Partial relaxation of sanctions in Mini Lockdown in Gujarat
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં આવતીકાલથી પ્રતિબંધોમાં આંશિક છૂટછાટ, તમામ દુકાનો ખુલશે, નવી ગાઈડલાઈન જાહેર કરી

રાજ્યમાં આવતીકાલથી પ્રતિબંધોમાં આંશિક છૂટછાટ, તમામ દુકાનો ખુલશે, નવી ગાઈડલાઈન જાહેર કરી

 | 5:52 pm IST
  • Share

ગુજરાતમાં 36 શહેરોમાં નાઈટ કરફ્યૂની સાથે સવારે પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જેનો સમયગાળો આજે પૂરો થતો હતો. તેવામાં બીજી બાજુ થોડા દિવસોથી રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા હવે પ્રતિબંધોમાં આશંકિ છૂટછાટ આપવામાં આવી છે. અને હવે આવતીકાલથી સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. લારી, ગલ્લા, વેપારીઓને ધંધો કરવા છૂટછાટ આપવામાં આવી છે. 27મે સુધી નવી ગાઈડલાઈન અમલી રહેશે. આ ઉપરાંત 36 શહેરોમાં લાગુ નાઈટ કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે. 27 મે બાદ ફરી વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે. 

અમરેલીના પીપાવાવ ખાતે સીએમ રૂપાણી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન રાજ્યમાં આંશિક લોકડાઉનમાં છૂટછાટની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે હવે રાજ્યના 36 શહેરોમાં જ્યાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા ત્યાં હવે વેપારીઓ સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે, અને બપોરે 3 વાગ્યા પછી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.

આમ આંશિક છૂટ આપતાં 6 કલાક સુધી તમામ ખાણીપીણીની દુકાનો, હોટેલો, ગલ્લાંઓ, લારીઓ, હોલસેલ માર્કેટ, કાપડની દુકાનો, સોના-ચાંદીની દુકાનો, ઈલેક્ટ્રી, સલૂન સહિતનાં તમામ ધંધાઓ આવતીકાલથી શરૂ થઈ જશે. જો કે શાળા-કોલેજ, કોચિંગ ક્લાસ અને જીમ બંધ રહેશે. આ ઉપરાંત 36 શહેરોમાં લાગુ નાઈટ કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે. 

શું ચાલું રહેશે-શું બંધ?

સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે

લારી, ગલ્લા, વેપારીઓેને ધંધો કરવાની છૂટ

હોટલ, રેસ્ટોરન્ટમાં ટેક અવે પાર્સલ સુવિધા રહેશે

સવારના 9થી રાત્રે 8 વાગ્યા સુધી પાર્સલ સુવિધા રહેશે

અઠવાડીક ગુજરી બજાર, હાટ હજુ પણ બંધ રહેશે

સરકારી, ખાનગી ઓફિસોમાં 50 ટકા સાથે થશે કામ

ધાર્મિક સ્થળો હજુ પણ દર્શનાર્થીઓ માટે બંધ

જાહેર પરિવહન સેવા 50 ટકા સાથે શરૂ કરાશે

મોલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ રહેશે બંધ

 

આ 36 શહેરોમાં લગાવ્યા હતા પ્રતિબંધો

અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, સુરત, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, આણંદ, નડીયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, વલસાડ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી, વિસનગર

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો