટ કરેલી સુરતી ગુજરાતી ની બુક પબ્લિશ કરવા જેવી છે!સુરતી ભાષા ભારતની સૌથી મીઠી લેંગ્વેજ માં સ્થાન ધરાવે છે..કારણ હસતા બોલાય છે!ડિપ્રેશન બ્રેક કરે છે..બોલનાર અને સાંભળનાર બંને જણનું! ઝેન ઝી ઉપર ઝીણુંદાદાએ ગાળ ખાધા પછી એક રિસર્ચ કરેલું છે!મોબાઈલના ડિજિટલિયા જ્ઞાનમાં વર્તનની ભેળપુરી થઈ ગઈ છે!વિસ સેકન્ડની ક્લિપિંગ જોતા પેશન પણ વિસ સેકન્ડથી વધારે નથી રહેતું! ઝેન ઝીનો કોઈ વાંક જ નથી..જન્મથી જ વિસ સેકન્ડ અને હવે દસ સેકન્ડની ક્લિપિંગ જોતા મોટા થતા એમની ભાવનાઓ દર વિસ ત્રીસ સેકન્ડમાં શેરબજારની જેમ ઉછળ કુદ થતી રહે છે!'પહેલી ક્લિપિંગ.. પોલિટિકલ..બીજી હાસ્યની..ત્રીજી હેલ્થ...ચોથી જ્યોતિષની..પાંચમી રોકાણની..છઠ્ઠી ધાર્મિક.. સાતમી આઠમી અન્યાયની..નવમી ગેઝેટ પબ્લિસિટી..દસમી ફેશનની.. અગિયારમી ધાર્મિક ગુરુની..બારમી તેરમી દુર્ઘટનાની..ચૌદમી પોલિટિકલ..પંદરમી પાછી રિપીટેડ... એમના મનમાં પૂનમ સુધીમાં તો વિચારોની ભરતી ઉછળતી થઈ ગઈ હોય!આગલી ક્લિપિંગ જોઈ હસ્યાં...દસમી ક્લિપિંગના દશેરા સુધીમાં ત્રણ વાર આક્રોશ...ત્રણ વાર રુદન..બે વાર ફ્ટિનેસ..એક વાર પોલિટિકલ અર્ધસત્ય બતાવતી ક્લિપિંગ જોઈ દશેરા સુધીમાં એમના મનો પ્રદેશ ઉપર દસ પ્રકારના વિવિધ પ્રહારો થઈ ચૂક્યા હોય..!આઘાત આવે અને પ્રત્યાઘાત બતાવે એ પહેલાં નવી ક્લિપિંગ જોઈ લીધી હોય...
ત્રીજી ક્લિપિંગનો આઘાત કોમેડી ક્લિપિંગ જોયા પછી પણ આવી શકે!અને પાંચમી ક્લિપિંગમાં જોયેલું હાસ્ય દસમી ક્લિપિંગની કોઈ દુર્ઘટના જોયા પછી હસતા હસતા પણ આપી શકે...!ઝેન ઝી નો કોઈ વાંક જ નથી!ડિજિટલ યુગમાં હાથમાં મોબાઈલ ગાઈડન્સ સાથે મોટા થતા એમના દ્વારા અજાણતા ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ આઉટ ઓફ્ કંટ્રોલ ઓટોમેટિક થઈ ગયો હોય એવા દ્રશ્યો જોવા મળે છે..!આઘાત અને પ્રત્યાઘાત સરખા અને વિરુદ્ધ દિશામાં હોય એવું નિર્જીવ વસ્તુઓ પણ માને છે!નવો યુગ આઘાતનો પ્રત્યાઘાત મોબાઈલ જે દેખાડશે..જે લાગણી અપાવશે એ મુજબ આપે છે!હવે..આઘાત સામે પ્રત્યાઘાત નહીં પણ ડબલ આઘાત મળી શકે છે!
Aiના ડુપ્લીકેટ વિડીઓમાં દરેક મનુષ્યની ધ્વનિ એક સમાન અને ચહેરા પણ મળતા આવે છે..ઉંમર બાધનો ફરક એમના માટે અજાણ બની ગયો છે!રોડ ઉપર કોઈ ઝેન 'ડી'(નેવું વર્ષ!!) જો કોઈ ઝેન ઝી જોડે ભટકાઈ જાય..તો સીધી ઇંગ્લીશ આઉટ ઓફ્ ડીકસનરી વર્ડ જ સાંભળવા મળે..!એમના આક્રોશ માં હમ ઉંમર અભિવ્યક્તિ હોય છે..મોટાભાઈ...!એમના માટે બધા સરખા..!ai પાસેથી રીપ્લાય લેશન ઝેન એ.બી.સી.ડી. બધાએ લેવું પડશે..!પગે લાગીને પણ ઘરડા ઘરમાં મોકલી શકવાનું 'અન-ઇવન' પ્રકારનું લાગણીઓની અભિવ્યક્તિનું જોખમ જૂની જનરેશન પર તોળાઈ રહ્યું છે!આવનારી પેઢી ઉપર 'gb' નું જોખમ વધારે છે!(gb..એટલે 'ગાંડા બાવળ'!!જેટલા gbવધારે વાપરો એટલા મનો પ્રદેશમાં ગાંડા બાવળ વધારે ઊગી નીકળે!)
મોબાઈલ જોડેથી Gb જ્ઞાન લેતા જનરેશનબોલ્ડ બની ગઈ છે!અઢાર વર્ષનું જાણવાનું જ્ઞાન વિકસિત મનો વિભાગમાં આઠ વર્ષની ઉંમરમાં આવે તો બીજું થાય શું!
જે ઉંમરે મુગ્ધતા હોવી જોઈએ એ ઉંમરે પરિપક્વતા દર્શન આપી દે!આપણી જનરેશન 'ડી' મૂંઝાઈ જાય..એમને લાગે કે આ લોકો ઘરડા થશે ત્યારે યુનિવર્સની ચમત્કારિક શક્તિને પણ નહીં ઘણે!વાંક 'ઝેન ઝી' નો છે જ નહીં...હાથના ડિજિટલ રમકડાનો છે...જ્યાંથી નવા મગજ ઉપર કંટ્રોલિંગ ચાલી રહ્યું છે..ચારે તરફ્થી....!!આપણી જનરેશન આક્રોશમાં વડીલોને વધુને વધુ..'તમને ખબર ના પડે..ખૂણામાં બેસી રહ્યો બોલતી હતી..હવે...પાંચમા રંગની વેસ્ટ ટોપલીમાં સ્થાન મળે એ પહેલાં ન્યુટનના આઘાત પ્રત્યાઘાતના બેલેન્સને જાળવી રાખવાની ટેક્નિક જૂની પેઢીઓએ શીખવી રહી!બધું હાથમાં જ હોય ત્યારે...અને બધું હાથમાં જ ધરી દો.. તો પૃથ્વીની ધરી પણ હલી જાય!મુઠ્ઠી વળી જ જાય મોટાભાઈ!ઝેન ઝી નો કોઈ વાંક જ નથી..બધું મોબાઈલ યુગમાં એમના હાથમાં આવી ગયું..એ જ વાંક..! રેઈન ડાન્સ કરતા આંદોલન...જોયા પછી!સમજાઈ જવું જોઈએ કે..ડેટામાં બેટાના પ્રત્યાઘાત આડા અવળા આવી રહ્યા છે..હાચુ કહું છું..ઝેન ઝી તો તદ્દન નિર્દોષ છે!
'વોટ આર યુ ડુઈંગ...?!ઓન રોડ ગરબા...?!'
'યુ...બીપ..બીપ...ઓન રોડ લૂંટતા...વાઈ વી સુડ નોટ પ્લે ઓન રોડ ગરબા...!'
'ટ્રાફ્કિ ઝામ ઓન..રસ્તા.. સ્ટોપ ગરબા..ઓન રોડ!'
'મિસ્ટર સર..યુ આર નોટ કંટ્રોલિંગ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટ્રાફ્કિ મેનેજમેન્ટ..ટવેલ ઓ ક્લોક ટાઈમ ઓવર..એન્ડ લાસ્ટ ફોર અવર્સ માય ખેલૈયા ટિમ ઝામ ઇન રોડ...ઇન ધ કાર...નાઉ ટેલ મી...વોટ વી કેન ડુ..?!'
'ધીસ ઈઝ ઝીબ્રા ક્રોસિંગ...નોટ પ્લે ગરબા ઓન રોડ..સ્ટોપ...ધેટ..નાઉ ગીવ પેનલ્ટી..'
'ફાઈવ થાઉઝન્ડ ફાધર અરનીંગ ગ મની સ્પેન્ડ ઈન પાર્ટી પ્લોટ પાસ..ટ્રાફ્કિ નોટ અ સિંગલ ઈંચ પાસ..આ ફાઉન્ડ ન્યુ પાર્ટી પ્લોટ ઓન રોડ...પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ..પ્લે ધ મ્યુઝિક..એય હાલો...હેલો...બધા હાલો..'
'આ શું બોલ્યા કાંઈ હમજ ન પડી...'
બુધીયો બોલ્યોઃ'ઇંગ્લીશ વહીવટ અઘરો જ હોય..!દ્રાવણનો ઇઝી હોઈ શકે શબ્દોનો અઘરો જ હોય!રમવા દો...એમને..આ જનરેશનને સમજવાના કલાસ ગોઠવો...એમનો એટલો જ વાંક..એમને શું અને કેવું હોવું જોઈએ એની બધી ખબર છે...અઢાર પહેલાં જ...!'
આ ગોઠવ્યું છે..કુદરતે મોટાભાઈ!ઇંગ્લીશ નહીં પણ ઝેન ઝી ને સમજવાનો કલાસ ગોઠવવાનો ટાઈમ આવી ગયો છે...નહિતર બધાના કલાસ લેવાઈ જશે..નક્કી!