• આૃર્ય : દેશમાં હાલ માત્ર દોઢ ટકા બાંધકામના કાટમાળનું રિસાઇક્લિંગ સંભવ

વિશ્વમાં હાલમાં 50 અબજ મેટ્રિક ટન રેતીનો વપરાશ દર વર્ષે થઈ રહ્યો છે. બીજી બાજુ રેતી એ નવીનીકરણ થઈ શકે તેવો (renewable) સ્ત્રોત નથી. રેતીની સતત વધતી માંગ અને મર્યાદિત ઉપલબ્ધતાને કારણે કુદરતની આ અમૂલ્ય ભેટ પણ અસ્તિત્વનાં જોખમો ધરાવતી બની ગઈ છે. આપણે એ પણ જોયું કે દેશમાં પ્રધાનમંત્રી ગતિશક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત અંદાજે એક લાખ અબજ રૂપિયાના રોકાણનું આયોજન છે ત્યારે રેતીનો સક્ષમ વિકલ્પ વિકસાવવાની અને અપનાવવાની તાતી જરૂરિયાત છે. આપણે કુદરતી રીતે પ્રાપ્ત થતી રેતીના સક્ષમ વિકલ્પ છે કોપર સ્લેગ, લોખંડ મેળવવાની ભઠ્ઠીઓમાંથી મળતો બિનધાતુ લાવા એટલે કે Granulated Blast Furnace Slag (GBFS), coal ash અથવા Washed Bottom Ash (WBA), Quarry Dust, Foundry sand, કાચના ભૂકા (Sheet Glass Powder (SGP) વગેરેની વિગતે ચર્ચા કરી. આજે આપણે કૃત્રિમ રેતી અને બાંધકામના ધ્વંસ કે તોડફેડ દરમિયાન ઉત્પન્ન થતાં ભંગારને પુનઃઉપયોગમાં લઈ બનાવાતી Recycled Sand વિષે ચર્ચા કરવી છે કે જે Game changer બનવાની ખૂબ મોટી ક્ષમતા ધરાવે છે. મોટા પથ્થરોને નિયમિત સાઈઝના બારીક કણોમાં ભૂકો કરીને બનાવાતી કૃત્રિમ રેતી Manufactured sand (M-Sand) તરીકે ઓળખાય છે. તેનો દરેક કણ ઘન આકારનો કે અણીદાર હોય છે. ખરબચડી સપાટી હોવાથી તે કોંક્રિટમાં વાપરવા યોગ્ય હોય છે. તેની ઘનતા અને વિશિષ્ટ ઘનતા કુદરતી રેતી કરતાં વધુ હોય છે અને તેમાં નદી કે દરિયાની રેતી કરતાં અશુદ્ધિઓનું પ્રમાણ ઓછું હોય છે. તેને કોંક્રિટમાં વાપરવાથી કામ સરળ અને વધુ મજબૂત બને છે. જે અંગે સંશોધનો ઉપલબ્ધ છે.

કુદરતી રેતી પ્રાપ્ત કરવા નદીઓમાં અને દરિયાકાંઠે થતું ગેરકાયદે ખનન અટકાવવા માટે કૃત્રિમ રેતીનો ઉપયોગ ખૂબ જ ઉપકારક સાબિત થાય તેમ છે તે સમજીને કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગણા જેવાં રાજ્યોએ કૃત્રિમ રેતીના ઉત્પાદનને પ્રોત્સાહન આપતી નીતિ અમલમાં મૂકી તેને માટે અનુકૂળ વાતાવરણ સર્જવાના પ્રયત્નો કર્યાં છે. પરિણામે એકલા કર્ણાટક રાજ્યમાં જ આશરે 170 જેટલાં કારખાના વાર્ષિક 2 કરોડ ટન કરતાં વધુ M-Sand નું ઉત્પાદન કરે છે જે રાજ્યના વિવિધ વિકાસ કામોમાં વપરાય છે. રાજસ્થાન સરકારે પણ માર્ચ 2021માં આ અંગે નવી નીતિ જાહેર કરી કૃત્રિમ રેતી બનાવતાં વધુ એકમો રાજ્યમાં સ્થપાય તે માટે પ્રયત્નો આદર્યાં છે અને એવો નિર્ણય કર્યો છે કે રાજ્યના જાહેર બાંધકામ કામોમાં રેતીની કુલ જરૂરિયાત પૈકી ઓછામાં ઓછી 25% માંગ કૃત્રિમ રેતી દ્વારા પૂરી કરી સામાન્ય લોકોમાં આ અંગે વિશ્વાસ પેદા કરવામાં આવે.

નદીની રેતી એક મેટ્રિક ટનના રૂપિયા 1200ની કિંમતે મળતી હોય છે જેની સામે આ કૃત્રિમ રેતી માત્ર 600 થી 700 રૂપિયાના ભાવે મળે છે. કોંક્રિટમાં વપરાતી નદીની રેતી 900 રૂપિયા પ્રતિ ઘન મીટર મળે છે તેની સામે કૃત્રિમ રેતી માત્ર 500 રૂપિયામાં પડે છે. ચણતર કે પ્લાસ્ટરમાં વપરાતી ઝીણી રેતી 100 કિલોગ્રામના રૂપિયા 200 ની બદલે અંદાજે 160 રૂપિયામાં મળી શકે છે. આમ છતાં જો તેનો વપરાશ લોકપ્રિય ના હોય તો તેને માહિતીનો અભાવ ગણવો કે લોકોની બદલાવ નહીં સ્વીકારવાની માનસિકતા ગણવી?

રેતીનો બીજો એક ઉભરતો વિકલ્પ છે ચાલુ બાંધકામ દરમિયાન તેમજ જૂના બાંધકામના ધ્વંસ વખતે ઉપલબ્ધ થતાં કાટમાળ (Construction & Demolition Waste) માંથી બનાવવામાં આવતી રેતી જેને Recycled Sand પણ કહે છે. આ Construction & Demolition Waste લગભગ 50% જૂનું બાંધકામ ધ્વંસ કરવાના કારણે, 40% જૂના બાંધકામના નવીનીકરણ કે સુધારા-વધારાને કારણે અને બાકીના 10% નવા બાંધકામ દરમિયાન સુધારા કે ફેરફર થવાના કારણે ઉત્પન્ન થતો હોય છે. આ કાટમાળમાં સામાન્ય રીતે કોંક્રિટ, ઇંટોનું કે પથ્થરનું ચણતર, લોખંદ, લાકડું, સેનિટરી વેર, કાચ વગેરે જોવા મળે છે. વિકાસશીલ દેશોમાં આવા કાટમાળ લેન્ડ ફ્લિ સાઈટમાં ડમ્પ કરવામાં આવે છે અથવા તો તે નજીકની કોઈ પણ ખાલી જમીન ઉપર કચરા / ભંગાર તરીકે છોડી દેવામાં આવે છે જ્યારે વિકસિત દેશોમાં તેને પદ્ધતિસર વહન કરીને કલેક્શન સેન્ટરમાં પહોંચાડી રિસાઇકલ કરવામાં આવે છે. આ કાટમાળને રિસાઇકલ કરવાથી તેના નિકાલની સમસ્યા તો દૂર થાય જ છે પણ સાથે સાથે બાંધકામ માટેનું નવું મટિરિયલ પ્રાપ્ત કરી શકાય છે જે સસ્તું પણ પડે છે અને મજબૂત પણ. આનાથી પર્યાવરણને ખૂબ જ ઉપકારક ફયદો થઈ શકે છે.

આપણા દેશમાં Building Materials & Technology Promotion Council (BMPTC) દ્વારા વર્ષ 2020માં કાઢવામાં આવેલ એક અંદાજ મુજબ વાર્ષિક 15 કરોડ ટન construction and demolition (C&D) waste ઉત્પન્ન થાય છે એટલે કે માથા દીઠ લગભગ 110 કિલોગ્રામ. આપને એ જાણીને કદાચ આૃર્ય થશે કે આજથી છ વર્ષ અગાઉ 2016ની સાલમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલય દ્વારા આવા કાટમાળના નિયંત્રિત નિકાલ માટે Construction and Demolition Waste Management Rules, 2016 અમલમાં લાવવામાં આવ્યા હતા અને માર્ચ 2017માં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેની વિગતવાર માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી હતી. આ નિયમો મુજબ તો જો કોઈ એકમ/વ્યક્તિ જે તે પ્રોજેક્ટ દીઠ રોજના 20 ટન કરતાં વધુ કે મહિને કુલ 300 ટન કરતાં વધુ કાટમાળ ઉત્પન્ન કરતો હોય તો તેણે તેને ચાર ઘટકોમાં (કોંક્રિટ, માટી, લોખંડ, લાકડું અને પ્લાસ્ટિક, ઇંટો વગેરે) છૂટો પાડીને તેના નિકાલ માટે નિર્ધારિત કાર્યવાહી કરવાની રહે છે. બાંધકામ કે તેના ધ્વંસ કે તેમાં ફેરફર/નવીનીકરણની કામગીરી હાથ ધરતાં પહેલાં આવા કાટમાળના નિકાલ વ્યવસ્થાપનનો પ્લાન સક્ષમ સત્તાધિકારી પાસેથી મંજૂર કરાવી લેવાનો રહેશે અને તે મુજબ કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાનો રહે છે. આટલી સ્પષ્ટ જોગવાઈઓ, નિયમો અને માર્ગદર્શિકાઓ હોવા છતાં અમલવારીમાં આપણે ક્યાં છીએ એ તો આપની આજુબાજુ નજર કરતાં જ જણાઈ આવશે.

દેશના પાટનગર દિલ્હી એકલામાં જ વર્ષે દહાડે 15 લાખ ટન બાંધકામનો કચરો એકત્રિત કરવામાં આવે છે, બીજા ગેરકાયદેસર કરાયેલ ઢગલાઓને ગણતરીમાં ના લઈએ તો પણ. અન્ય વિકસિત દેશોને અનુસરીને આપણે પણ જો આનું રિસાઇક્લિંગ કરી શકીએ તો દિલ્હીની કુદરતી રેતી માટેની માંગ મહદ અંશે સંતોષી શકાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે સમગ્ર દેશમાં ઉપલબ્ધ કુલ રિસાઇક્લિંગ ક્ષમતા માત્ર વાર્ષિક 2.5 લાખ ટનની જ છે (એટલે કે દોઢ ટકાથી પણ ઓછી) !

અગાઉ બાંધકામના કાટમાળને રિસાઇક્લિંગ કરતી વખતે તેમાંથી લોખંડ અને લાકડું અલગ કરી તેના ભૂકાને કોંક્રિટના એગ્રીગેટ્સ તરીકે એટલે કે કપચી અને ગ્રીટ તરીકે વાપરવા પૂરતો સીમિત ધ્યેય રહેતો હતો જ્યારે હવે ટેક્નોલોજી ઉપલબ્ધ હોવાના કારણે નિર્ધારિત ગુણવત્તાવાળી રિસાઇકલ રેતી પ્રાપ્ત કરવા ઉપર પણ ભાર મુકાઈ રહ્યો છે. આજથી લગભગ એક દાયકા પહેલાં Construction & Building Materials નામની આંતરરાષ્ટ્રિય જર્નલના March 2013 ના અંકમાં આ અંગે સંશોધનપત્ર પ્રકાશિત કરીને એવો આશાવાદ દર્શાવવામાં આવ્યો હતો કે આનાથી બાંધકામ ક્ષેત્રે રિસાઇક્લિંગ મોડેલમાં જબરદસ્ત પરિવર્તન આવશે અને કુદરતી રેતીના અસ્તિત્વ સામેનું જોખમ ટાળી શકાશે. આ ઉપરાંત ફઉન્ડ્રીના તળિયામાં અને દીવાલોમાં વપરાઈને બળી ગયેલ Spent Fire Bricks (SFB)ના ભૂકાને કુદરતી રેતી સાથે ભેળવીને કોંક્રિટમાં વાપરવાનું પણ શક્ય છે તેવું પ્રયોગોએ દર્શાવ્યું છે.

દેશના વિવિધ ભાગોમાં, ગુજરાતમાં અને આપણા અમદાવાદમાં પણ રિસાઈકલ કરાયેલી રેતી બનાવતા એકમો છે તેમ છતાં આવી રેતીના બાંધકામમાં થતો ઉપયોગ જોયો, સાંભળ્યો નહીં હોય જે દર્શાવે છે કે આપણે આ દિશામાં હજુ ઘણી મજલ કાપવાની બાકી છે.

મારી દૃષ્ટિએ એવાં કામો કે જ્યાં વિપુલ પ્રમાણમાં રેતીની જરૂર પડે ત્યાં કૃત્રિમ રેતી કે રિસાઇકલ કરેલી રેતી વાપરવાની મબલખ તકો રહેલી છે. દા.ત. નદી-નાળા ઉપર પાણીના સંગ્રહ માટે બંધાતા બોરી બંધ, રસ્તાઓના કે ભોંયરાઓના પુરાણ કરવામાં, મકાનોના ફ્લોરિંગમાં, માટીના બંધોમાં કે નહેરોના પાળામાં Pervious /Semi-pervious Zone કે સેન્ડ ફ્લ્ટિરમાં. પેવર બ્લોક તૈયાર કરવામાં જો કુદરતી રેતીની બદલે આવી રિસાઇકલ રેતી વાપરીએ તો 15% સુધી સસ્તા પડે છે. કૃત્રિમ કે રિસાઇકલ કરેલી રેતીના બાંધકામમાં ઉપયોગ માટે બ્યૂરો ઓફ્ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના Codes પણ પૂરતી માર્ગદર્શિકાઓ પૂરી પાડે છે. આમ છતાં જરૂર છે મકાન, પૂલ કે અન્ય સ્ટ્રક્ચર્સની એવી ડિઝાઈન તરફ્ વળવાની કે જે ભવિષ્યમાં Demolitionની બદલે પદ્ધતિસરનું Deconstruction શક્ય બનાવે. સાથે-સાથે આવી કૃત્રિમ અને રિસાઇકલ રેતીના ઉત્પાદન એકમો વિકસાવવાની તાતી જરૂર છે તેમજ તેના માટેનું માર્કેટ પણ ઊભું કરવું જ રહ્યું.


  • Follow us on: