Patients 'destitute' as Ahmedabad's Aadhaar card is mandatory
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • હવે ખાલી અમદાવાદીઓ જ AMCની હોસ્પિટલોમાં દાખલ થશે! કોરોનાથી પીડિત પ્રજાને વધુ એક ધગધગતો ડામ

હવે ખાલી અમદાવાદીઓ જ AMCની હોસ્પિટલોમાં દાખલ થશે! કોરોનાથી પીડિત પ્રજાને વધુ એક ધગધગતો ડામ

 | 7:54 am IST
  • Share

અમદાવાદનું આધારકાર્ડ હોય તેને જ એએમસીની હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓને દાખલ કરવાનો નિયમ અમલી બનાવીને તંત્રએ કોરોનાથી પીડિત પ્રજાને વધુ એક ધગધગતો ડામ લગાવ્યો છે. અમદાવાદમાં સૌથી સારી તબીબી સુવિધા છે પરંતુ તેની આસપાસના સાત જિલ્લાઓમાં સૌથી નબળી સુવિધા છે. તેના કારણે આ જિલ્લાના કોરોના સંક્રમિત દર્દીઓ અમદાવાદમાં રહેતા હોવા છતાં પણ એએમસીની હોસ્પિટલોમાં દાખલ કરાતા નથી. બીજી તરફ આ જિલ્લામાં યુધ્ધના ધોરણે તબીબી સુવિધા ઉભી કરાતી નથી. આવી સ્થિતિમાં લોકો જાય ક્યાં ?

એએમસીની એકેય હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાઈન લાગતી નથી. કેમકે આ હોસ્પિટલો કોવિડના દર્દીને દાખલ કરતી નથી. દર્દી રિબાઈ રિબાઈને મૃત્યુ પામે છતાં આ હોસ્પિટલો દર્દીને દાખલ કરતી નથી. કોવિડના દર્દીઓની સંખ્યા ઘટાડવા અને હેરાન કરવા એવો નિયમ લાવ્યા છે કે, અમદાવાદનું આધાર કાર્ડ હોય તેને જ પ્રવેશ આપવો. આ નિર્ણયના કારણે એએમસી સંચાલિત હોસ્પિટલોમાં બેડ ખાલી હોવા છતાં દર્દીને મળતા નથી. અમદાવાદમાં રહેતી વ્યક્તિ પાસે પ્રોપર્ટી ટેક્સનું બિલ છે પણ તેને એએમસીની હોસ્પિટલો માન્ય ગણતી નથી.

અમદાવાદની હદને સ્પર્શતા અરવલ્લી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ખેડા અને મહીસાગર જિલ્લાના કોવિડના દર્દીઓ સારવાર માટે અમદાવાદ આવવાનું પસંદ કરે છે. કેમકે તેમના જિલ્લામાં પુરતા પ્રમાણમાં તબીબી સુવિધા, ડોક્ટરો, સાધનો, દવાઓ, ઓક્સિજન નથી. હિંમતનગરમાં તાજેતરમાં ઓક્સિજનના અભાવે ૧૧ દર્દીના મોત નિપજ્યા હતા. જો અમદાવાદની હોસ્પિટલો પરનું ભારણ ઘટાડવું હોય તો આ જિલ્લાઓમાં સરકારે વસતિના પ્રમાણમાં સંતોષજનક કહી શકાય તેવી તબીબી સુવિધાઓ ઉભી કરવી જોઈએ.

જેથી આ જિલ્લાના દર્દીઓને અમદાવાદ સુધી આવવું પડે નહીં. પરંતુ તેવું કરવું નથી અને ઉલ્ટાનું એએમસીએ આધાર કાર્ડ ફરજિયાત કર્યું. લાગવગ હોય તો હોસ્પિટલોમાં દર્દી સાજો થઈ જાય છતાં ૧૪ દિવસ સુધી પડયો પાથર્યો રહે છે પણ તેને રજા અપાતી નથી. જેથી બેડ ખાલી નહીં થતાં તે બીજાને આપી શકાતો નથી.

  • અરવલ્લી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, મહીસાગર જિલ્લાના દર્દીઓ અમદાવાદના આશરે છે
  • આ સાત જિલ્લામાં વસતિના પ્રમાણમાં પુરતી આરોગ્ય વિષય સેવા-સુવિધા નથી
  • એએમસી સંચાલિત હોસ્પિટલોમાં અમદાવાદનું આધાર કાર્ડ હોય તેને જ પ્રવેશનો નિયમ
  • કોરોનાના ૧,૦૦૦માંથી માત્ર ૩૦ દર્દીઓને જ AMCની હોસ્પિટલમાં બેડ મળે છે
  • અમદાવાદમાં વર્ષોથી રહે છે પણ આધાર કાર્ડ ન હોય તો આ દર્દી ક્યાં જાય ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન