રોહિત પટેલ : ભૂતપૂર્વક શિક્ષક : દાંતીવાડા : સરકાર પ્રવેશોત્સવ કરે છે, પણ સરકાર એ કેમ નથી વિચારતી કે જેટલા બાળકો પ્રવેશ લે એટલા બહાર પડે. આ માટે શું કરવું જોઈએ?
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ વધારવા માટે વર્ષ 2002થી' શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'ની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનના સકારાત્મક પરિણામો પણ મળ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર, પ્રાથમિક સ્તરે નામાંકન દર લગભગ 100 ટકા સુધી પહોંચ્યો છે વર્ષ 2026માં પણ કરોડો રૂપિયાના દાતાઓનાં સહયોગ અને ઉત્સવના માહોલ વચ્ચે લાખો બાળકોને બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો છે.પરંતુ, માત્ર ઉત્સવો યોજીને આંકડાઓ દ્વારા ગૌરવ લેવું કે સફ્ળતા નક્કી કરવી એ પૂરતું નથી. વાસ્તવિક ચિત્ર ત્યારે બદલાય છે જ્યારે બાળક શાળાના દરવાજેથી પ્રવેશીને પૂરા વર્ષ દરમિયાન વર્ગખંડમાં નિયમિત બેસે, તમામ ધોરણોનો અભ્યાસ કરે અને પાયાનું જ્ઞાન મેળવે.
નીતિ આયોગ અને કેન્દ્ર સરકારના તાજેતરના Sustainable Development Goals(SDG)Progress Reportમાં ગુજરાતના શિક્ષણ જગતની એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. આંકડાકીય સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં ધોરણ 12 પૂર્ણ કરવાનો દર માત્ર 50.82 ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ 61.14 ટકા કરતાં 10.32 ટકા ઓછો છે. તેનો સીધો અર્થ એ થાય કે પ્રવેશોત્સવ વખતે ધોરણ 1માં ઉત્સાહભેર દાખલ થતા બાળકોમાંથી દર બે બાળકે એક બાળક ધોરણ 12 સુધી પહોંચતા પહેલા જ શિક્ષણ પ્રણાલીમાંથી બહાર ફેંકાઈ જાય છે
સરકારે શાળા પ્રવેશોત્સવની જેમ વિદાયોત્સવ અભિયાન તરીકે સ્વીકારવો જોઈએ. જેમાં શૈક્ષણિક ગુણવત્તા, ,પાયાની સુવિધાઓ, બાળકોના શાળા છોડવાના કારણો અને ઉપાયો, વ્યાપક વાલી જાગૃતિ કાર્યક્રમો દ્વારા વાલીઓની સક્રિય ભાગીદારી બાબતને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે.
વિદાયોત્સવ' અભિયાનનું માળખું અને અમલીકરણ બાબતે વિચારીએ તો બાળકને શાળામાં પ્રવેશ આપવો પૂરતો નથી, પરંતુ બાળક શિક્ષણ પ્રણાલીમાંથી 'વિદાય' ન લે તે માટે દર વર્ષે શૈક્ષણિક સત્રના અંતે કેટલા બાળકોએ શાળા છોડી, કેમ છોડી તે જાણવા 'વિદાયોત્સવ' યોજવામાં આવે. સત્રના મધ્યમાં અનિયમિત આવતા કે શાળા છોડી દેશે તેનો અણસાર આવતાં જ તરત જ વાલી સાથે સતત સંવાદ કરવો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા શૈક્ષણિક ઓડિટ પ્રવેશોત્સવની જેમ જ કરવું. જે માટે આઈએએસ (IAS), આઈપીએસ (IPS)અને શિક્ષણ વિભાગના વર્ગ-1 ના અધિકારીઓ જ નહીં તમામ સરકારી કર્મચારીને કેક એક શાળા ચહઓપી દેવી જોઈએ. જેઓ શાળાઓની પ્રત્યક્ષ મુલાકાત લે. તેઓ ઓફિસિયલ ફાઇલો તપાસવાના બદલે વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓનું લાઈવ લર્નિંગ આઉટકમચકાસશે. બાળકને કેટલું શીખવ્યું અને કેટલું આવડયું તે ચાકશે અને શિક્ષકોને ખખડાવવાના બદલે પરિણામ સુધારવા માટે પ્રોત્સાહિત કરશે. શિક્ષકો પાસેથી શાળાકીય સમસ્યાઓ જાણશે અને તે દૂર કરવા માટે સરકારને જાણ કરશે.
શાળા છોડી ગયેલા અથવા સતત 15 દિવસથી વધુ ગેરહાજર રહેતા બાળકોના ઘરે શિક્ષકો, આચાર્ય અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ રૂબરૂ જશે; તેઓ વાલીઓ સાથે સીધો સંવાદ કરી શાળા છોડવાના ચોક્કસ કારણોનો રિપોર્ટ તૈયાર કરશે.
રાજ્યની તમામ 2,335 એક જ શિક્ષકવાળી શાળાઓમાં આગામી છ માસમાં વધારાના વિષયવાર શિક્ષકોની ભરતી અથવા બદલી દ્વારા નિમણૂક કરવામાં આવશે. શૂન્ય વિદ્યાર્થીવાળી શાળાઓના શિક્ષકોને તુરંત જરૂરિયાતવાળી જગ્યાઓ પર ડેપ્યુટેશન પર મૂકવામાં આવશે મધ્યાહન ભોજન, ઓનલાઈન ડેટા એન્ટ્રી અને બિન-શૈક્ષણિક સર્વેક્ષણો માટે દરેક શાળા ક્લસ્ટર દીઠ 'ડેટા એન્ટ્રી ઓપરેટર' ની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે, શિક્ષકોનો 100% સમય માત્ર અને માત્ર વર્ગખંડ શિક્ષણ માટે અનામત રહેશે
UDISEના અહેવાલ મુજબ રાજ્યની જે 2,258 શાળાઓમાં છોકરીઓ માટે કાર્યરત શૌચાલય નથી, ત્યાં રનિંગ વોટર અને સેનિટરી નેપકિન વેન્ડિંગ મશીન સાથેના આધુનિક શૌચાલયો 3 માસમાં યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવશે આ સુવિધા કિશોરીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટાડવામાં સીધી મદદ કરશે PARAKH અને રાષ્ટ્રીય સર્વેક્ષણના આધારે જે બાળકો પોતાના ધોરણ કરતા પાછળ છે.
વાલીઓ શિક્ષણના અસલી હિસ્સેદાર બને તે માટે નીચે મુજબના કાર્યક્રમો કાયદાકીય રીતે શૈક્ષણિક કેલેન્ડરનો ભાગ બનશે. દરેક સરકારી શાળામાં દર માસના અંતિમ શનિવારે વાલી સભા યોજાશે. તેમાં વાલીઓને ઉચ્ચ શિક્ષણના ફાયદા, સરકારની શિષ્યવૃત્તિ યોજનાઓ અને બાળકના ઉજ્જવળ ભવિષ્ય અંગે પ્રોફેશનલ કાઉન્સિલર્સ કે શિક્ષકો દ્વારા સાદી ભાષામાં માર્ગદર્શન અપાશે. મોસમી સ્થળાંતર કરતા મજૂર પરિવારોના બાળકો માટે ખાસ ટ્રેકિંગ કાર્ડ (શૈક્ષણિક પાસપોર્ટ) અપાશે વાલી જે નવા જિલ્લામાં મજૂરી અર્થે જશે, ત્યાંના સ્થાનિક તંત્રને વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા અગાઉથી એલર્ટ મોકલી તે બાળકની અસ્થાયી હાજરી નજીકની શાળામાં સુનિશ્ચિત કરાશે ગ્રામ્ય વિસ્તારોમાં દીકરીઓને ધોરણ 8 કે 10 પછી ઉઠાવી લેવાની માનસિકતા બદલવા માટે માતાઓ સાથે વિશેષ સંવાદ સત્રો યોજાશે. શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ અને સુરક્ષા વ્યવસ્થાની ખાતરી આપી વાલીઓનો ભય દૂર કરાશે જો કોઈ બાળક સતત 3 દિવસ શાળામાં ગેરહાજર રહે, તો SMCના વાલી સભ્યોએ ચોથા દિવસે બાળકના ઘરે રૂબરૂ જઈ કારણ જાણી શાળાને રિપોર્ટ કરવો પડશે. વાલીઓ જ વાલીઓને સમજાવે તેવો સામાજિક અભિગમ અપનાવાશે ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ના AI મોડેલને શાળા સ્તરે વધુ સક્રિય બનાવવામાં આવશે કોઈ બાળકના ગુણ સતત ઘટતા હોય કે હાજરી ઓછી હોય, તો તેની સિસ્ટમ જનરેટેડ નોટિસ સીધી સ્થાનિક મુખ્ય શિક્ષક અને વાલીના મોબાઈલ પર ગુજરાતી ભાષામાં વોઈસ કોલ/SMS સ્વરૂપે જશે. આ ટેકનોલોજીકલ ડેટાના આધારે દર વર્ષે શાળા છોડી ગયેલા તમામ બાળકોની ઓળખ કરી, તેમને 'વિદાયોત્સવ' ના માધ્યમથી પુનઃ પ્રવેશ અપાવી મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવશે જો કોઈ ચોક્કસ તાલુકા કે જિલ્લામાં માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ રેટમાં સતત બે વર્ષ સુધી ઘટાડો ન થાય, તો તેના માટે સ્થાનિક શિક્ષણાધિકારી (DEO/DPEO) અને બીઆરસી (BRC)કો-ઓર્ડિનેટરની વહીવટી જવાબદારી નક્કી કરવામાં આવશે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ બાળકોનું ભણતર ચાલુ રાખનારા શ્રમિક વાલીઓને 'વિદાયોત્સવ' ના જાહેર મંચ પરથી વિશિષ્ટ સન્માન પત્ર આપી પુરસ્કૃત કરવામાં આવશે, જેથી આખો સમાજ શિક્ષણ તરફ્ પ્રેરિત થાય.
ગુજરાત રાજ્યના સાર્વત્રિક વિકાસ અને ટકાઉ માનવધનના નિર્માણ માટે આનીતિ પત્રક તાત્કાલિક ધોરણે અમલી બનાવવું અત્યંત જરૂરી છે. પ્રવેશોત્સવથી શરૂ થયેલી સફર જો 'વિદાયોત્સવ' અને 'ગુણવત્તા ઓડિટ' પર સફ્ળતાપૂર્વક પૂર્ણ થાય, તો જ રાજ્યનું શૈક્ષણિક મોડેલ દેશભરમાં સર્વશ્રોષ્ઠસાબિત થાય.