- સંચાલન : વધુ ઊંચા ભાવે પ્રોડક્ટ રજૂ કરીને નફનો મોટો ગાળો કમાવો તેને પ્રાઇસ સ્કિમિંગ કહે છે
કોઈ એક વસ્તુ કે તે વસ્તુના નવા મોડેલનું મોટાભાગે ઘણા ઊંચા ભાવે બજારમાં પ્રક્ષેપણ કે લોન્ચિંગ કરવામાં આવે છે. જેઓ તે ભાવે તેને ખરીદીને તેના પ્રથમ ગ્રાહક બનવા માંગે છે તેઓ જરૂરથી તે ભાવ ચૂકવશે એક એવો ચોક્કસ વર્ગ બજારમાં હાજર છે જ. બીજી તરફ્ એક વર્ગ એવો પણ છે કે તે ભાવ ઘટવાનો કે તે પ્રકારની બીજી પ્રોડક્ટ તેના પ્રતિસ્પર્ધી તરફ્થી બજારમાં વધુ કિફયતી ભાવે મુકાય તેની રાહ જુએ છે. હવે આ તરફ્ જે કંપની એ પ્રોડક્ટ કે સર્વિસ શરૂઆતમાં ઘણા ઊંચા ભાવે રજૂ કરી હતી તે પણ બજારની સ્પર્ધાને લીધે તેમની પ્રોડક્ટ કે સર્વિસના ભાવ ઘટાડવા માટે પ્રેરિત થશે કે ફરજિયાતપણે ભાવ ઘટાડવા પડશે. આ પ્રકારે વધુ ઊંચા ભાવે પ્રોડક્ટ રજૂ કરીને શરૂઆતમાં નફનો મોટો ગાળો કમાવો તેને પ્રાઇસ સ્કિમિંગ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રાઇસ સ્કિમિંગ કે સ્કીમ પ્રાઇસિંગ એટલે સરળ ભાષામાં વાત કરીએ તો તો ઊંચા ભાવે કોઈ પ્રોડક્ટ કે સર્વિસને રજૂ કરવી અને જ્યાં સુધી તેના વિશિષ્ટ ગુણો છે અને કોઈ બીજી સ્પર્ધાત્મક પ્રોડક્ટ બજારમાં નથી આવતી ત્યાં સુધી તેના સામાન્ય કરતાં વધુ ભાવે વેચવી અને નફનો મોટો ગાળો કમાવો. આ વધુ નફે તે પ્રોડક્ટ અને તેના વિશિષ્ટ ગુણો કે ફીચર્સને બનાવવા માટે કરવામાં આવેલા રિસર્ચની કિંમત વસૂલવામાં ભાગ ભજવે છે. એક ચોક્કસ ગ્રાહક વર્ગ એવો હશે કે તે આ નવું મોડેલ કે પ્રોડક્ટ કોઈ પણ ભાવે ખરીદીને તેના પ્રથમ વપરાશકર્તા બનવા માંગતા હશે. ત્યાર બાદ ભાવ પ્રત્યે સંવેદનશીલ ગ્રાહક વર્ગને ધ્યાનમાં લઇને તેમને પણ આ પ્રોડક્ટ તેમની અપેક્ષિત કિંમતે મળી રહે તે પ્રમાણે તેને સામાન્ય બજાર ભાવોને નજીક લાવવામાં આવે છે અને તે પ્રોડક્ટનું વેચાણ ચાલુ રહે છે.
જ્યારે નવા પ્રકારનું ઉત્પાદન બજારમાં પ્રવેશે છે ત્યારે કિંમતમાં સ્કિમિંગનો વારંવાર ઉપયોગ થાય છે. ધ્યેય શક્ય તેટલી વધુ આવક ભેગી કરવાનો છે જ્યારે ઉપભોક્તા માંગ વધારે છે અને બજારમાં સ્પર્ધા દાખલ થઈ નથી. એકવાર તે લક્ષ્યો પૂરા થઈ જાય, પછી મૂળ ઉત્પાદન નિર્માતા કિંમતોથી સંવેદનશીલ એવા વધુ ખરીદદારોને આકર્ષવા માટે કિંમતો ઘટાડી શકે છે જ્યારે બજારમાં પ્રવેશતી કોઈપણ ઓછી કિંમતની કૉપી વસ્તુઓ પ્રત્યે સ્પર્ધાત્મક રહી શકે છે. આ તબક્કો સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે વેચાણનું પ્રમાણ વિક્રેતા દ્વારા વસૂલવામાં સક્ષમ હોય તેવા ઉચ્ચતમ ભાવે ઘટવાનું શરૂ થાય છે, જે તેમને બજારની માંગને પહોંચી વળવા કિંમત ઘટાડવાની ફરજ પાડે છે.
બીજી બાજુ જ્યારે કોઈ પ્રતિસ્પર્ધી જ્યારે તેવી જ પ્રોડક્ટ ઓછા ભાવે બજારમાં લાવે ત્યારે તેના ભાવને મેચ થાય તે પ્રમાણે કંપની પોતાની પ્રોડક્ટ જે શરૂઆતમાં ખૂબ ઊંચા ભાવે બજારમાં રજૂ થઇ હતી તેના ભાવે ઘટાડે છે. આ સમયે ભાવમાં ઘટાડો કરીને પ્રતિસ્પર્ધીના ભાવ સાથે મેચ કરી શકાશે કારણ કે શરૂઆતમાં તેઓએ વધુ નફે કમાઈ લીધો છે.
ચાલો આ પ્રોડક્ટની કિંમત ઘટાડવાની વધુ એક શક્યતાની ચર્ચા કરીએ જે શરૂઆતમાં ઊંચા દરે લોન્ચ કરવામાં આવી હતી, હવે તેજ કંપનીએ તેમની એ કે બીજી પ્રોડક્ટનું નવું મૉડલ અથવા અપગ્રેડ કરેલ વર્ઝન લૉન્ચ કર્યું છે, તો આ સમયે તેઓ ફ્રીથી નવા મૉડલને વધુ કિંમતે રજૂ કરશે અથવા લૉન્ચ કરશે. બીજી તરફ્ તેઓ હાલના અથવા જૂના મોડલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરશે. આ વ્યૂહરચના નવી પ્રોડક્ટને ઊંચા ભાવે લોન્ચ કરવામાં અને જૂના મોડલના સ્ટોકને ડિસ્કાઉન્ટ પર નિકાલ કરવામાં મદદ કરશે. અહીં જૂના મોડલને ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવશે કારણ કે શરૂઆતમાં જ્યારે તે લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તેણે મોટો નફે મેળવ્યો હતો અને તે જ પ્રારંભિક નફના મોટા માર્જિનને કારણે તે પ્રોડક્ટ તેના જીવન ચક્રના સૂર્યાસ્તના તબક્કામાં ભારે ડિસ્કાઉન્ટ સહન કરી શકે છે અને કંપની પાસે તે જૂના મોડેલના પ્રોડક્ટના માલનો ભરાવો નહિ થાય અને નવું મોડેલ ઊંચા ભાવે રજૂ કરી શકાશે. અહીં કંપનીને તો ફયદો છે જ છે અને બીજી બાજુ ગ્રાહકને પણ ફયદો છે કારણ કે જે નવું મોડેલ વધુ ઊંચા ભાવે લેવા નથી માંગતા અથવા તેમને તે નવા કે અપગ્રડેડ મોડેલની જરૂર જ નથી તો તેઓને ત્યારે જૂનું કે પ્રવર્તમાન મોડેલ ઘણા કિફયતી ભાવે મળી રહે છે. તો ગ્રાહક ચોક્કસ રીતે આ પ્રકારની કંપનીની વ્યૂહરચના કે પેટર્નને સમજે અને પોતાના ખરીદીના નિર્ણયો લે તો તે ચોક્કસપણે ફયદામાં રહે.
જો આપણે પ્રાઇસ સ્કિમિંગના ઉદાહરણ વિશે વાત કરીએ તો મોટાભાગે એવા ઉત્પાદનોમાં જોવા મળે છે કે જેઓ વારંવાર નવા મૉડલ લૉન્ચ કરે છે અથવા જ્યાં ટેક્નોલોજી તરફ્ બદલાતી રહે છે. મોબાઈલ ફેનમાં નવા મોડેલ ઊંચા ભાવે રજૂ કરવામાં આવે છે અને સમય જતા બીજા મોડેલ આવતા તેનો ભાવ ઘટે છે. જો આપણે મોબાઇલ ફેનની કિંમતમાં ઘટાડાનાં નવીનતમ ઉદાહરણ વિશે વાત કરીએ, તો સેમસંગે થોડાં વર્ષો પહેલાં પ્રથમ વખત ફેલ્ડ ફેન સિરીઝ લૉન્ચ કરી હતી અને તે પણ ઊંચી કિંમતે અને તેના પર ભારે નફે મેળવ્યો હતો કારણ કે તે પ્રથમ અને એકમાત્ર કંપની હટે કે જેણે ફેલ્ડ ફેન બજારમાં લૉન્ચ કાર્ય હતા. એકાદ વર્ષ પછી વિવોએ સમાન ફેલ્ડ ફેન લોન્ચ કર્યો જે પણ સેમસંગ કરતા ઓછી કિંમતે. સ્પર્ધામાં ટકી રહેવા અને હરીફ્ને હરીફઈ આપવા માટે સેમસંગએ તેમના ફેલ્ડ ફેનના ભાવમાં ઘટાડો કર્યો અને તેને વિવો ફેલ્ડ ફેનના દરની નજીક લાવવાનો પ્રયાસ કર્યો. બીજા ઉદાહરણની વાત કરીએ તો તમે જ યાદ કરો કે શરૂઆતમાં મોબાઈલ ડેટા સર્વિસ કેટલા ભાવે ઉપલબ્ધ હતી અને સ્પર્ધા વધતા તે આજે ઘણા કિફયતી દરે ઉપલબ્ધ છે.
આ પ્રાઇસ સ્કિમિંગના ફયદાની વાત કરીએ તો તે પોતાની એક કથિત ઉચ્ચ-ગુણવત્તાની છબી અને ધારણા બનાવવામાં મદદ કરે છે. શરૂઆતમાં નફનું મોટું માર્જિન ઊભું કરે છે કે જે પછીથી ડિસ્કાઉન્ટ આપવા કે કંપનીના બીજા કોઈ નવા સંશોધનમાં પણ કામ લાગે છે. ડીલર કે વિતરકોને પણ તે સમયે વધુ માર્જિન આપી શકાય છે અને જેનાથી તેઓ આ પ્રોડક્ટને વેચવા માટે પ્રેરિત થશે.
બીજી બાજુ તેના ગેરફયદાની વાત કરીએ તો આ કોઈ લાંબાગાળાની વ્યૂહરચના નથી કારણ કે સ્પર્ધા વધતા ભાવ ઘટાડવો જ પડશે. આ વ્યૂહરચના ગ્રાહકોની વફદારીને અસર કરે છે કારણ કે ઊંચા ભાવે લોન્ચ કરેલી એક પ્રોડક્ટ થોડા મહિના પછી સસ્તા ભાવે મળતી થઇ જશે તો તે ફ્રી વાર ગ્રાહકો થોભો અને ભાવ ઘટવાની રાહ જુઓની નીતિ અપનાવશે. અને જો કંપની પોતાની પ્રોડક્ટના ઊંચા ભાવને યોગ્ય ઠેરવી નહિ શકે તો તેઓ ગ્રાહકોને આકર્ષિત નહિ કરી શકે.