આપણે ભલે ચંદ્ર અને મંગળ ગ્રહોની સપાટી સુધી પહોંચી ગયા પણ હજી સુધી આપણી પૃથ્વીને જ સારી રીતે ઓળખવાની બાકી છે. આપણા ગ્રહ પૃથ્વી પર અનેક અને અસંખ્ય સજીવો વસે છે.


જેની ચોક્કસ સંખ્યા કે વિવિધતા હજુ પણ નક્કી થઇ શકી નથી. એટલું જ નહિ પરંતુ કુલ સજીવોમાં કઇ કઇ વિવિધતા - ભિન્ન ભિન્ન સમૂહમાં અસ્તિત્વ ધરાવે છે તેની પણ આપણને હજુ ખબર નથી. આપણે તે વિશે અજ્ઞાન છીએ. એક અંદાજ પ્રમાણે પૃથ્વી પર કુલ 3 કરોડ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેમાંથી ફ્ક્ત 104 લાખ સજીવોને યોગ્ય રીતે ઓળખી શકાયા છે તેમજ વર્ગીકૃત કરી શકાયા છે. ભારત જૈવિક વિવિધતામાં ખાસ્સો સમૃદ્ધ દેશ છે.

વૈશ્વિક સ્તરે આશરે 1.75 મિલિયન સજીવોની પ્રજાતિ નોંધાઇ છે, પરંતુ એક અંદાજ અનુસાર વિશ્વમાં આશરે 10થી 100 મિલિયન સ્પીસીસ-પ્રજાતિ અસ્તિત્વ ધરાવે છે. વિશ્વમાં કુલ 25 હોટ સ્પોટ એટલે કે જૈવિક વિવિધતાની વિપુલતા ધરાવતા સ્થળો ગણવામાં આવ્યા છે, જે સજીવો-જૈવિક વિવિધતા માટે વિશિષ્ટ સ્થાનો છે. આ 25 હોટ સ્પોટ પૈકી ભારતમાં બે હોટ સ્પોટ છે. ઉત્તર-પૂર્વીય ઇશાન ક્ષેત્ર તેમજ પશ્ચિમ ઘાટ. આ સ્થળોએ Endemic Species એટલે કે સ્થાનિક પ્રજાતિઓ ઓળખવામાં આવી છે. આશરે 44 ટકા કુલ વનસ્પતિઓની પ્રજાતિ, 35 ટકા બધાં જ પક્ષીઓની, સસ્તન પ્રજાતિઓ, સરિસૃપો અને ઉભયજીવીઓની નોંધાઇ છે. આલ્ફ્રેડ (1998) અનુસાર આશરે 1,34,000 વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવીઓની કુલ પ્રજાતિઓ આપણે ત્યાં જોવા મળે છે. આ 1,34,000 પ્રજાતિઓમાં 89,450 પ્રજાતિઓ પ્રાણીઓ છે, જ્યારે 45,000 વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તજજ્ઞોના અંદાજ પ્રમાણે હજુ 4 લાખ પ્રજાતિઓની શોધખોળ અને ઓળખ બાકી છે. ZSI-2000 મુજબ આશરે 33 ટકા સપુષ્પ વનસ્પતિઓ અને 29 ટકા કુલ વનસ્પતિઓ ભારતમાં સ્થાનિક છે. ભારતમાં ગુજરાત, ખાસ કરીને વન્ય પ્રાણીઓની દૃષ્ટિએ ઘણું સમૃદ્ધ રાજ્ય છે. કુલ ભારતની સ્થાનિક 18 સસ્તન પ્રજાતિઓ પૈકી બે પ્રજાતિઓ તો ગુજરાતમાં જ જોવા મળે છે. એશિયાટિક સિંહ અને ઘુડખર ફ્ક્ત ગુજરાતમાં જ જોવા મળે છે. ZSI (2000) વિસ્તૃત રિપોર્ટ બહાર પાડે છે. આ રિપોર્ટ પ્રમાણે 101 પ્રજાતિના સસ્તન પ્રાણીઓ, 454 પક્ષીઓ, 18 ઉભયજીવીઓ અને 606 મત્સ્ય-માછલીઓ, જેમાં 487 દરિયાઇ અને 119 મીઠા પાણીની માછલીઓનો સમાવેશ થાય છે, જ્યારે ભારતમાં કુલ 4833 પ્રજાતિઓમાંથી કુલ 1266 પૃષ્ઠવંશીની પ્રજાતિઓ છે. ઝેડસીઆઇના રિપોર્ટમાં અદૃશ્ય થયેલી પ્રજાતિઓના આંકડામાં ફરક જોવા મળે છે. જંગલી સસલાની બે પ્રજાતિઓમાંથી એકનો જ ઉલ્લેખ તેમાં છે. તે જ પ્રમાણે રડ્ડી મંગુસ, સ્પર્મ વહેલ અને ત્રણ પટ્ટાવાળી ખિસકોલીનો પણ તેમાં ઉલ્લેખ નથી. વળી, ડાંગ જિલ્લામાંથી લુપ્ત થયેલ ભારતની મોટી ખિસકોલી અને ચિત્તાની પણ નોંધ લેવાઇ નથી. ડો. સિંહે (2001) એક યાદી તૈયાર કરી છે જે અનુસાર 479 પક્ષીઓની પ્રજાતિઓ, 107 સરિસૃપો અને 19 ઉભયજીવીઓની પ્રજાતિઓ નોંધાઇ છે, જે કુલ પૃષ્ઠવંશીઓની 1318 પ્રજાતિઓની સંખ્યા થાય છે અને ભારતની કુલ પૃષ્ઠવંશીઓની જાતિઓના 27 ટકા જેટલી જાય છે, આમ ગુજરાત વન્યજીવોમાં સમૃદ્ધ છે. દેશની સરખામણીમાં ગુજરાતમાં 24 ટકા માછલી, 24 ટકા સરિસૃપો, 37 ટકા પક્ષીઓ અને 27 ટકા સસ્તન પ્રાણીઓ છે.

ભારતમાં 'endemic' સ્થાનિક પ્રજાતિઓ ઉપરાંત અન્ય ખંડોની વનસ્પતિઓનું સંમિશ્રાણ સારું એવું થયેલ છે. આફ્રિકા, યુરોપ, સિનો જાપાનીઝ તેમજ મલેશિયા, આ બધા જુદા જુદા ભૌગોલિક વિસ્તારની વનસ્પતિઓ અહીં ફેલાયેલી છે. આપણા ગુજરાતમાં જ Perso-Arabic તેમજ Indo-Malayan Flora જેમ કે Perso-Arabic માં Capparis કેરડો, Bergia, Aikhagi જવાસો, Salvadora પીલુ, Cenchrus Setegerus અંજન ઘાસ જોવા મળે છે. આપણે ત્યાં ઘણા જલપ્લાવિત વિસ્તારો અને ચેરવનો આવેલા છે. જૈ જૈવિક વિવિધતાને ટકાવી રાખવા માટે આબોહવા, લોકો અને તેમની સાંસ્કૃતિક, સામાજિક પ્રવૃત્તિ, અન્નની ટેવો વગેરે ખૂબ જ મહત્વના છે. વિવિધતા કુદરતી વનસ્પતિ સમૂહમાં આપોઆપ બદલાવ થતો નથી. જો કે પ્રજાતિની ભિન્નતા વગેરે સતત બ્રીડિંગના કારણે ભિન્નતામાં બદલાઇ શકે છે જેને લીધી Life Forms - Physiognomy મુખાકૃતિ બદલાઇ જાય છે. કોઇ પણ દેશમાં ભૌગોલિક પરિસ્થિતિ, મુસાફ્રો, વણજારાનાં કારવા, પરદેશીઓની ચઢાઇ, બહારથી આવતા પરદેશીઓનું નવું Germosperm લેતા આવે છે, તેનાથી જૈવિક વિવિધતા વધી શકે છે. ખાસ તો કૃષિક્ષેત્રે આ વધારે શક્ય છે જેને Introduced Species કહેવાય છે, જેનું તાદૃશ ઉદાહરણ ગાંડો બાવળ, ઈંન્દ્રધનુષ - Lantana, જલકુંભી, બેશરમ વેલ છે, જે પ્રમાણમાં આશરે 100 વર્ષ જૂના છે, પરંતુ અન્ન અને શાકભાજી-ટામેટાં, બટાકા, મરચી, ચણા, તમાકુ, દાડમ વગેરે અનેક ઉદાહરણો છે, જે મૂળ પરદેશી છે. Branching Palm જેને ત્યાંની તડપદી ભાષામાં 'હોકા' કહેવાય છે જેને પોર્ટુગીઝ લોકો લાવ્યા હતાં. આજે પણ હોકા અથવા તો તાડિયા માત્રને માત્ર દીવનો વિસ્તાર અને ઊના તાલુકાની વિસ્તારમાં જ જોવા મળે છે. તદુપરાંત રૂખડો અને જુદી જુદી જાતના બાવળ પણ આફ્રિકાથી અહીં નાખવામાં આવ્યા છે. તેવું જ Floriculture, Horticulture છે. આની બીજી અસર એ થઇ કે ફૂગ તથા કીટકોના ખોરાક માટે વિવિધ સ્ત્રોતો મળી ગયા. કૃષિ પાકો, ફૂલોવાળી વનસ્પતિને ઉગાડવી વગેરે આશ્રાયદાતા મળી ગયા અને તેમનો પુષ્કળ ફેલાવો અને તેમનામાં ભિન્નતા સર્જાઇ. ફ્ળાઉ પાક પણ સજીવોની વિવિધતાનો ભાગ જ છે.


  • Follow us on: