Palak Sidhwani Gets Angry On Trollers, Gave Clear Message In Insta Story
  • Home
  • Featured
  • Photos: ‘તારક મહેતા…’ શૉના ભીડે ભાઈની દીકરીએ પિત્તો ગુમાવ્યો, ટ્રોલર્સને આપી દીધી ધમકી

Photos: ‘તારક મહેતા…’ શૉના ભીડે ભાઈની દીકરીએ પિત્તો ગુમાવ્યો, ટ્રોલર્સને આપી દીધી ધમકી

 | 5:06 pm IST

નાના પડદા પર આમતો ઘણા કૉમેડી શૉ છે, પરંતુ આમાં સૌથી વધારે લોકપ્રિય શૉ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. આ શૉની સૌથી ખાસ વાત એ છે કે આ શૉ સાથે જોડાયેલા તમામ પાત્રોની અલગ જ ફેન ફોલોઇંગ છે. તો આ તમામની વચ્ચે આ શૉથી ભીડે ભાઈની દીકરી સોનૂનું પાત્ર ભજવી રહેલી એક્ટ્રેસ પલક સિદ્ધવાની જોરદાર ચર્ચામાં આવી ગઈ છે. તેણે મીમ બનાવનારા પેજ પર પોતાનો રોષ ઠાલવ્યો છે. તો પલકે આવું કામ કરનારાઓને અંતિમ ચેતવણી પણ આપી છે.

નફરત ફેલાવવાનું બંધ કરો

પલકે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, ‘તમામ ફાલતુ નફરત ફેલાવનારા મીમ પેજ માટે પહેલી અને છેલ્લીવાર ચેતવણી આપી રહી છું કે મારી તસવીરોનો ઉપયોગ કરવાનું બંધ કરો, મારી તસવીરોને ફોટોશૉપ કરવાનું બંધ કરો, મારા વિશે ખરાબ લખવાનું બંધ કરો. દુનિયામાં પહેલા જ એટલું બધું ચાલી રહ્યું છે તો આ વચ્ચે નફરત ફેલાવવાનું બંધ કરો.’ પલકે લખ્યું કે, ‘જો તમે મને પસંદ નથી કરતા તો મને ફૉલો મત કરો. આ એટલું જ સિમ્પલ છે, કેમકે તમને મારી બેઇજ્જતી કરવાનો અને બેકાર વાતો ફેલાવવાનો અધિકાર નથી.’

માણસાઈ શીખી લો યાર

તેણે આગળ લખ્યું છે કે, ‘જો મે આવી કોઈ પોસ્ટ જોઇ જેનાથી મારા આત્મસન્માન અને માનસિક શાંતિને નુકસાન થયું તો આને પોસ્ટ કરનારાઓએ આનું પરિણામ ભોગવવું પડશે. મને એવું પગલું ઉઠાવવા માટે મજબૂર ના કરો, જેનાથી તમારા પેજને નુકસાન પહોંચે, લાઉડ અને ક્લિયર! એક વારમાં સાંભળી લો – આને બંધ કરો. માણસાઈ શીખી લો યાર, હવે સમય છે.’

આ વિડીયો પણ જુઓ: વડોદરામાં બે દિવસનો પાણીકાપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન