paytm offering up to cashback on booking indane hp and bharat gas lpg cylinders
  • Home
  • Business
  • આ પ્રોસેસથી કરો ગેસ સિલિન્ડરનું બુકિંગ, મળશે 2700 રૂપિયાનું કેશબેક

આ પ્રોસેસથી કરો ગેસ સિલિન્ડરનું બુકિંગ, મળશે 2700 રૂપિયાનું કેશબેક

 | 9:12 pm IST
  • Share

  • Paytm ગ્રાહકો માટે લાવ્યું છે ખાસ ઓફર
  • 3 સિલિન્ડરના બુકિંગ પર મળે છે કેશબેક ઓફર
  • 2700 રૂપિયા સુધીનું મળે છે કેશબેક

 

LPGની સતત વધતી કિંમતોથી લોકો પરેશાન છે. હાલમાં ઓનલાઈન પેમેન્ટ એપ પેટીએમએ આ ઓફરની શરૂઆત કરી છે. આ કેશબેક તમને 3 સિલિન્ડર બુક કરાવવા માટે મળે છે. તો જાણો આ ઓફરનો લાભ તમે કેવી રીતે લઈ શકો છો.

Paytmએ કરી જાહેરાત

કંપનીએ એપ પર એક બેનર લગાવીને આ ઓફરની જાહેરાત કરી છે. બેનરમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે એચપી, ઈન્ડેન અને ભારત ગેસ કંપનીના સિલિન્ડરના બુકિંગ પેટીએમની મદદથી કરો છો તો તમને 2700 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આ ફાયદો 3 સિલિન્ડરના બુકિંગ પર મળશે. આ બેનર ક્લિકેબલ નથી. માટે ખ્યાલ આવી શકતો નથી કે આ ઓફર ક્યાં સુધી વેલિડ છે. પરંતુ એપના નવા અને જૂના યૂઝર્સ આ ઓફરનો લાભ લઈ શકે છે.

આ રીતે કરી શકાશે બુકિંગ

  • આ ઓફરનો લાભ લેવા માટે સૌ પહેલા તમારા ફોનમાં Paytm Appને ડાઉનલોડ કરવાનું રહેશે.
  • આ પછી ગેસ એજન્સીથી સિલિન્ડર બુક કરો.
  • હવે એપમાં Show more પર ક્લિક કરો.
  • પછી Recharge and Pay Bills પર ક્લિક કરો.
  • હવે Book a Cylinderનું ઓપ્શન જોવા મળશે.
  • અહીં જઈને તમે ગેસ પ્રોવાઈડર સિલેક્ટ કરો.
  • હવે LPG Id કે પછી જે નંબર ગેસ એજન્સીમાં છે તેને નાંખો.
  • હવે Proceed પર ક્લિક કરો.
  • તમારી સામે ડિટેલ્સ આવશે.
  • બુકિંગના 24 કલાકમાં કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળશે.
  • કાર્ડને 7 દિવસમાં યૂઝ કરવાનું રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો