Patan district Of Celebration of Kite Festival on the day of Dussehra in Siddhpur city
  • Home
  • Featured
  • ગુજરાતના આ શહેરમાં આજે પતંગોત્સવ: વહેલી સવારથી કાપ્યો.. લપેટ…ની બુમો

ગુજરાતના આ શહેરમાં આજે પતંગોત્સવ: વહેલી સવારથી કાપ્યો.. લપેટ…ની બુમો

 | 12:57 pm IST
  • Share

  • પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં દશેરાના દિવસે પતંગોત્સવની ઉજવણી

  • ઉતરાયણના દિવસે પતંગ ન ચગાવવાની પરંપરા આજે પણ અકબંધ

  • પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ ઉતરાયણના દિવસે થયુ હોવાના કાણે સિદ્ધપુરના લોકો આજે પણ શોક પાળે છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આજે દશેરાના દિવસે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષોથી સિદ્ધપુરમાં સિધ્ધપુરમાં ઉતરાયણના દિવસે પતંગ ન ચગાવવાની પરંપરા આજે પણ અકબંધ છે. ત્યારે આજે દશેરાના દિવસે હર્ષોલ્લાસ સાથે લોકો પતંગ ઉડાવવાની મજા માણી રહ્યાં છે. તેમજ ધાબા પર જ જલેબી ફાફડાની મજા માણી રહ્યાં છે. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ ઉતરાયણના દિવસે થયુ હોવાના કાણે સિદ્ધપુરના લોકો આજે પણ શોક પાળે છે. આથી ઉતરાયણના બદલે દરેશા પર અહીં પતંગોત્સ ઉજવાય છે.

સિદ્ધપુરમાં શહેરીજનો દરેક ધાર્મિક પર્વ અને ઉત્સવને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવતાં હોય છે. સિદ્ધપુરમાં મનાવવામાં આવતા કેટલાક પર્વ અલગ તરી આવે છે. સમગ્ર ગુજરાતમાં પતંગ મહોત્સવ મુખ્યત્વે ઉત્તરાયણના દિવસે જોવા મળે છે. પરંતુ સિદ્ધપુરવાસીઓ પરંપરા પ્રમાણે ઉતરાયણના બદલે દશેરાએ પતંગ ચગાવી દશેરાના દિવસે ઉતરાયણનો પર્વ મનાવે છે.

પાટણની લોક વાયકા પ્રમાણે પાટણ પંથકના રાજા સિધ્ધરાજ જયસિંહનું ઉતરાયણના સમયે મૃત્યુ થયું હતું. તેના શોક નિમિત્તે આજે પણ પાટણના સિધ્ધપુર શહેરમાં મકરસક્રાંતિ એટલે કે ઉતરાયણના દિવસે પતંગ ચગાવવામાં આવતા નથી. પરંતુ તેના બદલે સિધ્ધપુર વાસીઓ દશેરાના દિવસે ઉતરાયણનો પર્વ મનાવે છે. આજના દિવસે લોકો પોત પોતાના ધાબા અગાસીઓ પર ચઢીને પતંગના પેચ લડાવે છે અને કાપ્યો…કાપ્યો.. લપેટ…ની બુમો પાડતા નજરે પડે છે.

જોકે નવાઇની વાત તો એ છે કે, થોડા વર્ષો પહેલા ઉતરાયણના દિવસે પાટણમાં પણ પતંગ ચગાવવામાં નહોતા આવતા અને આ દિવસે શોક રાખવામાં આવતો હતો. પરંતુ પાટણ વાસીઓ આ પરંપરાને ભૂલીને ઉતરાયણના દિવસે પતંગ ચગાવતા થયા છે. જોકે સિધ્ધપુરમાં ઉતરાયણના દિવસે પતંગ ના ચગાવવાની પરંપરા આજે પણ અકબંધ છે. જેના બદલે સિદ્ધપુર વાસીઓ હર્ષોઉલ્લાસ સાથે દશેરાના દિવશે પતંગ ચગાવીને ઉતરાયણની મઝા માણે છે અને આજે પણ આ પરંપરા સિદ્ધપુરમાં અકબંધ જોવા મળે છે. સાથે આજના દિવસે દશેરા અને ઉતરાયણ એમ બે દિવસની લોકો મજા માણે છે અને ધાબા પર ફાફડા, જલેબી ખાઈ ઉજવણી કરે છે.

સિદ્વપુરમાં શહેરીજનો દશેરાએ પતંગ ચગાવવાનો લ્હાવો લૂંટ્યો હતો. વહેલી સવારથી પતંગરસિયા યુવાનો પેચ લડાવવા ધાબા ઉપર ચડી ગયા હતા. સાથે ફાફડા-જલેબીની જયાફત પણ માણી હતી. દશેરાના પતંગોત્સવમાં શહેરમાં ત્રણ લાખનો કારોબાર થયાનો અંદાજ વેપારીઓએ લગાવ્યો હતો. લોકોએ દિવસે પતંગ અને રાત્રે ટુક્કલો ચગાવી હતી.

સિદ્ધપુર વાસીઓ દશેરાના દિવસે ઉત્તરાયણ પર્વની ઉજાણી કરે છે અને 14 જાન્યુ.ના રોજ સ્થાનિક લોકો અન્ય શહેરોમાં જઇ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે. આમ વર્ષમાં બે દિવસ લોકો પતંગ ચગાવવાની મજા માણે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો