Patient rush in Ahmedabad Civil, 2500 cases of viral infection in a month
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં ફરી મોટો ખતરો: સિવિલમાં દર્દીઓનો ધસારો વધ્યો, અત્યાર સુધીમાં 2500 કેસ નોંધાયા

અમદાવાદમાં ફરી મોટો ખતરો: સિવિલમાં દર્દીઓનો ધસારો વધ્યો, અત્યાર સુધીમાં 2500 કેસ નોંધાયા

 | 8:27 am IST
  • Share

કોરોનાના કેસ ઘટયા છે ત્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જુલાઈ મહિનામાં જ અત્યાર સુધીમાં શરદી-ખાંસી- તાવ સહિતના વાયરલ ઈન્ફેક્શનના ૨૫૦૦ જેટલા કેસ નોંધાયા છે, સોલા સિવિલ બાદ હવે અસારવા સિવિલમાં પણ ઓપીડી વિભાગ દર્દીઓથી ઊભરાઈ રહ્યો છે, દર્દીઓનો ધસારો વધતાં કેસ કઢાવવામાં પણ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.

સિવિલ હોસ્પિટલના સૂત્રોએ કહ્યું કે, ગત મહિને એટલે કે જુન મહિનામાં શરદી-ખાંસી-તાવ સહિતના વાયરલ ઈન્ફેક્શન તેમજ મેલેરિયા વગેરેના ૧૬૫૦થી ૧૭૦૦ જેટલા કેસ નોંધાયા હતા, જોકે જુલાઈ મહિનામાં કેસો વધીને ૨૫૦૦ આસપાસ થઈ ગયા છે.

કોરોના કાળમાં સાવ સૂની થયેલી સિવિલની ઓપીડી ફરી એક વાર દર્દીઓ અને સ્વજનોથી ઊભરાઈ ગઈ છે, ડબલ સિઝનના કારણે તેમજ પાણીજન્ય રોગ વકરતાં કેસો વધી રહ્યાનું તબીબોનું કહેવું છે. મહત્ત્વનું છે કે, સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં ઠંડી લાગવાની સાથે તાવ આવવાના ૨૫૬ જેટલા કેસ નોંધાયા છે,

મેલેરિયાના દસ કેસ ઉપરાંત ચિકન ગુનિયાના ૧૧ જેટલા દર્દી સારવાર હેઠળ છે, ડેન્ગ્યુના લક્ષણો સાથે ૧૦૦થી વધુ દર્દી સોલા સિવિલમાં નોંધાયા હતા, જે પૈકી ૧૬થી વધુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, અત્યારે ટાઈફોઈડના ૧૦૦થી વધુ દર્દીને સારવાર આપવામાં આવી રહી છે, આ ઉપરાંત ઝાડા ઉલટીના ૭૫થી વધુ કેસ નોંધાયા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન