Pakistan Imran Khan Government Bans TLP
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓનો કોહરામ, સાત લોકોનાં મોત, ઈમરાન ખાને લગાવ્યો બેન

પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓનો કોહરામ, સાત લોકોનાં મોત, ઈમરાન ખાને લગાવ્યો બેન

 | 9:29 pm IST
  • Share

પાકિસ્તાનમાં ફ્રાંસના રાજદૂતને દેશથી નીકાળવાની માગને લઈ હિંસા થઈ રહી છે. આ વચ્ચે ઈમરાન સરકારે એક કટ્ટર ઈસ્લામી પાર્ટી પર આતંકવાદ અધિનિયમ હેઠળ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનમાં હિંસા અને અથડામણ દરમિયાન પોલીસકર્મી સહિત સાત લોકોનાં મોત થઈ ચૂક્યા છે. અને 300થી વધારે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. ગૃહમંત્રી શેખ રાશિદે તહરીકે એ લબ્બૈક પાકિસ્તાન (TLP)ને 1997ના આતંકવાદરોધી અધિનિયમ હેઠળ પ્રતિબંધિત કરી દીધી છે.

તેઓએ કહ્યું કે, મેં ટીએલપી પર પ્રતિબંધ લગાવવા માટે પંજાબ સરકાર દ્વારા મોકલાવેલ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અહમદે કહ્યું કે છેલ્લા બે દિવસમાં પ્રદર્શનકારીઓની સાથે અથડામણમાં ઓછામાં ઓછા બે પોલીસકર્મીઓનાં મોત થયા છે અને 340થી વધારે ઈજાગ્રસ્ત થયા છે. મીડિયામાં આવેલી ખબરોમાં જણાવાયું છે કે પ્રદર્શનકારીઓનાં પણ મોત થયા છે.

પાર્ટી સમર્થકોએ પયગમ્બર મોહમ્મદના કાર્ટૂન પબ્લિશ કરવાને લઈ ફ્રાંસના રાજદૂતને કાઢી નાખવા માટે ઈમરાન ખાન સરકારને 20 એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો. તે પહેલાં પોલીસે સોમવારે પાર્ટીના પ્રમુખ સાદ હુસૈન રિઝ્વીની ધરપકડ કરી હતી. જે બાદ ટીએલપીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. મંત્રીએ એમ પણ કહ્યું કે તમામ રસ્તાઓ ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને પ્રમુખ શહેરોના મુખ્ય ચાર રસ્તાઓ પરથી પ્રદર્શનકારીઓને હટાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન