અમેરિકાની ટ્રમ્પ સરકાર શું કરવા ધારે છે તેની તેને પોતાને જ ખબર પડતી નથી તેવું લાગી રહ્યું છે. ભારતને પરેશાન કરવાનાં ઈરાદા સાથે યુએસ પ્રમુખ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સે ભારતની 4, અમેરિકાની 3 અને ફ્રાન્સની એક આઈટી કંપની એમ કુલ 8 આઈટી કંપનીઓને અમેરિકાનાં પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન (PERM) પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી દીધી છે. ટ્રમ્પ કે વેન્સને ખબર નથી કે તેમનું આ પગલું અમેરિકા માટે પગ પર કૂહાડો મારવા સમાન સાબિત થશે. ભારતે વેન્સ અને ટ્રમ્પને તેમની ભાષામાં જ સણસણતો જવાબ આપી દીધો છે. ભારતે કહ્યું છે કે ભારતનાં કુશળ આઈટી વ્યવસાયીઓ માટે વેન્સ અને અમેરિકાએ જે 'બંધુઆ મજૂર' જેવો અભદ્ર શબ્દનો પ્રયોગ કર્યો છે તે અમેરિકાને શોભતું નથી. ભારતે કહ્યું છે કે આ પ્રકારની ભાષા અનુચિત છે. અમેરિકામાં જે કુશળ ભારતીયોH-1B વિઝા હેઠળ જોબ મેળવવા માટે આવે છે તેનો સીધો લાભ અમેરિકાની ઈકોનોમી અનેઈનોવેશન ઈકો સિસ્ટમને મળે છે. ભારતનાં કુશળ, ઉચ્ચ શિક્ષિત અને બાહોશ વ્યવસાયીઓનાં યોગદાનને કારણે અમેરિકાની ઈકોનોમી ટકી રહી છે અને જે કંઈ પ્રગતિ કરે છે તેમાં ભારતનાં કુશળ આઈટી પ્રોફેશનલ્સનો મહત્વનો ફાળો છે. ભારતનાં વિદેશ મંત્રાલયે અમેરિકાને કડક શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી અભદ્ર ભાષા વાંધાજનક છે. ભારતનાં પ્રતિભાશાળી લોકો અમેરિકામાં આવીને તેનું યોગદાન આપે તેમાં ભારત અને અમેરિકા બંને દેશને ફાયદો છે. ભારતીયો માટે તે નવી જોબનું સર્જન કરે છે અને અમેરિકાની કંપનીઓને સારામાં સારી પ્રતિભા ધરાવતા લોકો મળે છે જે ત્યાં અવનવા સંશોધન, રિસર્ચ, પ્રોડક્ટિવિટી, સ્પર્ધા અને નોકરીની તકો સર્જે છે. અમેરિકાની કંપનીઓની સંપત્તિમાં વધારો કરે છે. આમ બંને દેશોનાં પરસ્પર હીતોની આને કારણે જાળવણી થાય છે. અમેરિકા દ્વારા જે પગલું લેવામાં આવ્યું છે તેનાંથી સરવાળે તો અમેરિકાને જ નુકસાન થવાનું છે. ભારતનાં વિદેશ મંત્રાલયે અમેરિકાને સાફ સાફ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકાએ એ બાબતની નોંધ લેવી જોઈએ કેPERMતેમજH-1Bવિઝા પ્રોગ્રામ એ બંને અલગ અલગ વ્યવસ્થા છે.PERMની પ્રોસેસ બંધ કરવાથી કે સસ્પેન્ડ કરવાથી હાલનાંH-1Bવિઝાની માન્યતા કે યોગ્યતા રદ થઈ જતી નથી. અલબત્ત ભારતની જે આઈટી કંપનીઓનેPERMસિસ્ટમ માટે સસ્પેન્ડ કરી છે તે પ્રભાવિત કંપનીઓનાં કર્મચારીઓ માટે કાયમી વસવાટ કે ગ્રીન કાર્ડ મેળવવાની કામગીરી પર થોડા સમય માટે સામાન્ય અસર પડી શકે છે.
