AI હવે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યું છે. માનવ જીવનને વધુ સરળ અને ઝડપી બનાવી રહ્યું છે. થોડા વર્ષ પહેલાં મનમાં કોઈ સવાલ થતો ત્યારે કોઈ જાણકાર પાસે જવું પડતું હતું ત્યાર પછી *ગુગલ દેવ* આવ્યા...પરંતુ, હવે ગુગલને પણ કલ્પના નહીં હોય તેવી માહિતી હવેAIઝડપથી આપી રહ્યું છે. AI થી માત્ર માહિતી નથી મળતી પરંતુ, જોઈએ તે સ્વરૂપે મળે છે આપણને સમજાવવા માટે પણ ખૂબ સારો પ્રયાસ થાય છે. AI હવે અંગ્રેજી બોલતા શીખવાડે છે. ઓનલાઇન અંગ્રેજી વર્ગખંડમાં શિક્ષક શીખવાડે તેના કરતાં સારી રીતે સારા શબ્દોમાં ભાવથી શીખવાડે છે. AIના આગમનથી માણસનું જીવન બદલાશે...નોકરીનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે. સરકારી તંત્રનું ગુડ ગવર્નન્સ હવે AIથી થવા લાગ્યું છે. માણસ હવે બાઘો લાગે છે પરંતુ, સૌથી મોટો ફેરફર શિક્ષણ વ્યવસ્થામાં થશે .AIના આગમનથી હવેવર્ગખંડનું સ્વરૂપ બદલાશે. વિદ્યાર્થીઓ હવે પોતાનું હોમવર્ક અને પ્રોજેક્ટAIની મદદથી કરી રહ્યા છે તેમાં ખોટું પણ નથી...હોશિયાર વિદ્યાર્થી વર્ગખંડમાં જે પાઠ ભણવાનો હોય તે AIપાસેથી શીખીને આવશે તો શિક્ષક કરતાં વધુ જાણકારી વિદ્યાર્થી પાસે હશે. AIનો સૌથી વધુ ઉપયોગ શિક્ષણ ક્ષેત્રે કરવાની જરૂર છે.   

 ચેટબોટ આપણી સાથે મિત્ર ભાવે વાત કરે છે અને તુરંત જ જવાબ આપે છે. માત્ર જવાબો આપવાને બદલે આપણું કામ કરી આપે છે. શિક્ષક હવે માત્ર પાઠયપુસ્તક વાંચીને ભણાવશે તો શિક્ષક નહીં રહે શિક્ષકે વધુ પ્રેમાળ ઝડપી અને AIને સાથે રાખી ભણાવવાની ટેક્નિક વિકસાવવી પડશે બાળકો સાથેની વાતચીત એટલે કે *કોમ્યુનિકેશન* કૌશલ્ય વધુ સારું કરવું પડશે આમ પણ અત્યારે બાળકોને વર્ગખંડમાં સાચવવા અને શાંત રાખવા મુશ્કેલ થતા જાય છે. ત્યારેAIથી બાળક શિક્ષક કરતા વધુ જાણતો થશે તો તે શિક્ષકના પ્રભાવમાં નહીં રહે. શિક્ષણની શરૂઆત કક્કા-બારખડી અને 1 થી 10 અંકથી થતી હતી. ત્યારે હવે સ્કૂલે ન જતુ નાનું બાળક પણ ચેટ જીપીટીને સવાલ પૂછી તેને જોઈએ તે ગેમ કે વિડિયો શોધે છે, ત્યારેAI નો સારો ઉપયોગ હવે શિક્ષકે બાળકને યોગ્ય પ્રોમ્ટિંગ શીખવાડવું પડશે...ચેટબોટ કેવો ફ્રેન્ડ કે ગાઈડ બનશે તેનો આધાર આપણા પર છે તે મહત્વ શિક્ષકે સમજવું પડશે.   

AI આવવાથી *શિક્ષક*નું મહત્વ ઘટવાનું નથી પરંતુ, શિક્ષકની ભૂમિકા બદલાશે અત્યારથી શિક્ષકોને સજ્જ કરવાની જરૂર છે. દુઃખની વાત એ છે કે, નવી શિક્ષણ નીતિમાં AIથી શિક્ષકની ભૂમિકા બદલ્ાાશે તેના વિશે કાંઈ વાત જ નથી શિક્ષણ સામે ઊભો થયેલો પડકાર કે નવી તકો વિશે મંથન કરવાની જરૂર છે. વર્ગખંડમાંAIની હરીફાઈ કરે તેવો શિક્ષકતૈયાર કરવા માટે આપણે જાગવું પડે તેમ છે. જો શિક્ષકAIથી સજ્જ નહીં થાય અને બાળકો સાથેના શૈક્ષણિક પ્રવૃત્તિમાં વધુ સ્માર્ટ નહીં થાય તો શિક્ષક તેનું મૂલ્ય ગુમાવી દેશે એટલે AIનો વધુ ઉપયોગકરી શિક્ષક ખુદ તૈયાર થાય...નવા યુગમાં વર્ગખંડને બદલવાનો સમય હવે આવી ગયો છે.   

 શિક્ષકે વર્ગખંડમાં જતા પહેલા સજ્જ થવું પડે...શિક્ષકે AI પાસેથી પુષ્કળ માહિતી મેળવીશિક્ષક તેના પાઠને વધુ રસપ્રદ બનાવશે, ખૂબ સારી માહિતી વિદ્યાર્થીને આપશે પાઠયપુસ્તકનો પાઠ માત્ર આધાર બને પણ તે પાઠમાંથી જે શીખવાનું છે તે AI ની મદદથી ખૂબ સારી રીતે શીખવાડી શકાશે...તે માટે ખુદ શિક્ષકે AIનામિત્ર બનવું પડે...હવે કેમેરામાં બાળકનો ફેસ અને વર્તણુકના આધારે બાળકના મનોજગતને જાણી શકાશે. તેથી બાળકને મુશ્કેલી છે તે શિક્ષક પૂછયા વગર જાણીને તેની સાથે વાતચીત કરી શકશે બાળકનું પર્ફેમન્સ માટે ફાઇલ કે ડાયરી જોવાની નહીં રહે...તમામ રેકોર્ડસ ગ્રાફ્કિસમાં તુરંત સ્ક્રીન ઉપર હાજર થશે તેથી શિક્ષક વધુ અસરકારક રીતે બાળકને સમજ આપી શકશે પરંતુ, તે માટે શિક્ષકે પહેલા તૈયાર થવું પડે,AI વર્ગખંડમાં પ્રવેશી ચૂક્યું છે. હવે શિક્ષકે તેની માનસિકતા બદલી વધુ અસરકારક ભૂમિકા માટે બદલાવવું પડશે.   

 બાળકોના *શિક્ષણ* કાર્ય માટે AIઉપયોગી થશે. પરંતુ, ચેટબોટ સાથે વાતચીત કરવામાં ખૂબ કાળજી રાખવાનું પણ વિદ્યાર્થીને શીખવાડવું પડે તેમ છે. ચેટબોટ સાથેની વાતચીત કરતી વખતે દોર આપણા હાથમાં રાખવો જોઈએ...ચેટબોટ તમારા પ્રશ્નોના જવાબ આપે... પૂછો તો આત્મહત્યા કરવાની રીત પણ શીખવાડે છે. ત્યારે શિક્ષકની ભૂમિકા વધુ મહત્વની બને છે કે,AI નો યોગ્ય ઉપયોગ બાળકને શીખવાડવો જરૂરી છે. કદાચ આ દિશામાં કોઈ સ્કૂલ પ્રયાસ કરતી હોય તેવું જાણમાં નથી. આપણે બાળકોએ મોબાઈલ ન વાપરવો ના મુદ્દાઓ ઉપર શિક્ષણ સુધારણાની વાતે અટકી ગયા છીએ. આપણે તો નહીં જ પરંતુ, દુનિયાનો કોઈ દેશ મોબાઇલથી દૂર માનવ જાતને રાખી શકે તેમ નથી માત્ર કાયદો બને...જેમ ઘણા કાયદા અમલમાં છે. શિક્ષણ વ્યવસ્થાને નિષ્ઠાપૂર્વક સમજે તેવા અધિકારીઓની જરૂર છે. માત્ર IAS છે તેથી તે શિક્ષણ અંગે બધા નિર્ણયો લઈ શકે તેમાં હવે શંકા જાગે છે. શિક્ષણમાં જે કંઈ સુધારા થાય છે તેમાં શિક્ષકને તો કોઈ પૂછતું જ નથી પરિણામે દરરોજ નવી વાતો સમાચારોમાં ચમકે છે. પરંતુ, તે વર્ગખંડમાં પહોંચતી જ નથી. હવેAIશિક્ષણમાં સુધારા માટે મોટી તક છે અને પડકાર પણ છે તે અંગે શિક્ષકો ખુદ તૈયાર થાય અને પોતાની ભૂમિકાને અસરકારક બનાવે તો વિકસિત ભારત 2047 નું સ્વપ્ન સાકાર થઈ શકશે.  

 હવે વર્ગખંડમાં શિક્ષક નહીં હોય તો ચાલશે પરંતુ, AIહશે તેવી પરિસ્થિતિમાં શિક્ષક,AIઅનેવિદ્યાર્થી ત્રણેય સાથે કામ કરતા શીખવું પડશે એવું માની શકાય કે માત્ર 5 કે 10 વર્ષમાં પર્સનલ ટયુશનનું કામAIકરશે ખાનગી ટયુશનક્લાસીસની જરૂરિયાત નહીં રહે એટલું જ નહીં ટયુશનના નામે બાળકને આખો દિવસ શાળામાં રાખવા તે પણ વ્યવહારિક નહીં રહે, હવે શિક્ષક માત્ર પાઠયપુસ્તક જ વાંચશે તો નહી ચાલે.. ઘણું બધું વાંચવુ પડશે અને વાંચનને કારણે જ શિક્ષક AI ની સાથે વર્ગખંડમાં ઉભો રહી શકશે.   

 વર્ગખંડમાં વિદ્યાર્થીનું પર્સનલ એકાઉન્ટ જીવનભર રહેશે. શિક્ષક માટે મૂલ્યાંકનનું કાર્ય ખૂબ સરળ થશે વિદ્યાર્થી શું શીખ્યા અને શું ભૂલ કરી તે તેના એકાઉન્ટમાં કાયમ માટે સચવાયેલું રહેશે. આ માટે શિક્ષકે કશું કરવાનું નથી વર્ગખંડના કેમેરા દરેક વિદ્યાર્થીઓ ઉપર નજર રાખશે તે ઉભો થઈને જવાબ આપશે તે પણ દરેક વિદ્યાર્થીના પર્સનલ એકાઉન્ટમાં સેવ થશે. વાલી પણ પોતાના બાળકની તમામ વાતચીત પોતાના મોબાઈલમાં સાંભળી શકશે. પર્સનલ એકાઉન્ટ પણ જોઈ શકશે.AIની દુનિયા ગજબની બની રહી છે. તેની સાથે શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અંગે અત્યારથી જ કામે લાગવું પડે તેમ છે. રાષ્ટ્રનો આધાર ભાવિ પેઢી છે.

AI ખુદ પ્રયોગશાળામાં માર્ગદર્શન આપશે. શિક્ષક એક મદદનીશ તરીકે ઊભા રહેશે. AIથી અઘરા વિષયો વધુ સહેલાઈથી ભણાવી શકાશે. ઇતિહાસ, ભૂગોળ વિજ્ઞાન કે ગણિત જેવા વિષયો માટેAIવધુ સારી રીતે ઊંડાણપૂર્વક સમજાવી શકશે...વર્ગખંડમાં સમજ નહીં પડી હોય તો વિદ્યાર્થી પોતાની રીતે પણ ભણી શકશે. હવે માત્ર ભણાવવાનું કામ શિક્ષક કરશે તો શિક્ષક નહીં રહે કારણ કે ભણાવવાનું કામ AI કરશે શિક્ષકે બાળકને કેળવણીનું અનો કેમ ભણવું તેટલું જ શીખવાડવાનું રહેશે. માત્ર શિક્ષક જ નહીં પરંતુ, દરેક માણસે આજીવન વિદ્યાર્થી રહેવું પડશે...તેAI નો પ્રતાપ છે...જાગો...હવેAI શાળાના દરવાજે ઉભું છે તેનું સ્વાગત કરો...જો શિક્ષક સ્વાગત માટે સજ્જ નહીં બને તો વર્ગખંડમાં બાળકો નહીં રહે....  

કાનમાં કહું...?  

હવે શિક્ષક સાથેAI એવો નવો યુગ શરૂથવાનો છે