• હળવા થઈને પવનની સાથે થોડું ઊડી લઈએ, મોટપ નીચે મૂકી ઉપર નાના થઈને જોઈએ

પતંગનો ઓચ્છવ

એ બીજું કંઈ નથી, પણ

મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ!

નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા

નભની ભડભડતી એકલતા ભૂંસવા

ઉમંગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી

પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.

ઉજ્જડ નભને નમણું નજરાણું

ઉફ્રે આ પતંગ!

હરેક જણના પતંગ પર

લખિયો છે આ સંદેશો કે

હે નભ! તું નીચે આવ!

આવ નીચે ને જરાક હળવું થા....

માર નગારે ઘા,

ગમગીનીનો ગોટો વાળી

જલદી કૂદ કછોટો વાળી

ઓચ્છવના આ રંગકુંદમાં ડૂબકી મારી ગા!

આવ, આવ, તું જરાક નીચે આવ ને હળવું થા...

આભ, તને

આ પતંગ રૂપે છે નિમંત્રણ-

નીચે આવી ચાખ ઉમળકો,

ચાખ જુવાની, ચાખ લાગણી

ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ

આભ, તું જરાક નીચે આવ...

મૂર્ધન્ય કવિ રમેશ પારેખની કવિતા સ્મરણમાં આવી જાય એવો ઉત્સવ આવી પહાંેચ્યો છે. ગુજરાતમાં ઉત્તરાયણે પતંગો તો પ્રતીક છે. ખરેખર તો ગુજરાતી ઉત્સવપ્રેમીઓ પણ આ તહેવારમાં ઉડતા હોય એવો અહેસાસ કરે છે. પ્રગતિના ક્ષેત્રે જેના માટે જાઅ ૈજ ંરી ઙ્મૈદ્બૈં કહેવાય છે એવી ગુજરાતી પ્રજા ઉત્સવોની ઉજવણીમાં પણ અવ્વલ છે.

ચોક ફળિયા સૂમસામ/

પોળ કરતી આરામ/

ગામ રંગે ચડયું છે બધું ધાબમાં/

મારા ઉરનો પતંગ ઉડે આભમાં/

લાલ પીળા ચટ્ટક/

ફૂલ ખિલ્યાં અઢળક/

જાણે ધરતી વરસી'તી આસમાનમાં/

મારા ઉરનો પતંગ ઉડે આભમાં/

બોર ગંડેરી પાક/

ખાવ ઊંધિયાના શાક/

સાંજ રડવડતી ખાલી સૌ ઠામમાં/

મારા ઉરનો પતંગ ઉડે આભમાં/

જ્યાં સ્પર્ધા હોય ત્યાં આમ પણ રંગત વધુ જામતી હોય છે. રમેશ પારેખ પતંગ થકી આભને નીચે આવવા નિમંત્રણ આપે છે પરંતુ નીચે કેવી કાપાકાપી અને લૂંટ મચી છે તે આપણે જાણીએ છીએ. ખેર આ તો જેવી જેની મોજ. કોઈને પતંગ ઉડાડવાની મોજ છે તો કોઈને કાપવાની તો કોઈને વળી માત્ર આ તમાશો સાક્ષી ભાવે જોવાનો જ આનંદ છે.

સૌથી પહેલો પતંગ ત્રણ હજાર વર્ષ પૂર્વે પાંદડાંમાંથી બનાવવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે. વિશ્વનો સૌથી નાનો પતંગ પાંચ મિલીમીટર જેટલું ઊંચો ઊડયો હતો. વિશ્વના સૌથી વિશાળ પતંગને મેગા ફ્લેગ તરીકે ઓળખવામાં આવે છે. તે 630 ચોરસમીટરનું કદ ધરાવે છે. પીટર લીન નામની વ્યક્તિએ આ પતંગ બનાવ્યો હતો. વિશ્વનો સૌથી લાંબો પતંગ 1034 મીટર લંબાઈ ધરાવે છે. જાપાનના પતંગબાજ દ્વારા એક જ દોરી પર 11,284 પતંગ ઉડાડવાનો વિક્રમ સ્થાપિત કરવામાં આવ્યો હતો. એકદમ દૂર પતંગ ઉડાડવાની હરીફાઈ જમાવતા હો છો ને! અત્યાર સુધીમાં સૌથી દૂર એટલે કે સૌથી વધુ ઊંચાઈ પર પતંગ ઉડાડવાનો વિક્રમ 3801 મીટરનો છે. અત્યાર સુધીમાં સૌથી ઝડપી ઉડાડવામાં આવેલો પતંગ 193 કિમી પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઉડાડવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડના માઓરી જાતિના લોકો વૃક્ષની છાલ અને પાંદડાંમાંથી અદ્ભુત પક્ષીઓના આકારના પતંગ બનાવવા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. કોડી મેનલિફિંટગ કાઇટ સિસ્ટમ શોધનારા સેમ્યુઅલ ફ્રેન્કલિન કોડી 1903માં પતંગની મદદથી ઈંગ્લિશ ચેનલ પાર કરનારી પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

થાઇલેન્ડમાં પતંગ ઉડાડવા માટે 7 8 જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. 17 60મા જાપાનમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવાનું છોડીને આખો દિવસ પતંગ ઉડાડતા હતા. અમેરિકામાં જ્યારે આંતરવિગ્રહ થયો ત્યારે અમેરિકન સૈન્ય અધિકારીઓ પતંગનો ઉપયોગ સંદેશા વ્યવહાર માટે કરતા હતા. 1901માં માર્કોનીએ પતંગની મદદથી પહેલી વાર રેડિયો તરંગોના માધ્યમથી સંદેશાને એટલાન્ટિક સમુદ્રની પાર મોકલવામાં સફળતા મેળવી હતી. ચીનના ડ્રેગન આકારના પતંગ ખૂબ જાણીતા છે. પૂર્વ જર્મનીમાં પણ એક જમાનામાં મોટાં મોટાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ હતો, કારણ કે જર્મન શાસકોનું માનવું હતું કે આવા વિશાળ પતંગોના સહારે લોકો બર્લિનની દીવાલ પાર કરીને પિૃમ જર્મનીમાં પહોંચી શકે છે.

ચીનમાં પણ એક સમયે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ પતંગ ઉડાડતી નજરે ચડે તો તેને ત્રણ વર્ષ સુધી કારાવાસની સજા ફરમાવવામાં આવતી.

વિશ્વના જુદા જુદા દેશોમાં ઓક્ટોબર મહિનાના બીજા રવિવારે, 'વન સ્કાય વન વર્લ્ડ' સૂત્રને સાર્થક સાબિત કરવા અને વિશ્વમાં શાંતિ, ભાઈચારા અને એકતાનો સંદેશો પ્રસરાવવા પતંગ ઉડાડવામાં આવે છે.

 ન્યૂયોર્કમાં એક સાથે 17 8 જેટલા પતંગ ચગાવવાનો વિક્રમ નોંધાયો છે. જાપાનમાં ઈમારતની ઉપર પતંગ બાંધવાથી અનષ્ટિ તત્ત્વો દૂર રહેતા હોવાની માન્યતા છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં પતંગ ચગાવવો એ સરકારી ગુનો છે. જાપાનમાં કપાયેલો પતંગ ફરી પાછો આપી દેવાનો રિવાજ છે. વિશ્વયુદ્ધ પછી કેટલાક દેશો ફક્ત જાસૂસી કરવા માટે પતંગ વાપરતા હતા.

ચીનમાં પ્રગતિ અને નસીબના ચિહન તરીકે પતંગ ઉડાડવામાં આવે છે. પતંગની શોધનો શ્રોય ચીનને જાય છે. પતંગની શરૂઆત જ ચીનથી થઇ હતી. અંદાજે 2800 વર્ષ પહેલાં પતંગ સૌ પ્રથમ ચીનમાં ઊડયો હતો, એ પછી બીજા દેશોએ પતંગ ઉડાવવાનું શરૂ કર્યું હતું. આજે પણ ચીનમાં પતંગનું અને દોરીઓનું મોટા પાયે ઉત્પાદન થાય છે અને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

ગુજરાત અને રાજસ્થાનમાં આ તહેવાર ઉત્તરાયણના નામથી ઓળખાય છે. આ ઉપરાંત જુદાં જુદાં રાજ્યોમાં મકરસંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. હરિયાણા, હિમાચલપ્રદેશ અને પંજાબમાં આ દિવસને માઘી તરીકે ઓળખવામાં આવે છે. તામિલનાડુમાં તે પોંગલના નામથી ઊજવાય છે. આસામમાં માઘ બિહુ અથવા તો ભોગલી બિહુના નામથી ઓળખવામાં આવે છે. કાશ્મીરમાં શિશિરસંક્રાંત તરીકે પ્રચલિત છે.


  • Follow us on: