અમદાવાદ પોલીસે તાજેતરમાં દેશભરમાં 1000થી વધુ લોકોને ડિજિટલ અરેસ્ટ કરી પૈસા પડાવનારી ગેંગને ઝડપી પાડી છે. ડિજિટલ અરેસ્ટ એ સાઇબર ક્રાઇમ છે. પરંતુ, ખરેખર તો તે ચોખ્ખી લૂંટ છે.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકો પાસેથી બળજબરીથી પૈસા પડાવવાના એક આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફશ થયો છે. ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ વધી રહી છે. ડિજિટલ અરેસ્ટ એ નવા ડિજિટલ યુગમાં લૂંટ કરવાની એક નવી રીત છે. માણસ સાથેની છેતરપિંડી સામાન્ય થઈ રહી છે. ગ્રાહક તરીકે તો ભેળસેળ અને ભાવતાલમાં રીતસર લૂંટ ચાલે છે. આર્થિક રીતે છેતરપિંડીના અનેક રસ્તાઓ, તરકીબો અજમાવી લોકો પાસેથી પૈસા પડાવવાનો એક નવો વ્યવસાય શરૂ થઈ ગયો હોય તેમ લાગે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી આર્થિક ફ્રોડના સમાચારો જોવા મળે છે, તે ડિજિટલ ફ્રોડ છે. લોકોને ડિજિટલ માધ્યમથી ફ્સાવી તેની પાસેથી પૈસા પડાવવા વગેરેને સાઇબર ક્રાઇમ કહેવાય છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી અભ્યાસમાં ચોંકાવનારી માહિતી મળી છે. ભારતીયો સાથે દરરોજ 60 કરોડની ઠગાઈ થાય છે. નેશનલ હેલ્પલાઇન 1930 ઉપર દરરોજ 60,000 ફ્રિયાદ મળે છે. દરરોજ 3700 ફ્રોડ એકાઉન્ટની માહિતી મળે છે. આવા અસંખ્ય બનાવો દરરોજ સમાચાર પત્રોમાં આવે છે. પરંતુ, લોકોની જાગૃતિના અભાવે લોકો ફેનના માધ્યમથી ફ્રોડનો ભોગ બને છે. કાયદાઓ અને પોલીસની કામગીરી સાથે લોકજાગૃતિ કેળવવાની વધુ જરૂર છે.
ડિજિટલ અરેસ્ટ એટલે વોટ્સએપ કોલના માધ્યમથી કરવામાં આવતું બ્લેક મેઇલિંગ છે. જેમાં સાઇબર ટોળકી પોલીસનો યુનિફેર્મ પહેરી અથવા સરકારી વિભાગના અધિકારી છે તેવો દેખાડો કરી લોકોને ભાવનાત્મક અને માનસિક રીતે ત્રાસ આપે છે. સાઇબર ફ્રોડ, ડ્રગ્સની હેરાફેરી, મની લોન્ડરિંગના આર્થિક વ્યવહારો કે કોઈ પરિવારના સભ્ય સામે બળાત્કારનો કેસ થયો છે તેવી ખોટી માહિતી આપી સી.બી.આઈ., ઇ.ડી. કે ક્રાઈમ પોલીસના નામે કેસ કરી દેવાની ધમકી આપી પૈસા પડાવે છે. વીડિયોમાં સામે બેઠેલ વ્યક્તિ યુનિફેર્મમાં અથવા ઓફ્સિનો સરકારી લોગો દેખાડી લોકો સાથે ખૂબ જ દાદાગીરીથી વાત કરી લોકોને જાળમાં ફ્સાવે છે. ચાલુ કોલની સામે બેસી રહેવાનું અને પૈસા ટ્રાન્સફર થાય ત્યાં સુધી ડરાવી-ધમકાવી પૈસા આપે નહીં ત્યાં સુધી વીડિયો કોલ બંધ નહીં કરવાનો ઓર્ડર કરતા હોય છે. આવી ઘટનાને ડિજિટલ અરેસ્ટ કહેવામાં આવે છે. આ માત્ર છેતરપિંડી નથી...પહેલાં લોકો રિવોલ્વર દેખાડી કે મારા-મારી, લૂંટ કરી જતા હતા તે જ રીતે આ નવા જમાનામાં ટેકનોલોજીના માધ્યમથી ડરાવી, ધમકાવી પૈસા પડાવવાના ધંધાને લૂંટ ગણવી જોઈએ.
ડિજિટલ અરેસ્ટ કરનારી ગેંગમાં 4 તાઇવાનના નાગરિકો તથા 14 ગુજરાતી સહિત 18 ઝડપાયા છે. આ ગેંગ રોજના દોઢ કરોડ રૂપિયા વિદેશ મોકલતા હતા. આ ગેંગ પાસેથી 761 સીમકાર્ડ, 120 મોબાઈલ, 96 ચેકબુક અને 92 જેટલા ડેબિટ કાર્ડ જપ્ત કરાયા છે. આ આંકડાઓ દર્શાવે છે કે, કેટલા મોટાપાયે લોકોને લૂંટતા હતા. તાઈવાન તથા ચીનના માફ્યિાઓએ ગુજરાત સહિત દેશભરમાં લોકોને ઠગવા માટે વડોદરા, દિલ્હી, મુંબઈ અને બેંગ્લોરમાં ચાર ડાર્કરૂમ ઊભા કર્યા હતા. આ ગેંગ સામે દેશભરમાં 450થી વધુ ગુના નોંધાયા છે. છેતરપિંડી, લૂંટનો આંકડો કરોડોમાં થાય છે. પોલીસ ટેકનોલોજીથી સજ્જ થાય તેના કરતાં આવી ઠગ ટોળકી પોલીસથી આગળ હોય છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝડપથી પૈસા ટ્રાન્સફર કરી લે છે. કોઈ કોર્પોરેટ કંપનીની માફ્ક અલગ-અલગ યુનિટ બનાવી લોકોને માયાજાળમાં ફ્સાવી પૈસા પડાવે છે. પોલીસ પહોંચે તે પહેલાં બેન્કમાંથી પૈસા વિદેશ પહોંચી જાય છે.
ડિજિટલ યુગમાં જીવવા માટે હવે લોકોએ વધુ સજાગ અને સાવચેત રહેવાની જરૂર છે. આ પકડાયેલી ગેંગ લોકોની અજ્ઞાનતા અને બેદરકારીનો લાભ લઈ લોકોને જુદી-જુદી રીતે છેતરીને પૈસા પડાવતી હતી. ગેમિંગ એપમાં જુગાર રમાડવો, ઇન્વેસ્ટમેન્ટ એપ બનાવવી અને તેમાં રોકાણ કરાવવું અને ડિજિટલ અરેસ્ટ એપમાં લોકોને ભ્રમમાં નાખી ખોટો ડર દેખાડી પૈસા પડાવી તુરંત આ એપ ડિલીટ કરી દેવામાં આવતી હતી. ઉપરાંત નોકરીની લાલચ આપી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લોકોને માલદીવ, વિયેતનામમાં નોકરી આપવાના બહાને ફ્લિીપાઇન્સ અને કંબોડિયા લઈ જવાયા હતા. ત્યાં તેમના પાસપોર્ટ જમા લઈ કોલ સેન્ટરમાં બળજબરીથી નોકરી કરાવવામાં આવી અને ત્યારબાદ છોડી દેવામાં આવતા હતા. થોડા દિવસ પહેલા એક વ્યક્તિને છોડાવવા માટે સુરતથી તેમની પત્ની પાસેથી લાખો રૂપિયા ભરાવ્યા પછી જ ત્યાંથી વ્યક્તિને મુક્ત કર્યો હતો. આ રીતે સુરતથી એક અને બાલાસિનોરથી ત્રણ એમ ચાર વ્યક્તિઓને થાઈલેન્ડ સાઇબર સ્લેવ (ગુલામ - બંધક) બનાવી ખંડણી મંગાઈ હતી. ચાર લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી પછી મુક્ત કર્યા હતા. લોકોની મજબૂરી, લાલચ, બેદરકારી અને અજ્ઞાનતાનો લાભ લઈ લૂંટી લેનારાઓની આવી ઘણી ગેંગો સક્રિય છે. ચિંતા એ છે કે, ગુજરાત તેનું કેન્દ્ર બની રહ્યું છે.
સાઇબર ફ્રોડ અને ઠગ ટોળકી સફ્ળ થાય છે. કારણ કે, અહીંથી કામ કરનારા સાગરીતો મળે છે. પૈસાની લાલચમાં બેંક ખાતાઓ પણ ભાડે મળે છે, મોબાઇલના સિમકાર્ડ મળે છે. આ ગંભીર બાબત છે. બેંકોની બેદરકારી પણ દેખાય છે. બેંકો દ્વારા વિદેશમાં આઈ.પી.થી ઓપરેટ થતા બેંક ખાતાના ટ્રાન્જેક્શન ચેક કરવા જોઈએ, આ શંકાસ્પદ વ્યવહારો રોકવા જોઈએ, કોઈપણ બેંક ખાતંુ ખોલતા પહેલાં કે.વાય.સી. અને પૂરી ઓળખની ખાતરી કરવી જોઈએ તેમાં પણ બેદરકારી ગુના માટે મોકળું મેદાન મળે છે. બોગસ બેંક ખાતાં ખોલી દેવા કે ખાતામાં શંકાસ્પદ વ્યવહારો થવા દેવા વગેરે બાબતમાં બેંકોની ગુનાહિત બેદરકારી છે.
સૌથી મોટી બેદરકારી કે ગુનામાં સામેલગીરી બેંક ખાતાં ભાડે આપનારની પણ છે. બેન્ક એકાઉન્ટ ભાડે આપવું તે ગંભીર બાબત છે. થોડા પૈસાની લાલચમાં આર્થિક ગુનો કરનારને સહકાર આપવો ન જોઈએ. આ બેંક ખાતાં ભાડે આપનારાઓની ધરપકડ થઈ રહી છે. બેંક ખાતાં ભાડે આપનારા ઘણાને પોલીસ શોધી પણ રહી છે. એક જાગૃત નાગરિક તરીકે કોઈપણ વ્યક્તિને આર્થિક છેતરપિંડી કે ટેક્સ ચોરી માટે બેંક ખાતંુ વાપરવા આપવું તે ગુનામાં સામેલગીરી ગણાશે. આવા પ્રકારે નિર્દોષ નાગરિકો પાસેથી પૈસા પડાવતી 50 જેટલી ટોળકીઓ 24 કલાક છેતરપિંડી માટે કારસ્તાન ચાલુ રાખે છે. પોલીસ મુજબ જ્યાં સુધી 5000 થી 25,000 સુધીની લાલચમાં લોકો બેંક ખાતાં ભાડે આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી સાઇબર ક્રાઇમ અટકવાના નથી. તે જ રીતે પૈસાની લાલચમાં ડમી નામથી સીમકાર્ડ વેચવાની પ્રવૃત્તિ પર અંકુશ નહીં આવે ત્યાં સુધી નિર્દોષ નાગરિકો આ રીતે લૂંટાતા રહેવાના છે. પબ્લિક ડોમેઇન તેમજ ડાર્ક વેબમાં મુકાયેલી માહિતી ડેટા ઉપરથી જાણકારી મેળવી લોકોને ટાર્ગેટ કરે છે. સોશિયલ મીડિયામાં ફેટા કે માહિતી મૂકવામાં કાળજી રાખવાની જરૂર છે. લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ઉત્તરપ્રદેશ, આગ્રામાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલ મહિલાનું આપઘાતમાં મોત પણ થયું છે.
જો તમે સાઇબર ફ્રોડ કે ડિજિટલ અરેસ્ટથી બચવા માંગતા હોય તો પ્રથમ ઘણી જાણકારી હોવી જરૂરી છે. પોલીસ અથવા કોઈ સરકારી એજન્સી ક્યારેય વીડિયો કોલ કરી પૂછપરછ કરતી નથી. પહેલાં નોટિસ મોકલે પછી પૂછપરછ માટે બોલાવી શકે એટલે વીડિયો કોલમાં ક્યારેય પણ ફ્સાવવું જોઈએ નહીં.
મોબાઈલ તો તમારા હાથમાં હોય છે. વીડિયો કોલ બંધ કરી શકો છો. પછી પોલીસ કે અન્યની મદદ લેવી જોઈએ. ફેનમાં અને વીડિયો કોલમાં પોલીસ કે અન્ય કોઈ અધિકારી પૈસા માંગે ? આટલી સેન્સ પણ હોવી જોઈએ. પ્રથમ તો જાણીતા સિવાય કોઈપણનો વોટ્સએપ વીડિયો કોલ રિસીવ કરવો જોઈએ નહીં. જો તમને કોઈપણ પ્રકારની છેતરપિંડીનો અનુભવ થાય તો તરત 1930 ઉપર કોલ કરીને ફ્રિયાદ નોંધાવવી જોઈએ. કોઈ પણ સર્વિસના નામે ફેન આવે છે. લાઈટ, ટેલિફેન, ગેસ કે બેન્ક એકાઉન્ટ બંધ થઈ જશે, તમે વધુ માહિતી માટે એક નંબર પ્રેસ કરો આવા ફેન રેકોર્ડર મેસેજમાં આવી રહ્યા છે. તે લોકોને ફ્સાવવાની આ જાળ છે. તેમાં ફેનને બ્લોક કરી દેવા જોઈએ. સરકારને આવા એક કરોડથી વધુ મોબાઈલ નંબર બ્લોક કરવા પડયા છે. પોલીસે સાઇબર ગુના માટે અલાયદો વિભાગ શરૂ કર્યો છે. સાઇબર ફ્રોડ, સાઇબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે અને લોકો ભોગ ન બને તે માટે જાગૃતિના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે. ત્યારે લોકો જાગૃત થાય, બાળકો તથા વડીલો વધુ સાવચેત રહે તે ખરો ઉપાય છે.
કાનમાં કહું...
“સાઇબર ક્રાઈમથી બચવું હોય તો,
ચેતતા નર સદા સુખી*
સૂત્રને જીવનમાં ઉતારો..