પાક. હેલિકોપ્ટરનું અફઘાનિસ્તાનમાં ક્રેશ લેન્ડીંગ, 7 લોકોને તાલિબાને બંધક બનાવ્યા - Sandesh
  • Home
  • World
  • પાક. હેલિકોપ્ટરનું અફઘાનિસ્તાનમાં ક્રેશ લેન્ડીંગ, 7 લોકોને તાલિબાને બંધક બનાવ્યા

પાક. હેલિકોપ્ટરનું અફઘાનિસ્તાનમાં ક્રેશ લેન્ડીંગ, 7 લોકોને તાલિબાને બંધક બનાવ્યા

 | 11:12 pm IST
  • Share

પાકિસ્તાનમાં એક હેલિકોપ્ટરનું ગુરૂવારે અફઘાનિસ્તાનમાં ક્રેશ લેન્ડ થઈ ગયું છે. હેલિકોપ્ટરમાં મુસાફરી કરનાર તમામ 7 લોકોને તાલિબાન તરફથી અપહરણ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાની દૂતાવાસના પ્રવક્તાએ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું કે, પંજાબ સરકારનું હેલિકોપ્ટર MI-17 રિપેરીંગ માટે રશિયા જઈ રહ્યું હતું. આ દરમિયાન અફઘાનિસ્તાનને લાગીને આવેલા લોગાર પ્રાંતમાં તેનું ક્રેશ લેન્ડીંગ કરવું પડ્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું કે, હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડીંગની જરૂરત કેમ ઊભી થઇ અને તેમા રહેલા લોકોનું શું થયું તેના અંગે અમારી પાસે કોઇ પણ માહિતી મળી શકી નથી. તેમજ હાલ આ તમામ અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.

ઘટના અંગે માહિતી આપતાં પ્રાંતના ગવર્નર હમીદુલ્લા હામિદે જણાવ્યું કે, તાલિબાનના આતંકવાદીઓએ હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા તમામ 7 લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે.. તેમજ તેમને કોઈ પણ અજ્ઞાત સ્થાન પર લઇ જવામાં આવ્યા છે. અપહરણ કરેલા લોકોમાં એક રશિયાના નાગરિક પણ છે.

આ ઉપરાંત ગવર્નરના પ્રવક્તા સલીમ સાલેહએ જણાવ્યું કે, હેલિકોપ્ટર ક્રેશ થયા પછી તેમાં આગ લાગી હતી. જો કે આ તરફ પાકિસ્તાન સેના તરફથી આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. તેમને આ હેલિકોપ્ટર પોતાનું હોવાની વાતનો અસ્વીકાર કર્યો છે. જ્યારે અફઘાનિસ્તાનના અધિકારીઓએ દાવો કર્યો કે, આ હેલિકોપ્ટર પાકિસ્તાન સેનાનું જ હતું અને તેમાં રહેલા 6 લોકો પૂર્વ સૈનિક હતા.

આ વચ્ચે અફઘાન તાલિબાનના પ્રવક્તા જબીબુલ્લા મુજાહિદે કહ્યું કે, તેમને આ પ્રકારની કોઇ પણ ઘટના અંગે જાણકારી મળી નથી.

પાકિસ્તાનના અધિકારીઓના અનુસાર, હેલિકોપ્ટર સવારે 8.45 કલાકે પેશાવરથી ઉપડ્યું હતું અને ઉઝબેકિસ્તાના બુખારામાં ઉતર્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનના અધિકારીઓએ તેને ઉપરથી ઉડવા માટેની પરવાનગી આપી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો