ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હજુ દૂર છે. પરંતુ ચૂંટણીનું ગણિત શરૂ થઈ ગયું છે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં જાતિ આધારિત સમીકરણો ફરી ચર્ચામાં છે. આ વખતે એક સમુદાય પર ખાસ નજર છે. બ્રાહ્મણ. રસપ્રદ વાત એ છે કે માત્ર BJP જ નહીં. સમાજવાદી પાર્ટી પણ બ્રાહ્મણો સુધી પહોંચ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.BSPના જૂના સામાજિક સમીકરણમાં બ્રાહ્મણો ફરી યાદ આવી રહ્યા છે. કોંગ્રેસ સામે પણ આ જ પડકાર છે. અને હવે અસદુદ્દીન ઓવૈસી પણ આ રાજકીય મેદાનમાં પોતાની જગ્યા શોધતા જોવા મળી રહ્યા છે. સવાલ સીધો છે - આખરે બ્રાહ્મણ વોટ આટલો મહત્વપૂર્ણ કેમ બની ગયો છે? તાજેતરમાં ઓવૈસીએ ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો અને બ્રાહ્મણોને નિશાન બનાવવાની વાત કરી. તેમણે બંને સમુદાયો વચ્ચે રાજકીય ભાગીદારીની જરૂરિયાતનો સંકેત પણ આપ્યો. આ નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે AIMIMની રાજનીતિને સામાન્ય રીતે મુસ્લિમ પ્રતિનિધિત્વના સવાલ સાથે જોડીને જોવામાં આવે છે. પરંતુ ઓવૈસીની રાજનીતિને અલગ કરીને જોવીયોગ્ય નહીં હોય. ઉત્તર પ્રદેશમાં આનાથી પણ મોટું પરિવર્તન ચાલી રહ્યું છે.

BJPનો જૂનો આધાર

બ્રાહ્મણ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં કોઈ નવો રાજકીય સમૂહ નથી. અનેક દાયકાઓ સુધી કોંગ્રેસ સાથે તેમનો મજબૂત સંબંધ રહ્યો. બાદમાં રામ મંદિર આંદોલન અને મંડલની રાજનીતિના સમયગાળામાં આ સંબંધ બદલાયો.BJP ધીમે-ધીમે બ્રાહ્મણો સહિત ઉચ્ચ જાતિઓની મુખ્ય રાજકીય પસંદગી બની ગઈ. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સંબંધ વધુ મજબૂત થયો. 2022માં પણ તે જળવાઈ રહ્યો.

CSDS-Loknitiના પોસ્ટ-પોલ સર્વે અનુસાર 2022માં આશરે 89 ટકા બ્રાહ્મણ મતદારોએ BJP ગઠબંધનને મત આપ્યો હતો. 2017માં આ આંકડો આશરે 83 ટકા હતો. આ નાનો આંકડો નથી. કોઈ એક સમુદાયના આશરે દસમાંથી નવ મતદારોનું એક જ ગઠબંધનના પક્ષમાં જવું ચૂંટણીની રાજનીતિમાં મોટી તાકાત આપે છે. પરંતુ 2024એ એક અલગ સંકેત આપ્યો.

2024એ શું જણાવ્યું?

લોકસભા ચૂંટણીમાં BJPને ઉત્તર પ્રદેશમાં મોટો ઝટકો લાગ્યો. 2019માં BJP એ રાજ્યની 80માંથી 62 બેઠકો જીતી હતી. 2024માં આ સંખ્યા ઘટીને 33 થઈ ગઈ. ઈન્ડિયા ગઠબંધને 43 બેઠકો જીતી. તેમ છતાં એક રસપ્રદ હકીકત સામે આવી.CSDS-Loknitiના આંકડા અનુસાર 2024માં આશરે 79 ટકા બ્રાહ્મણ મતદારોએ NDAને મત આપ્યો હતો. 2019માં આ આંકડો આશરે 82 ટકા હતો. એટલે કે ઉત્તર પ્રદેશમાં BJPને નુકસાનથયું. પરંતુ બ્રાહ્મણ વોટ સંપૂર્ણપણે તેનાથી દૂર થયો નથી. આ જ 2027ની રાજનીતિનો એક મોટો સંકેત છે.

ફરી BJPને ચિંતા કેમ?

કારણ કેચૂંટણી માત્ર વોટની ટકાવારીથી જીતાતી નથી. બેઠક પ્રમાણે સમીકરણો બદલાય છે. ઉત્તર પ્રદેશમાં કેટલાક ટકા વોટનું એક તરફ્થી બીજી તરફ્ જવું પણ અનેક વિધાનસભા બેઠકો પર પરિણામ બદલી શકે છે.BJP સામે પડકાર એ છે કે તે પોતાના જૂનાઉચ્ચ જાતિના આધારને જાળવી રાખવાની સાથે ઓબીસી અને દલિત સમુદાયો વચ્ચે પણ પોતાની પકડ જાળવી રાખે.

આ જ કારણ છે કે પાર્ટી માટે બ્રાહ્મણ માત્ર એક જાતિ નથી. તે તેના વ્યાપક સામાજિક ગઠબંધનનો મહત્વપૂર્ણ હિસ્સો છે. તાજેતરના આંકડાઓમાં પણ સંગઠન અને સરકારમાં બ્રાહ્મણ પ્રતિનિધિત્વને લઈને ચર્ચા સામે આવી છે. ટાઈમ્સ ઑફ્ ઈન્ડિયાના એક વિશ્લેષણ મુજબ ઉત્તર પ્રદેશ સરકાર અને BJP સંગઠનમાં બ્રાહ્મણોની ભાગીદારીને લઈને પાર્ટી સતત સામાજિક સંતુલનસાધતી રહી છે.

અખિલેશની રણનીતિ શું છે?

અહીંથી કહાની વધુ રસપ્રદ બને છે. સમાજવાદી પાર્ટીની પરંપરાગત ઓળખ યાદવ-મુસ્લિમ રાજનીતિ સાથે જોડાયેલી રહી છે. અખિલેશ યાદવ હવે આ છબીનો વિસ્તાર કરવા માગે છે. ઓગસ્ટ 2026માં SPએ લખનઉમાં બ્રાહ્મણ સંમેલન યોજ્યું. અખિલેશયાદવે કહ્યું કે પીડીએમાં ક્કપીક્રનો અર્થ પંડિત પણ હોઈ શકે છે. કાર્યક્રમમાં ભગવાન પરશુરામ અને ગંગા જેવા ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ પણ થયો. રાજનીતિમાં પ્રતીકોનું પોતાનું મહત્વ હોય છે.SPનો સંદેશ સ્પષ્ટ છે. પાર્ટી માત્ર યાદવ અને મુસ્લિમ વોટ પર નિર્ભર રહેવા માગતી નથી. તેને વ્યાપક સામાજિક ગઠબંધન જોઈએ છે. અને આ ગઠબંધનમાં બ્રાહ્મણો માટે જગ્યા બનાવવી જરૂરી છે.

શું બ્રાહ્મણ SP સાથે જઈ શકે છે?

આ જ સૌથી મોટો સવાલ છે. માત્ર સંમેલન યોજી દેવાથી વોટ બદલાતો નથી. 2022માં CSDS-Lokniti અનુસારઆશરે 6 ટકા બ્રાહ્મણોએ SP ગઠબંધનને મત આપ્યો હતો. જ્યારે BJP ગઠબંધનના પક્ષમાં આ આંકડો 89 ટકા હતો. તેથી જીઁ સામેનું કામ સરળ નથી. પરંતુ રાજનીતિમાં કોઈ વોટ કાયમી હોતો નથી. જો BJP સામે સ્થાનિક નારાજગી વધે. જો ઉમેદવાર પસંદ ન આવે. જો રોજગાર, મોંઘવારી, વહીવટ અથવા સ્થાનિક મુદ્દાઓ મોટો પ્રભાવ પાડે. તો જાતિ આધારિત પસંદગીમાં ફેરફાર શક્ય છે.SPઆ જ જગ્યા શોધી રહી છે.

BSPનો જૂનો પ્રયોગ

બ્રાહ્મણોની ચર્ચા માયાવતીને છોડીને પૂર્ણ થઈ શકે નહીં. 2007ની વિધાનસભા ચૂંટણી તેનું સૌથી મોટું ઉદાહરણ છે.BSPએ દલિત-બ્રાહ્મણ સામાજિક એન્જિનિયરિંગ દ્વારા સત્તા હાંસલ કરી હતી. આ જ કારણ છે કે બ્રાહ્મણો વચ્ચે રાજકીય પહોંચ બનાવવી BSPની જૂનીરણનીતિનો હિસ્સો રહી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ BSPએ 70 બ્રાહ્મણઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.BJPએ 68અને SPએ 39 બ્રાહ્મણ ઉમેદવારોને ટિકિટ આપી હતી. તેનાથી એક વાત સ્પષ્ટ થાય છે. બ્રાહ્મણો માત્ર મતદારો નથી. ઉમેદવારની પસંદગીમાં પણ તેમનું મહત્વ છે.

2027માં અસલી લડાઈ શું હશે?

બ્રાહ્મણ વોટની લડાઈ ખરેખર માત્ર બ્રાહ્મણોની લડાઈ નથી. આ સામાજિક ગઠબંધનની લડાઈ છે.BJP ઈચ્છશે કે તેનો બ્રાહ્મણ આધાર મજબૂત રહે. સાથેજ બિન-યાદવ ઓબીસી અને દલિત સમુદાયો પણ તેની સાથે જોડાયેલા રહે.SPનો પ્રયાસ હશે કે યાદવ-મુસ્લિમ આધાર સાથે બિન-યાદવ અને સવર્ણ મતદારોનો કેટલોક હિસ્સો પણ જોડાય. કોંગ્રેસને પોતાની ગુમાવેલીસામાજિક જમીન પરત મેળવવાની જરૂર છે.BSPને પોતાના જૂના દલિત આધારને ફરી મજબૂત કરવો છે. અને AIMIM જેવી પાર્ટીઓ નાના પરંતુ નિર્ણાયક સામાજિક ગઠબંધનો શોધશે. એટલે કે 2027ની લડાઈ માત્ર જાતિ વિરુદ્ધ જાતિ નહીં હોય. આ ગઠબંધન વિરુદ્ધ ગઠબંધનની લડાઈ હશે.

બ્રાહ્મણ કેટલું મોટું ફેક્ટર?

આ જ સૌથી મહત્વપૂર્ણ સવાલ છે. ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ વસ્તીના આંકડાઓને લઈને અલગ-અલગ અનુમાનો છે. 2011ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વ્યાપક આંકડા ઉપલબ્ધ ન હોવાથી અલગ-અલગ અભ્યાસોમાં આશરે 7થી 10 ટકા સુધીના અનુમાનો જોવા મળે છે. તેથી કોઈ એક સંખ્યાને અંતિમ સરકારી આંકડો માનવો યોગ્ય નહીં હોય. પરંતુ ચૂંટણીની રાજનીતિમાં સંખ્યા કરતાં વોટનું વિતરણ વધુ મહત્વપૂર્ણ છે. જો કોઈ સમુદાય અનેક બેઠકો પર નિર્ણાયક સંખ્યામાં હાજર હોય અને તેનો વોટ કોઈ એક દિશામાં જાય, તો તેનું રાજકીય મહત્વ તેની કુલ વસ્તી કરતાં ઘણું વધારે હોઈ શકે છે. બ્રાહ્મણ વોટ સાથે પણ આવું જ છે.

આથી 2027 પહેલાં દરેક પાર્ટીની નજર આ વોટ પર છે. પરંતુ બ્રાહ્મણ મતદાર પણ હવે માત્ર જાતિ આધારિત અપીલ સાંભળીને જ મત આપશે, એવું માનવું રાજકીય પક્ષોની મોટી ભૂલ હશે. તે ઉમેદવાર પણ જોશે. સરકારનું કામ પણ. સન્માન પણ. રોજગાર પણ. કાયદો અને વ્યવસ્થા પણ. અને પોતાના વિસ્તારની સમસ્યાઓ પણ. આ જ 2027ની અસલી કહાની હશે.

બ્રાહ્મણ વોટ કોની સાથે જશે, તે સવાલ હજુ ખુલ્લો છે. પરંતુ એક વાત નક્કી છે. જે પાર્ટીએ એવું માની લીધું કે આ વોટ તેના જ ખિસ્સામાં છે, તો તે ભૂલ કરશે. અને જેણે એવું સમજી લીધું કે બ્રાહ્મણોને માત્ર જાતિના નામે જોડી શકાય છે, તો તે પણ ભ્રમણામાં છે. 2027માં બ્રાહ્મણ વોટ કદાચ કોઈ એક પાર્ટીનો વોટબેંક નહીં હોય. તે એક મોટો રાજકીય સૂચકાંક હશે. અને અનેક બેઠકો પર કદાચ આજ નાનું અંતર નક્કી કરશે કે સત્તા કોના હાથમાં જાય છે.