Pakistan is expert in stealing content Indian cinema
  • Home
  • Entertainment
  • Bollywood
  • ચોરી કરવામાં પાકિસ્તાન માહેર, ભારતના આ શો-ફિલ્મોની કરી ચોરી

ચોરી કરવામાં પાકિસ્તાન માહેર, ભારતના આ શો-ફિલ્મોની કરી ચોરી

 | 8:01 pm IST
  • Share

  • પાકિસ્તાનની નજર હંમેશા ભારત પર
  • કન્ટેન્ટ ચોરી કરવામાં પાકિસ્તાન નંબર વન
  • અનેક શો અને ફિલ્મના કન્ટેન્ટની કરી છે ચોરી

પાકિસ્તાનની નજર હંમેશા ભારત પર જ મંડરાયેલી રહે છે. ભારતમાં શું ચાલી રહ્યું છે અને તેમાંથી શું ચોરી શકાશે તેની રાહમાં જ પાકિસ્તાન નજર લગાવીને બેઠું હોય છે. ત્યારે આજે આપણે વાત કરીશું એવા પાકિસ્તાની ડ્રામા વિશે જેની સ્ટોરી ભારતીય કન્ટેન્ટમાંથી ચોરી કરવામાં આવી છે.

મોહબ્બત તુઝે અલવિદા- જુદાઈ

પાકિસ્તાની ડ્રામા મોહબ્બત તુઝે અલવિદા જોયા બાદ લોકોને 90ના દાયકાની હિટ ફિલ્મ જુદાઈ યાદ આવી હૈ અને લાગ્યું કે આ ડ્રામાનું કન્ટેન્ટ તો ફિલ્મ જુદાઈના કન્ટેન્ટથી મળતું આવે છે. જો કે પાછળથી નિર્માતાઓએ સ્પષ્ટતા કરી હતી કે તેમનો શો જુદાઈ ફિલ્મથી પ્રેરિત હોઈ શકે છે. જુદાઈ મૂવી અનિલ કપૂર, શ્રીદેવી અને ઉર્મિલા માતોંડકરની સુપરહિટ ફિલ્મ હતી.

અર્થ: ધ ડેસ્ટિનેશન- અર્થ

પાકિસ્તાની દિગ્દર્શક શાન શાહિદે અર્થ-ધ ડેસ્ટિનેશન રિલીઝ કરી હતી. તેની વાર્તા મહેશ ભટ્ટની 1982માં આવેલી આ જ નામની ફિલ્મ જેવી હતી. આ પ્રોજેક્ટ મોટે ભાગે બોલિવૂડ ફિલ્મથી પ્રેરિત હતો. શાહિદે આ માટે મહેશ ભટ્ટની ફિલ્મને ક્રેડિટ પણ આપી હતી. તેણે મહેશ ભટ્ટનો સંપર્ક પણ કર્યો.

ચણા જોર ગરમ – સારાભાઈ Vs સારાભાઈ

તે પાકિસ્તાનમાં આઇકોનિક ભારતીય કોમેડી શો સારાભાઇ Vs સારાભાઇની ચોક્કસ રીમેક છે. તેનું નામ ચણા જોર ગરમ છે. જ્યાં રોશેસ જેવું પાત્ર ગઝલ અને શેર બોલે છે. એક મધ્યમ વર્ગની વહુ પણ છે. હિન્દી શો સારાભાઈ Vs સારાભાઈના નિર્માતાઓ પણ પાકિસ્તાનમાં ચાલતા તેમના શોની નકલથી નારાજ હતા. નિર્માતાઓ અને કલાકારો તેમના હિટ શોની બિનસત્તાવાર નકલ પર ગુસ્સે થયા હતા.

ચીખ- દામિની

હિન્દી ક્રાઈમ ફિલ્મ દામિનીની આઇકોનિક ફિલ્મમાં ગણતરી થાય છે. દામિનીની સ્ટોરીલાઇન પર ચીખ નામનો શો પાકિસ્તાનમાં આવ્યો હતો. બળાત્કારની આસપાસ ફરતી આ વાર્તાએ લોકોના દિલ જીતી લીધા. દામિનીમાં સની દેઓલ અને મીનાક્ષી શેષાદ્રી મુખ્ય ભૂમિકામાં હતા.

કોઈ નહી અપના- અકેલે હમ અકેલે તુમ

એક યુગલ પ્રેમમાં પડે છે પછી પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરે છે. બાદમાં તેઓ અલગ થઈ જાય છે કારણ કે તેઓ લગ્ન અને કારકિર્દીની જવાબદારીઓ નિભાવવામાં અસમર્થ હોય છે. પાકિસ્તાની શો કોઈ નહી અપનાની વાર્તા ફિલ્મ અકેલે હમ અકેલે તુમથી પ્રેરિત હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો