Pan Masala and Tobacco Shops May Open in Gujarat Green Zone Areas
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે આ જગ્યાઓએ ખૂલશે પાન-મસાલાના ગલ્લાં

ગુજરાતમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે આ જગ્યાઓએ ખૂલશે પાન-મસાલાના ગલ્લાં

 | 7:49 pm IST
  • Share

ગુજરાતમાં હવે પાન-મસાલાના ગલ્લા ખુલ્લા રાખવા સરકાર મંજૂરી આપી શકે છે. અમરેલી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને મોરબીમાં પાનનાં ગલ્લા ખુલી શકે છે. આ તમામ જિલ્લાઓ ગ્રીન ઝોનમાં આવતાં હોવાથી પાનનાં ગલ્લાઓ ખુલ્લા રાખવાની પરમિશન સરકાર આપી શકે છે. ઉલ્લેખનીય છે કે આજે કેન્દ્ર સરકારે આજે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં શું ખુલ્લુ રહેશે અને શું બંધ તે અંગે માર્ગદર્શિકા બહાર પાડી હતી.

ગુજરાતમાં અમરેલી, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને દ્વારકા આ જિલ્લાઓનો સમાવેશ ગ્રીન ઝોનમાં થાય છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગ્રીન ઝોનમાં દારૂ, પાન, ગુટકા, તમાકુ વગેરેની દુકાનો ખોલી શકાય છે. પણ આ માટે ઓછામાં ઓછું 6 ફૂટ (દો ગઝ કી દૂરી)નું અંતર જરૂરી છે. અને આ ઉપરાંત આ દુકાનોમાં એક સમયે પાંચથી વધારે લોકો દુકાન પર હાજર ન હોવા જોઈએ તેવી શરત રાખવામાં આવી છે.

ગુજરાતના 9 જિલ્લાઓ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના જે જિલ્લાઓ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ગુજરાતના 19 જીલ્લાઓને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જે જીલ્લાઓ ઓરેન્જ ઝોન જાહેર થયા છે તેમાં રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.તેવી જ રીતે રાજ્યના 5 જિલ્લાઓ ગ્રીન ઝોન જાહેર થયા છે તેમાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં જે નિયમો લાગુ પડે છે તે નીચે પ્રમાણે છે.

આ વીડિયો જુઓઃ લૉકડાઉન 3.0 દેશમાં લૉકડાઉન વધુ 2 સપ્તાહ લંબાવાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન