Overseas able to gift oxygen concentrators to Indian relatives: Center
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વિદેશીઓ ભારતીય સગાઓને ઓક્સીજન કોન્સનટ્રેટર્સ ગિફ્ટમાં આપી શકશે : કેન્દ્ર

વિદેશીઓ ભારતીય સગાઓને ઓક્સીજન કોન્સનટ્રેટર્સ ગિફ્ટમાં આપી શકશે : કેન્દ્ર

 | 6:30 am IST
  • Share

। નવી દિલ્હી ।

કેન્દ્ર સરકાર દ્વારા વિદેશમાં વસતા સગાઓ દ્વારા ભારતીયોને ઓક્સીજન કોન્સનટ્રેટર્સ ગિફ્ટમાં આપવા છૂટ અપાઈ છે. તેઓ ભારતમાં રહેતા સગાઓને ઓક્સીજન કોન્સનટ્રેટર્સ ગિફ્ટમાં આપી શકશે. ઓક્સીજન કોન્સનટ્રેટર્સની આયાત અને ગિફ્ટને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા તેને કસ્ટમ્સ ડયુટીમાં માફી અપાઈ છે. આ છૂટછાટ ૩૧ જુલાઈ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. દેશમાં ઓક્સીજનની અછત સર્જાયા પછી આ નિર્ણય લેવાયો છે. આમ હવે વ્યક્તિગત ઉપયોગ માટે લોકો ગિફ્ટ સ્વરૂપે ઓક્સીજન કોન્સનટ્રેટર્સની આયાત કરી શકશે.

કયા કયા મેડિકલ સાધનો પરની કસ્ટમ્સ ડયુટી માફ કરાઈ

સરકાર દ્વારા ઓક્સીજન કોન્ટસનટ્રેટર્સ ,મેડિકલ ઓક્સીજન, ઓક્સીજન કેનિસ્ટર, સ્ટોરેજ  ટાંકીઓ, ઓક્સીજન જનરેટર્સ, તેમજ ઓક્સીજનનું ઉત્પાદન કરતા કોઈપણ ડીવાઈસ અને કેટલીક ચીજો પરની કસ્ટમ્સ ડયુટી માફ કરાઈ છે.

રૂ.૧૦૦૦થી વધુ કિંમતની ગિફ્ટ પર કસ્ટમ્સ ડયુટી અને GST

સરકાર દ્વારા રૂ. ૧૦૦૦થી વધુ કિંમતની ગિફ્ટ પર કસ્ટમ્સ ડયુટી અને ઈન્ટેગ્રેડેટ GST લેવામાં આવે છે. સરકારે ઓક્સીજનને લગતી કેટલીક ચીજો અને સાધનો પર બેઝિક કસ્ટમ્સ ડયુટી માફ કરી છે પણ તેનાં પર IGST ચૂકવવાનો રહેશે. હવે સરકારે ઓક્સીજન કોન્સનટ્રેટર્સની ૩ મહિના માટે પોસ્ટ દ્વારા કે કૂરિયર દ્વારા કે ઈ -કોમર્સ દ્વારા કે પોર્ટલ દ્વારા વ્યકિતગત ઉપયોગ માટે ગિફ્ટ સ્વરૂપે આયાત કરવા મંજૂરી આપી છે. ઓક્સીજન કોન્સનટ્રેટર્સ એવું સાધન છે કે જે આસપાસની હવામાં રહેલા ઓક્સીજનને એકઠો કરીને દર્દીનાં શરીરમાં પ્રાણવાયુ સ્વરૂપે પહોંચાડતો રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન