Patotsav of historic Ranchod Rai temple in Vadodara: Demand for 11 cannon blasts while tilak to God
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઐતિહાસિક રણછોડ રાય મંદિરનો પાટોત્સવ: ભગવાનને તિલક કરતી વખતે તોપમાંથી 11 ધડાકા કરવા માંગ

ઐતિહાસિક રણછોડ રાય મંદિરનો પાટોત્સવ: ભગવાનને તિલક કરતી વખતે તોપમાંથી 11 ધડાકા કરવા માંગ

 | 10:12 am IST
  • Share

વડોદરા શહેરના એમ.જી. રોડ સ્થીત ઐતિહાસીક રણછોડ રાય મંદિરના 175માં પાટોત્સવે આગામી તા. 20મી ઓગષ્ટે ભગવાનને તિલક કરતી વખતે અને ધ્વજારોહણ વખતે તોપમાંથી 11 ધડાકાની સલામી આપવાની સને 1996થી તુટી ગયેલી પરંપરા પુનઃ શરુ કરવા માટે મંદિરના મહંતે આજે પોલીસ કમિશનર કચેરીમાં લેખીત મંજુરી માગી છે.

રણછોડ રાય મંદિરના મહંત જનાર્દન દવેએ જણાવ્યુ છે કે, તુલસી વિવાહે તથા વિવિધ ધાર્મીક પ્રસંગે તોપ ફોડવાની પરંપરા છે. બે ફૂટની ઐતિહાસીક તોપ આર્મ્સ એકટના કાયદામાંથી બાકાત છે. આ તોપ દારુગોળાથી ફુટતી નથી માત્ર ધડાકો થાય તેવા ગન પાવડરથી ફૂટે છે. તોપ આજે પણ સારી કન્ડીશનમાં છે જેની મંદિરમાં સમયાંતરે પૂજા પણ થાય છે.

સને 1996થી તોપ ફોડવાની પરંપરા તુટી હતી. આ પરંપરા શરુ કરવા અદાલતના પણ કમાડ ખખડાવ્યા હતા. રાજય સરકારની અનેક એજન્સીઓ પાસે પરીક્ષણ સુધ્ધા કરાવાયુ હતુ. જે તમામ પરીક્ષણ સફળ રહયા હતા. તોપ ફોડવાથી કોઈ નુકસાની થતી નથી.

આગામી તા. 20મી ઓગષ્ટ 2021ના રોજ રણછોડ રાય મંદિરનો ૧૭૫મો પ્રાગટય મહોસ્તવ છે. આ દિવસે સવારે 11 વાગે રણછોડજી ભગવાનને તીલક કરવામાં આવે ત્યારે અને ધ્વજારોહણ વખતે 150 ગન પાવડરનો એક એવા તોપમાંથી 11 ધડાકા કરવાની મહંત જનાર્દન દવેએ પોલીસ કમિશનર ડૉ. સમશેર સિંઘ સમક્ષ લેખીતમાં માંગણી કરી છે. 11 ધડાકા કરવા માટે લાયસન્સવાળી દુકાનમાંથી 2 કિલો ગન પાવડર ખરીદવાની પણ મંજુરી માગી છે.

મહંતે વધુમાં જણાવ્યુ હતુ કે, સને 1996થી તોપ ફોડવાની પરંપરા તુટી છે. આ પરંપરા પુનઃ શરુ કરવાના આશયથી તોપના તમામ પરીક્ષણ કરવાની તૈયારી સાથે લેખીત અરજી કરી છે.

પોલીસના તજજ્ઞ સાથે ટ્રાયલ કરવાની તૈયારી દર્શાવી

પાટોત્સવમાં તોપનો ઉપયોગ કરતાં પહેલાં પોલીસ ડિપાર્ટમેન્ટની સહમતીથી ટ્રાયલ કરવા અલગથી 500 ગ્રામ ગન પાવડર ખરીદવાની પણ રજુઆત છે. પોલીસ વિભાગના શસ્ત્રાગરના અધિકારીને સાથે રાખીને ટ્રાયલ કરવાની તૈયારી દર્શાવી છે.

મંદિરના મહંત 25 વર્ષથી પગરખાં પહેરતા નથી

સને 1996થી જયારથી ભગવાનની શોભાયાત્રામાં તોપ ફોડવાની પરંપરા તુટી છે ત્યારથી મંદિરના મહંત પણ પગરખા પહેરતા નથી. જયારે તોપ ફુટશે ત્યારે જ પગરખાં પહેરીશ તેવી તેમણે માનતા રાખી છે. તાપ તડકો ઠંડી અને વરસાદમાં આટલા વર્ષો પછી આજે પણ તેઓ ઉઘાડા પગે ફરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન