Pakistani badminton star Mahur Shahzad had to apologize to the Pathans
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટોક્યો ઓલિમ્પિકમાં પાકિસ્તાનની રાષ્ટ્રીય ચેમ્પિયન મહિલા ખેલાડી માગી રહી છે માફી, ચોંકાવનારૂ છે કારણ

ટોક્યો ઓલિમ્પિકમાં પાકિસ્તાનની રાષ્ટ્રીય ચેમ્પિયન મહિલા ખેલાડી માગી રહી છે માફી, ચોંકાવનારૂ છે કારણ

 | 7:18 pm IST
  • Share

રમતવીરો કોઈપણ દેશની સંપત્તિ હોય છે. જો કોઈ રમતવીર ઓલિમ્પિક જેવા મોટા મંચ પર ભાગ લે છે, તો આખો દેશ તેને પ્રોત્સાહિત કરે છે, પરંતુ પાકિસ્તાનમાં, બરાબર વિપરીત જોવા મળ્યું. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલ પાકિસ્તાનની રાષ્ટ્રીય ચેમ્પિયન અને બેડમિંટન ખેલાડી મહુર શહજાદે 2.3 મિનિટનો વીડિયો બહાર પાડીને પાકિસ્તાની પઠાણની માફી માંગવી પડી છે.

હકીકતમાં, મહૂરે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેની સફળતાની દરેક જગ્યાએ પ્રશંસા કરવામાં આવે છે, પરંતુ કેટલાક સાથી બેડમિંટન ખેલાડીઓ, જે પઠાણ છે, તેમને ઈર્ષ્યાની લાગણી રાખે છે. આ પછી પાકિસ્તાનમાં મહુરની ટીકા થવા લાગી. પરિણામે, ટોક્યોમાં પાકિસ્તાનની ધ્વજવાહક રહેલી મહુરને ટ્વિટર પર વીડિયો જાહેર કરીને માફી માંગવી પડી.

વીડિયોમાં મહુરે કહ્યું- હું અહીંના મારા પાકિસ્તાની પઠાણ ભાઈઓની માફી માંગું છું. મારા શબ્દોથી તેમને ઠેસ પહોંચી છે. હું આજે જે જગ્યા પર પહોંચી છુ તે તમારા બધાવની દુવાઓ ના કારણે છે. પરંતુ હું ઈચ્છું છું કે લોકો પણ મને સમજે. 2 જૂને, જ્યારે મને ખબર પડી કે હું ઓલિમ્પિકમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરીશ, ત્યારે કેટલાક ટોચના ખેલાડીઓએ મારો વિરોધ કરવાનું શરૂ કર્યું.

તેમણે વધુમાં કહ્યું- તેઓએ મીડિયામાં મારી સામે નકારાત્મક સમાચાર લખાવવા લાગ્યા. એક ખેલાડીએ કહ્યું કે હું ઓલિમ્પિકમાં જવા માટે પાત્ર નથી. મને આ તક મળી કારણ કે હું બેડમિન્ટન ફેડરેશનની ફેવરિટ છું. મારા પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મારા પિતાએ મને ઓલિમ્પિકમાં મોકલવા માટે ફેડરેશનને પૈસા આપ્યા હતા. હું અહીં જણાવવા માંગુ છું કે છેલ્લા 5 વર્ષથી હું રાષ્ટ્રીય ચેમ્પિયન છું અને છોકરીઓને મોટા અંતરથી હરાવુ છું. આ હોવા છતાં, મારી ટીકા થઈ રહી છે. મને સમજાતું નથી કે મારો વાંક શું છે?

સાથે જ, તેમણે કહ્યું – એક રમતથી ઓલિમ્પિકમાં બે ખેલાડીઓ પર જવા માટે ટોપ -16 રેન્કિંગમાં હોવું જરૂરી છે. મને અહીં સ્પષ્ટ કરવા દો કે મેં જે કંઈપણ કહ્યું તે, તે ખેલાડીઓ વિશે હતું જેમણે બે મહિના પહેલા મને તણાવ આપવાનું શરૂ કર્યું. હજી પણ આપે છે. પઠાણ સમુદાય વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. અજાણતાં દુખ પહોંચાડવા બદલ હું તમારા બધાની માફી માંગું છું અને આશા રાખું છું કે તમે બધા મને માફ કરશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન