Pakistan's first T20 match against Bangladesh today
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાને આ 2 ખેલાડીઓને આપ્યો આરામ, આજે પ્રથમ T20 મેચ

પાકિસ્તાને આ 2 ખેલાડીઓને આપ્યો આરામ, આજે પ્રથમ T20 મેચ

 | 8:02 am IST
  • Share

  • પાકિસ્તાને અનુભવી સ્પિનર ઇમદ વસીમ અને આક્રમક બેટ્સમેન આસિફ અલીને આરામ આપ્યો

  • આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશની વચ્ચે રમાશે મેચ

  • ટીમમાં સિનિયર બેટ્સમેન મોહમ્મદ હાફિઝનો પણ સમાવેશ કરાયો નથી

 

પ્રથમ મુકાબલા માટે પાકિસ્તાને 12 ખેલાડીઓની જાહેરાત કરી હતી જેમાં સિનિયર બેટ્સમેન મોહમ્મદ હાફિઝનો પણ સમાવેશ કરાયો નથી. 

ટીમ મેનેજમેન્ટે કર્યો છે આ નિર્ણય

હાફિઝે શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. ટીમ મેનેજમેન્ટે પોતાના મુખ્ય બોલર શાહિન આફ્રિદી, હસન અલી તથા હેરિસ રઉફને આરામ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. યુવા પેસ બોલર મોહમ્મદ વસીમ જુનિયરને ટીમમાં સામેલ કરાયો છે. બીજી તરફ બાંગ્લાદેશે તેના સિનિયર ખેલાડી મુશફિકુર રહીમ, લિટન દાસ, રુબેલ હુસૈન, સૌમ્ય સરકારને શ્રોણી માટે ટીમમાં સ્થાન આપ્યું નથી. ઓલરાઉન્ડર શાકિબ અલ હસન અને પેસ બોલર સૈફુદ્દીન ફિટનેસની સમસ્યાના કારણે રમી શકે તેમ નથી. બંને ટીમ વચ્ચેની બીજી મેચ 20મીએ તથા ત્રીજી 22મી નવેમ્બરે રમાશે. 
પાકિસ્તાનની ટીમના ખેલાડીઓની યાદી

બાબર આઝમ (સુકાની), શાદાબ ખાન, ફખર ઝમાન, હૈદર અલી, હેરિસ રઉફ, હસન અલી, ખુશદિલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ, શાહિન આફ્રિદી, શોએબ મલિક.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો