આખા વિશ્વમાં તમામ બાબતોમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. તમામ પ્રકારની વૈશ્વિક સમસ્યાઓનો ભારત પાસે ઇલાજ છે. વિશ્વનાં 8 શક્તિશાળી દેશોમાં ભારતે પાંચમું સ્થાન મેળવ્યું છે. આ બધું પીએમ મોદીની કાર્યશૈલીને કારણે થઈ રહ્યું છે.


આઝાદીને 77 વર્ષ થયા પણ છેલ્લા 10 વર્ષમાં ભારતે જે વિકાસ સાધ્યો છે તે સરાહનીય છે. વિશ્વનાં તમામ દેશોની નજર કોઈપણ સારા કામ માટે ભારત તરફ મંડાયેલી રહે છે. ભારતે છેલ્લા 10 વર્ષમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક તેમજ ટેક્નોલોજી ક્ષેત્રે અસાધારણ વિકાસ હાંસલ કર્યો છે. અને એટલે જ આજકાલ વિશ્વનાં 8 શક્તિશાળી દેશોમાં ભારતનું નામ ગુંજી રહ્યું છે. ભારત થોડા વર્ષોમાં જ ત્રીજી આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યું છે. વિશ્વના સૌથી સશક્ત દેશોમાં ભારતે બ્રિટન, ફ્રાન્સ અને દક્ષિણ કોરિયાને પછાડીને પાંચમું સ્થાન મેળવ્યું છે. શક્તિશાળી દેશોની આ યાદી આર્થિક, સામાજિક, વિશ્વમાં રાજકીય પ્રભાવ, રાજકીય સ્થિરતા અને લશ્કરી તાકાતને આધારે બનાવવામાં આવી છે. ધ એઈટ ગ્રેટ પાવર્સ ઓફ 2025 નામની યાદીમાં સુપરપાવર અમેરિકા પહેલા સ્થાને છે. ચીન બીજા, રશિયા ત્રીજા, જાપાન ચોથા અને ભારત પાંચમાં સ્થાને છે. ફ્રાન્સનો ક્રમ છઠ્ઠો, બ્રિટનનો સાતમો અને દક્ષિણ કોરિયાનો આઠમો ક્રમ છે. ચીન આગળ વધી રહ્યું છે આમ છતાં તે અમેરિકાને હંફાવી શક્યું નથી. અમેરિકાએ સૌથી મોટા શક્તિશાળી દેશ તરીકે દબદબો જાળવી રાખ્યો છે. ભારતને આ યાદીમાં મોટા ગ્લોબલ પાવર તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં એશિયાનો દબદબો રહ્યો છે અને એશિયાના 4 દેશોએ સ્થાન મેળવ્યું છે. વિશ્વની તાકાત હવે યૂરો એટલાન્ટિક ક્ષેત્રથી હટીને ઇન્ડો પેસિફિક તરફ આગળ વધી રહી છે. છેલ્લા 500 વર્ષમાં પિૃમના દેશોમાં વૈશ્વિક તાકાત તરીકે અમેરિકાએ તેનું પ્રભુત્વ જાળવી રહ્યું છે. હવે તે ઇન્ડો પેસિફિકમાં મહત્ત્વની ભૂમિકા નિભાવવી સજ્જ બન્યું છે. અમેરિકા ઢગલાબંધ આધુનિક શસ્ત્રો ધરાવે છે અને વિશ્વનાં કોઈપણ ખંડમાં કોઈપણ દેશમાં સૈન્ય કામગીરી કરવાની ક્ષમતા ધરાવે છે. આ મામલામાં ચીન બીજા ક્રમે રહ્યું છે પણ જે રીતે તેની વસ્તી ઘટી રહી છે તેને કારણે તે પછડાટ અનુભવી રહ્યું છે. ચીન સાવધાની સાથે મધ્ય એશિયા અને આફ્રિકામાં વેપાર વધારી રહ્યું છે. પિૃમના દેશોના પ્રતિબંધ છતાં રશિયા પાછું પડયું નથી. તે કુદરતી સંસાધનોનો અઢળક ભંડાર ધરાવે છે. ભારત આ લિસ્ટમાં નવો દેશ છે પણ તમામ મોરચે તે અનેક દેશોને હંફાવવાની અને હરાવવાની ક્ષમતા ધરાવે છે. ભારત વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ છે. વૈશ્વિક મંદી વચ્ચે પણ તે ઝડપથી વિકાસ પામતો દેશ બની રહ્યો છે. ભારતની ટેક્નિકલ કંપનીઓ નવી નવી શોધ અને સંશોધન કરવા તત્પર છે.


  • Follow us on: