Passport Rules Change People Must to known
  • Home
  • Featured
  • પાસપોર્ટના નિયમો બદલાયા, વિદેશ જવા માંગતા લોકો જાણી લે સમગ્ર પ્રોસેસ

પાસપોર્ટના નિયમો બદલાયા, વિદેશ જવા માંગતા લોકો જાણી લે સમગ્ર પ્રોસેસ

 | 4:14 pm IST
  • Share

જીવલેણ કોરોના વાઈરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. જો કે હવે આ બીમારી પર મહદઅંશ સુધી કાબૂ મેળવી લેવાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે, પરંતુ હજુ પણ કોરોનાનું સંકટ સમગ્ર દુનિયામાંથી સંપૂર્ણ ટળ્યું નથી.

કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સામાન્ય જનજીવન હવે પુન:ધબકતું થવા લાગ્યું છે. લોકો પણ ફરવા માટે દેશ-વિદેશ જવા લાગ્યાં છે. કેટલાક દેશોમાં હજુ પણ પ્રવેશ પર પ્રતિબંધ છે, તો કોઈ દેશોમાં શરતોની સાથે ઈન્ટરનેશનલ ટૂરિસ્ટને આવકારવામાં આવી રહ્યા છે. અનેક દેશોએ કોવિડ વૅક્સિનેશન સર્ટિફિકેટને ફરજિયાત કરી દીધુ છે. બીજી તરફ ભારતમાં પણ પાસપોર્ટને લઈને નિયમો બદલાઈ ગયા છે.

જો તમે પણ વિદેશ ફરવા જવાનું વિચારી રહ્યા હોય, તો તમારે તમારા કોવિડ વૅક્સિનેશન સર્ટિફિકેટને પાસપોર્ટ સાથે લિન્ક કરાવવું પડશે. કેવી રીતો પાસપોર્ટને કોવિડ વૅક્સિનેશન સર્ટિફિકેટ સાથે લિંક કરાવી શકો છો? જાણી લો સમગ્ર પ્રોસેસ

કોવિડ વૅક્સિન સર્ટિફિકેટ ફરજિયાત
વિદેશ જવા ઈચ્છતા હોવ, તો તમારા પાસપોર્ટ સાથે કોવિડ સર્ટિફિકેટને ફટાફટ લિન્ક કરાવી લો. જેથી તમને વિદેશ મુસાફરી સમયે કોઈ સમસ્યા ના સર્જાય. જો તમે કોવિડ વૅક્સિનના બન્ને ડોઝ ળઈ લીધા છે, તો તમે કેટલાક જરૂરી સ્ટેપ્સ ફૉલો કરીને ખૂબ જ સરળતાથી તમારા વૅક્સિન સર્ટિફિકેટને તમારા પાસપોર્ટ સાથે લિન્ક કરાવી શકો છો.

શું છે સમગ્ર પ્રોસેસ?
→ પાસપોર્ટ સાથે કોવિડ સર્ટિફિકેટ લિન્ક કરાવવા માટે સૌ પ્રથમ કોવિનની સત્તાવાર વેબસાઈટ www.cowin.in પર જવું પડશે.
→ અહીં લોગ ઈન કર્યા બાદ હોમ પેજ પર સપોર્ટ ઑપ્સન પર ક્લિક કરવાનું રહેશે
→ જ્યાં તમને 3 ઑપ્શન મળશે. હવે અહીં તમારે “સર્ટિફિકેટ કરેક્શન” પર ક્લિક કરવાનું રહેશે
→ અહીં ક્લિક કર્યા બાદ તમને તમારા વૅક્સિનેશનનું સ્ટેટસ જોવા મળશે
→ હવે તમે ‘Raise An Issue’વિકલ્પ પર જાવ
→ અહીં તમારે ‘Add Passport Details’ પર ક્લિક કરવાનું રહેશે
→ જે વ્યક્તિના પાસપોર્ટથી વૅક્સિનેશનની વિગતો એડ કરવા માંગો છો, તેનું નામ અને પાસપોર્ટ નંબર સબમીટ કરો
→ એક વખત વિગતો સબમીટ કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર મેસેજ આવશે
→ જે બાદ કોવિન એપ પરથી તમારા વૅક્સિનેશન સર્ટિફિકેટને ડાઉનલોડ કરી શકો છો
→ જેમાં પાસપોર્ટની વિગતો પણ અપડેટ હશે.

જણાવી દઈએ કે, તમારું કોવિન વૅક્સિનેશન સર્ટિફિકેટ હવે ઈન્ટરનેશન ફોર્મેટ મુજબ હશે. આ ફોર્મેટ ઈન્ટરનેશનલ ટુરિસ્ટો માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નિયમ માપદંડોના આધાર પર હશે.

આ નવું ફિચર અને જન્મ તારીખનું ફોર્મેટ ઈન્ટરનેશનલ ટુરિસ્ટો માટે નક્કી WHOના માપદંડ મુજબ YY-MM-DD ફોર્મેટમાં હશે. એટલે કે, સૌ પ્રથમ જન્મનું વર્ષ, પછી જન્મનો મહિનો અને અંતમાં તારીખ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો