Patan In the Congress, Maldhari cell filed an application against Patil's statement
  • Home
  • Featured
  • પાટણમાં પાટિલના નિવેદનના વિરોધમાં કોંગ્રેસ, માલધારી સેલે આવેદન આપ્યું

પાટણમાં પાટિલના નિવેદનના વિરોધમાં કોંગ્રેસ, માલધારી સેલે આવેદન આપ્યું

 | 8:23 am IST
  • Share

ભાજ૫ પ્રદેશ પ્રમુખ માફી માંગે તેવી માંગ

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ઉદ્યોગપતિઓની એક બેઠકમાં ગાયો અને માલધારીઓ વિશે કરવામાં આવેલા નિવેદનના વિરોધમાં જિલ્લા માલધારી સેલ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને આવેનદપત્ર આપી રજૂઆત કરી છે.

જેમાં તા.૧ ઓકટોબરે અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ૮ દિવસની અંદર ગાયો ન દેખાવવી જોઈએ તેવો નિર્ણય કરતાં માલધારી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. આ મામલે રજૂઆત કરવામાં ગેમરભાઈ દેસાઈ, બળદેવભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ હાજર હતા.

મહેસાણા ઃ અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉદ્યોગપતિની એક બેઠકમાં ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે શહેરમાં ૮ દિવસની અંદર ગાયો ન દેખાવી જોઈએ તેવા કરેલા નિવેદનનો જિલ્લા માલધારી સમાજે વિરોધ કર્યાે છે અને પ્રદેશ પ્રમુખ માલધારી સમાજની માફી માંગે તેવી માંગણી કરી છે.

માલધારી સમાજે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે કે, આઠ દિવસમાં અમારી પાંચ માંગણીઓ સંતોષવામાં આવશે તો અમારી ગાયો તમને રોડ ઉપર જોવા નહીં મળે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો