Pakistan cricket team arrives in Dubai to watch IPL 2021 final
  • Home
  • Sports
  • Cricket
  • IPLની ફાઇનલ મેચ જોવા પાકિસ્તાન ક્રિકેટ ટીમ દુબઇ પહોંચી!

IPLની ફાઇનલ મેચ જોવા પાકિસ્તાન ક્રિકેટ ટીમ દુબઇ પહોંચી!

 | 7:29 pm IST
  • Share

  • પાકિસ્તાની ખેલાડી IPL 2021ની ફાઇનલ મેચ જોશે
  • UAE પહોંચી પાકિસ્તાની ક્રિકેટ ટીમ
  • ટી-20 વર્લ્ડકપ પહેલા UAEમાં પાકિસ્તાન ટીમ

આઇપીએલ 2021ની ફાઇનલ મેચ દુબઇમાં રમાઇ રહી છે. આ પહેલા જ પાકિસ્તાનની ટીમ દુબઇ પહોંચી ગઇ છે. એટલે કે તેમના ખેલાડીઓ દુબઇમાં બેસીને આઇપીએલની ફાઇનલ મેચ જોશે. પાકિસ્તાનની ટીમ ટી-20 વર્લ્ડકપમાં સામેલ થવા માટે યૂએઇ પહોંચી છે. વર્લ્ડકપની શરૂઆત 17 ઓક્ટોબરે થવાની છે. પાકિસ્તાનની ટીમ પ્રથણ મુકાબલામાં 24 ઓક્ટોબરે ટીમ ઇન્ડિયા સામે ટકરાશે. જોકે ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ ક્યારેય ભારતને હરાવી શકી નથી.

બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાનની ટીમ ટી-20 વર્લ્ડકપમાં ઉતરી રહી છે. બાબર આઝમનો આ પ્રથમ ટી-20 વર્લ્ડકપ છે. યૂએઇ પહોંચતા પહેલા આખી ટીમનો ત્રણ વખત ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્રણ નેગેટિવ રિઝલ્ટ આવ્યા બાદ જ ખેલાડીઓ યૂએઇ માટે રવાના થયા હતા. પાકિસ્તાનની ટીમ એક વખત 2009માં ટી-20 વર્લ્ડકપની ટ્રોફી જીતી ચુંકી છે. બીજી તરફ ટીમ ઇન્ડિયા પણ 2007માં ચેમ્પિયન બની હતી. એટલે કે બંને ટીમો લાંબા સમયથી આ ટ્રોફી માટે રાહ જોઇ રહી છે.

ટીમને તૈયારી માટે ઝડકો મળ્યો

પાકિસ્તાનના ખેલાડીઓ યૂએઇ આવતા પહેલા ઘરેલુ ટી-20 લીગમાં ઉતરી હતી પરંતુ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કર્યો હતો. આ કારણે ટીમની તૈયારીઓને ઝટકો મળ્યો હતો. બંને ટીમો સુરક્ષા કારણોનો હવાલો આપી સિરીઝ રમવાથી ઇનકાર કર્યો હતો. જેને લઇ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર સવાલો ઉઠ્યા હતા અને આઇસીસીની બેઠકમાં આ મુદ્દાને ઉઠાવવાની વાત કહી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો