Patan's Santalpur In a neighbor woman threw an 11-year-old girl into boiling oil
  • Home
  • Featured
  • સત્યના પારખા માટે બાળકી સાથે ક્રૂરતા: પાડોશી મહિલાએ 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા

સત્યના પારખા માટે બાળકી સાથે ક્રૂરતા: પાડોશી મહિલાએ 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવ્યા

 | 11:18 am IST
  • Share

પાટણના સાંતલપુરમાં અંધશ્રદ્ધા અને ક્રૂરતાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સત્યના પારખા માટે બાળકી સાથે ક્રૂરતા આચરાઈ છે. 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નંખાવીને સત્યના પારખા કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં બાળકી કાંડા સુધી દાઝી જતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. બાળકીના હાથ દાઝી જતાં તેને સારવાર માટે ધારપુરની સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. બાળકીના પિતાએ પાડોશી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાને તેના ઘરે જ નજરકેદ કરી લીધી હતી. ફરિયાદના આધારે પોલીસે મહિલાને ઝડપી લીધી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે પાટણના સાંતલપુરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં પાડોશમાં રહેતી એક મહિલા દ્વારા 11 વર્ષની બાળકીને ઉકળતા તેલમાં હાથ નખાવી સત્યતાના પારખા કરવામાં આવ્યા હતા. એક જ વિસ્તારમાં મહિલા અને બાળકી રહેતા હતા. જેમાં એક મહિલાને અજાણી વ્યક્તિ સાથે વાત કરતા જોઈ ગયેલી પડોશીની બાળકીને ઘરમાં લઈ જઈ બીજા કોઈને વાત કરી નથી એની ખાતરી કરવા તેણે તેનો હાથ ગરમ તેલમાં નખાવ્યો હતો. આ ઘટનામાં બાળકીએ બુમાબૂમ કરતી રહી પરંતુ માનવતા ભૂલેલી મહિલાએ અમાનુસી અત્યાચાર આચર્યું હતું. હાથના ભાગે દાઝેલ બાળકીને સાંતલપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. ઘટનાને લઈ બાળકીના પિતા દ્વારા મહિલા વિરુદ્ધ સાંતલપુર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે પાટણના સાંતલપુર ખાતે રહેતા લવજીભાઈ કોળીની 11 વર્ષની દીકરી સંગીતા મંગળવારે સવારે ઘરમાં એકલી હતી, ત્યારે પડોશમાં રહેતી લખીબેન રમેશભાઈ મકવાણા નામની મહિલાએ તેને ધમકાવીને આજથી થોડા દિવસ પહેલા મને કોઈ અજાણી વ્યક્તિ સાથે મારા ઘરના દરવાજા પાસે વાત કરતાં જોઈ હતી. આ વાત તે કોઈને કીધી છે?’ ત્યારે બાળકીએ આ વાત કોઈને જણાવી નથી એમ જવાબ આપતાં મહિલાએ તેને તેના ઘરમાં લઈ ગઈ હતી અને કહ્યું હતું કે જો કોઈને વાત ન કરી હોય તો એની સાબિતી માટે ગરમ તેલમાં હાથ નાખી બતાવ.

બાળકીએ તેલમાં હાથ નાખવાની ના પાડતાં મહિલાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ડરી ગયેલી બાળકી ભાગવા જતાં મહિલાએ તેનો હાથ પકડી તપેલીમાં ગરમ થઈ રહેલા તેલમાં નાખી દીધો. મહિલાએ તેનો જમણો હાથ કાંડા સુધી નાખતાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. જેના કારણે મહિલા તેને ત્યાં જ છોડીને નાસી ગઈ હતી.

આ ઘટનામાં બાળકીની બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેની ગંભીર હાલતને જોતા તેને સાંતલપુરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી, જ્યાંથી ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો