AI ક્યારેય માનવ મગજની બરાબરી કરી શકતું નથી... છેલ્લાં બે-ત્રણ વર્ષથી મેં આ વાક્ય સેંકડો વખત સાંભળ્યું છે. દરેક સેમિનારમાં, દરેક ન્યૂઝરૂમમાં અને દરેક પત્રકાર મિત્રોની ચર્ચામાં કોઈને કોઈ આ વિશ્વાસ જરૂર વ્યક્ત કરે છે કે આખરે પત્રકારત્વ તો માણસોનો વ્યવસાય છે, મશીનોનો નહીં. પરંતુ સવાલ એ નથી કે AI માણસ કરતાં વધુ બુદ્ધિશાળી છે કે નહીં? સાચો સવાલ એ છે કે શું AI એવા પત્રકાર કરતાં વધુ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે, જે પોતાને બદલવા માટે તૈયાર નથી? આ જ એ સવાલ છે, જેનો સામનો કરવાથી આજે ભારતીય મીડિયાનો મોટાભાગનો પત્રકાર બચવા માંગે છે. પરંતુ હકીકત એ છે કે હવે બચવાનો સમય પૂરો થઈ ગયો છે. 

AIનો ફુગ્ગો ફૂટયો નથી. ઉલટાનું, હવે તેનું સાચું સ્વરૂપ દેખાવા લાગ્યું છે. જેણે અત્યાર સુધી રેતીમાં માથું સંતાડીને રાખ્યું છે, તેને પણ ટૂંક સમયમાં સમજાઈ જશે કે ન્યૂઝરૂમનું આવતું દાયકું સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે.

AIએ નોકરીઓ નથી છીનવી... તેણે બહાનાં છીનવી લીધાં છે

આજે પણ ઘણા પત્રકારો એવું માને છે કે AI એટલે માત્ર ChatGPT, જે થોડાક ફ્કરા લખી આપે છે. જો તમારી સમજ અહીં સુધી જ મર્યાદિત છે, તો તમે AIની પ્રથમ સીડી પર પણ પહોંચ્યા નથી. જરા તમારા ન્યૂઝરૂમ તરફ્ નજર કરો. અગાઉ કોઈ સમાચાર માટે ગ્રાફ્ક્સિ તૈયાર કરવામાં ડિઝાઇનરને કલાકો લાગી જતા હતા. આજે AIની મદદથી મિનિટોમાં અનેક વિકલ્પો તૈયાર થઈ જાય છે. અગાઉ કોઈ વીડિયો માટે એડિટિંગ, વોઇસઓવર અને વિઝયુઅલ્સ એકત્રિત કરવામાં અડધો દિવસ વીતી જતો હતો. આજે AI આધારિત ટૂલ્સ એ જ કામ થોડાજ મિનિટોમાં પૂર્ણ કરી રહ્યા છે. અગાઉ સોશિયલ મીડિયા પોસ્ટ તૈયાર કરવા માટે અલગ ટીમ કાર્યરત રહેતી હતી. હવે AI એક જ સમાચારના આધારે ફેસબુક પોસ્ટ,X પોસ્ટ, ઇન્સ્ટાગ્રામ કેપ્શન, યુટયુબ ડિસ્ક્રિપ્શન અને શોર્ટ વીડિયો માટેની સ્ક્રિપ્ટ પણ તૈયાર કરી આપે છે. 

સૌથી પહેલા કોણ બદલાશે? એ જ ટકી રહેશે... બાકીના 

ઇતિહાસ બની જશે

પત્રકારત્વમાં વર્ષોથી કહેવામાં આવતું હતું કે *Content is King.* પરંતુ હવે આવાક્ય અધૂરું બની ગયું છે.

આજનું નવું સત્ય છે - કન્ટેન્ટ + સર્જનાત્મકતા + સંદર્ભ + વિઝયુલાઇઝેશન = ફ્યૂચર જર્નાલિઝમ.

જો તમે માત્ર સમાચાર લખો છો, તો AI તમારો સ્પર્ધક છે. પરંતુજો તમે સમાચારને ઊંડાણપૂર્વક સમજો છો, તેની પાછળનો ડેટા શોધી શકો છો, તેને દ્રશ્ય સ્વરૂપમાં રજૂ કરી શકો છો, તેના સામાજિક પ્રભાવને સમજાવી શકો છો અને વિવિધ પ્લેટફોર્મ મુજબ તેને રજૂ કરી શકો છો, તો AI તમારો સ્પર્ધક નહીં, પરંતુ તમારો સહયોગી બની જાય છે.

આ જ તફાવત આવનારા સમયનું ભવિષ્ય નક્કી કરશે. આવનારા વર્ષોમાં ન્યૂઝરૂમ એવા પત્રકારોને નહીં શોધે, જે માત્ર લખી શકે. તેઓ એવા પત્રકારોને પસંદ કરશે, જે- ડેટા વાંચી શકે.AIને વધુ સારા પ્રશ્નો પૂછી શકે. ઇન્ફેગ્રાફ્ક્સિ તૈયાર કરી શકે. વીડિયો સ્ટોરીનું આયોજન કરી શકે. માત્ર મોબાઇલ ફોન પર જ આકર્ષક વિઝયુઅલ કન્ટેન્ટ બનાવી શકે. અને સૌથી અગત્યનું, એક જ સમાચારને અનેક ફોર્મેટમાં રૂપાંતરિત કરી શકે. આવો મલ્ટી-સ્કિલ પત્રકાર જ આવનારા સમયનો સાચો સ્ટાર બનશે.

આવતીકાલનું ન્યૂઝરૂમ કેવું હશે? કલ્પના નહીં... તૈયારી કરો

જરા આજથી પાંચ વર્ષ પછીના ન્યૂઝરૂમની કલ્પના કરો. મેદાનમાં રહેલો રિપોર્ટર માહિતી મોકલશે. એ જ ક્ષણે AI સમાચાર લખી દેશે. હેડલાઇનના દસ વિકલ્પો તૈયાર કરશે.SEO માટે જરૂરી સામગ્રીબનાવી આપશે. સોશિયલ મીડિયા પોસ્ટ તૈયાર કરશે. વીડિયો સ્ક્રિપ્ટ લખી આપશે. થંબનેલ માટે ડિઝાઇનના સૂચનો આપશે. ઇન્ફેગ્રાફ્કિ તૈયાર કરશે. લાઇવ બ્લોગ સતત અપડેટ કરશે. હવે સવાલ એ છે કે આવા ન્યૂઝરૂમમાં માણસ શું કરશે? તે એ જ કામ કરશે, જે AI આજે પણ કરી શકતું નથી. તે જમીનની નબળાઈ અને નબજને સમજશે. લોકોનો વિશ્વાસ જીતશે. સત્તાધીશોને સવાલ પૂછશે. જવાબદારી નિભાવશે. માનવીય સંવેદનાઓને સમજી શકશે. 

માત્ર લોકલ નહીં... પરંતુ લોકલ વિથ વેલ્યુ એડિશન જ ભવિષ્ય છે

આજે મોટાભાગના સ્થાનિક સમાચાર માત્ર માહિતી પૂરતા જ સિમિત રહી જાય છે. રસ્તો બન્યો. વરસાદ પડયો. અકસ્માત થયો. શાળા શરૂ થઈ. પરંતુ ભવિષ્યનો પત્રકાર એ જ સમાચારને અલગ દ્રષ્ટિકોણથી રજૂ કરશે. જો રસ્તો બન્યો હોય, તો છેલ્લા દસ વર્ષમાં તે વિસ્તારમાં કેટલા રસ્તા બન્યા? કેટલું બજેટ ખર્ચાયું? કામ સમયસર પૂર્ણ થયું કે નહીં? સ્થાનિક લોકોને શું લાભ મળ્યો? ગૂગલ મેપ્સ શું દર્શાવે છે? સેટેલાઇટ તસવીરો શું કહી રહી છે? જો વરસાદ પડયો હોય, તો છેલ્લા પાંચ વર્ષના વરસાદના આંકડા જોડાશે. જળભરાવના આંકડા રજૂ થશે. મહાનગરપાલિકાના દાવાઓની તુલના થશે. વરસાદ સંબંધિત ડેટા ઉમેરાશે. ત્યારબાદ એ જ સ્ટોરીમાં એક ઇન્ફેગ્રાફ્કિ હશે. એક ટાઇમલાઇન હશે. 30 સેકન્ડનો એક્સપ્લેનર વીડિયો પણ હશે. આ જ છે વેલ્યુ એડિશન. આ જ એવી બાબત છે, જેને AI ખૂબ સરળ બનાવી રહ્યું છે. અને આ જ એવી વિશેષતા છે, જે એક સામાન્ય રિપોર્ટરને અલગ ઓળખ આપશે.

જે પત્રકાર માત્ર લખતાં જ જાણે છે... તે સૌથી વધુ જોખમમાં છે

આ વાક્ય કદાચ કઠોર લાગે, પરંતુ તેવાસ્તવિકતા છે. જો તમારી સમગ્ર ઓળખ માત્ર એટલી જ છે કે *હું સારા સમાચાર લખી શકું છું*, તો આજથી જ તમારી કાર્યકુશળતા વધારવાની જરૂર છે. શીખો- અસરકારક AI પ્રોમ્પ્ટ લખવાની કળા. ડેટા આધારિત પત્રકારત્વ.AI દ્વારા મળતી માહિતીની તથ્ય ચકાસણી. સમાચારનું દૃશ્યાત્મક પ્રસ્તુતીકરણ. ઇન્ફેગ્રાફ્ક્સિ તૈયાર કરવાની કળા.AIની મદદથી વીડિયો નિર્માણ. અવાજની કૃત્રિમ નકલ (Audio Cloning)નો નૈતિક ઉપયોગ. ડિજિટલ ફેક્ટ-ચેકિંગ ટૂલ્સનો ઉપયોગ.OSINT(Open Source Intelligence)ની મૂળભૂત સમજ. અને એક જ સમાચારને વિવિધ પ્લેટફોર્મ માટે અલગ-અલગ સ્વરૂપમાં રજૂ કરવાની કળા. આ જ આવનારા સમયનું પત્રકારત્વ છે.

પત્રકારત્વનો અંત નહીં આવે... પરંતુ પત્રકારનું સ્વરૂપ બદલાશે

જો કોઈ કહે કે AI પત્રકારત્વનો અંત લાવી દેશે, તો તેપણ ખોટું છે. અને જો કોઈ કહે કે AI કંઈ જકરી શકશે નહીં, તો તે તેના કરતાં પણ વધુ ખોટું છે. સાચું સત્ય આ બંનેની વચ્ચે છે. પત્રકારત્વ હંમેશાં રહેશે, કારણ કે સમાજને સત્ય, સંદર્ભ અને જવાબદારીની જરૂરિયાત હંમેશાં રહેશે. પરંતુ પત્રકારની ભૂમિકા બદલાશે. આવતીકાલનો પત્રકાર માત્ર કલમનો ખેલાડી નહીં રહે; તે ડેટા, ડિઝાઇન, વીડિયો,AI, તથ્ય ચકાસણી અને માનવીય સંવેદનાઓ-આ તમામનુંસંયોજન હશે. યાદ રાખો-AI તમારી નોકરી લેવા માટે આવ્યું નથી. પરંતુ AIએ પત્રકારની નોકરી ચોક્કસ લઈ લેશે, જેણે શીખવાનું બંધ કરી દીધું છે.

તેથી હવે જ્યારે તમે કોઈ સમાચાર લખો, ત્યારે માત્ર સમાચાર લખીને અટકી જશો નહીં. તેમાં ડેટા ઉમેરો. એક ઇન્ફેગ્રાફ્કિ તૈયાર કરો. એક ફોટો સ્ટોરી બનાવો. એક મિનિટનો વીડિયો એક્સપ્લેનરઉમેરો. અને પછી પોતાને એક સવાલ પૂછો- શું હું પાંચ વર્ષ પહેલાં પણ આવું જ પત્રકારત્વ કરતો હતો? જો જવાબ *ના* હોય, તો સમજી લો કે તમે ભવિષ્ય તરફ્ આગળ વધી રહ્યા છો. અને જો જવાબ *હા* હોય, તો કદાચ ભવિષ્ય તમારા વગર જ આગળ નીકળી ચૂક્યું છે.