Paytm users become judges under the pretext of careful cashback fraud
  • Home
  • Tech
  • શું તમે PayTMનો ઉપયોગ કરો છો ? તો હવે ચેતી જજો નહીંતર થઈ જશે ફ્રોડ

શું તમે PayTMનો ઉપયોગ કરો છો ? તો હવે ચેતી જજો નહીંતર થઈ જશે ફ્રોડ

 | 4:13 pm IST
  • Share

આજકાલ ટેકનોલોજી અને ડિજીટલ યુગ ચાલી રહ્યો છે. લોકો આધુનિક તો થઈ રહ્યા છે. પરંતુ તેની સાથે બેદરકાર પણ થઈ રહ્યા છે. ડિજીટલ યુગમાં ફાયદાની સાથે સાથે નુકસાન પણ ખુબ જ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે. ભારતમાં કોરોના મહામારી આવી તેના પહેલાથી જ ડિજીટલ પેમેન્ટ ખુબ જ બમ પર રહ્યું છે અને લોકડાઉન બાદ જ્યારે મોટા ભાગના લોકો ઘરે જ છે ત્યારે ડિજીટલ પેમેન્ટની અંદર વધુ ઉછાળો જોવામાં આવ્યો હતો. જેમ જેમ ડિજિટલ પેમેન્ટ ભારતની અંદર વધ્યું હતું તેમ તેમ સાયબર ક્રાઇમના કિસ્સા પણ વધ્યા છે. જેની અંદર હેકર્સ દ્વારા યુઝર્સના પૈસાને ખોટી રીતે મેળવી લેવામાં આવે છે. તેની અંદર તાજેતરમાં એક સ્કેમ ફરી રહ્યો છે. જેની અંદર પ્રખ્યાત પેમેન્ટ એપ પેટીએમના નામનો ઉપીયોગ કરવામાં આવે છે અને તેના નામ પર યુઝર્સને કેશબેકની ઓફર આપવામાં આવે છે.

આ સ્કેમ ની અંદર મુખ્યત્વે એવા લોકો ને ટાર્ગેટ કરવા માં આવે છે કે જેઓ ને નથી ખબર કે પિશીંગ સાઇટ્સ કઈ રીતે કામ કરે છે. આ સ્કેમની અંદર યુઝર્સને એક બ્રાઉઝર નોટિફિકેશન મોકલવામાં આવે છે અને જયારે યુઝર્સ દ્વારા તેના પર ક્લિક કરવા માં આવે છે ત્યાર પછી તેઓ ને એક ખોટી પેટીએમ કેશબેકની વેબસાઈટ પર લઇ જવા માં આવે છે. અને અમે જયારે તાપસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આ પ્રકાર ની સાઇટ્ અત્યારે ચાલુ છે અને એ મોબાઈલ બ્રાઉઝર પર ચાલી પણ રહી છે. જોકે રિપોર્ટ ની અંદર તે જણાવવા માં આવ્યું ન હતું કે નોટિફિકેશન ને કઈ વેબસાઈટ પર થી ડિલિવર કરવા માં આવેલ છે. કેમ કે ક્રોમ ની અંદર યુઝર્સ ને નોટિફિકેશન મોકલતા પહેલા તેમની પરવાનગી લેવી જરૂરી છે. જેનો અર્થ એ થાય છે કે આ નોટિફિકેશન ને કોઈ બીજી લેજીટીમેટ વેબસાઈટ તરીકે મોકલવા માં આવે છે. અથવા કોઈ એવી વેબસાઈટ છે કે જેને યુઝર્સ દ્વારા ભરોસો કરી અને પરવાનગી આપવા માં આવેલ છે.

યુઝર્સને આ નોટિફિકેશનની અંદર જણાવવામાં આવે છે કે તમને પેટીએમ સ્ક્રેચ કાર્ડ મળ્યું છે અને જ્યારે યુઝર્સ દ્વારા આ નોટિફિકેશન પર ક્લિક કરવામાં આવે છે ત્યારે તેઓને ખોટી પેટીએમ કેશબેકની વેબસાઈટ પર લઇ જવામાં આવે છે અને આ વેબસાઈટ સાચી લાગે તેના માટે ઓરીજીનલ પેટીએમ જેવી ડિઝાઇન અને કલર સ્કીમનો ઉપીયોગ કરવામાં આવે છે અને જે યુઝર્સ દ્વારા આ ખોટી યુઆરએલને ઓળખવામાં નથી આવતી તેઓને સ્ક્રીન પર એક મેસેજ બતાવવામાં આવે છે જેની અંદર જણાવવા માં આવ્યું હોઈ છે કે, તમને રૂ. 2000નું કેશબેક મળ્યું છે અને સેન્ડ રીવોર્ડ ટુ પેટીએમ નામના બટનને નીચે બતાવવામાં આવેલ હોઈ છે.

મળતી માહિતી મુજબ આ સ્કેમ માત્ર મોબાઈલ ફોન પર જ કામ કરે છે જેનો અર્થ એ થાય છે કે સ્કેમર્સ દ્વારા માત્ર મોબાઈલ ફોન યુઝર્સ ને જ ટાર્ગેટ કરવા માં આવી રહ્યા છે. આ આર્ટિકલ લખતી વખતે જયારે મેં કોમ્પ્યુટર ની અંદર આ યુઆરએલ ની એન્ટર કરી હતી ત્યારે પેટીએમ ની ઓફિશિયલ વેબસાઈટ જ ઓપન થઇ હતી. યુઝર્સ ને અપીલ કરવા માં આવે છે કે આ પ્રકાર ની ખોટી વેબસાઈટ ને ઓપન કરવી નહિ અને કોઈ બીજા ની સાથે શેર પણ કરવી નહિ.પરંતુ આ ખોટી વેબસાઈટ મોબાઈલ ની અંદર હજુ દેખાય રહી છે જેની અંદર રૂ. 2000 નું ખોટું કેશબેક પણ ઓફર કરવા માં આવે છે અને આ રકમ જેટલી પણ વખત પેજ ને રિફ્રેશ કરવા માં આવે એટલી વખત બદલાતી રહે છે. અને એક વસ્તુ ને ખાસ ધ્યાન માં રાખવી કે આ પ્રકાર ની થર્ડ પાર્ટી વેબસાઈટ પર તમારી કોઈ પણ પ્રકાર ની અંગત વિગતો આપવા થી તમારા ફન્ડ ચોરી થઇ શકે છે. અને આ પ્રકાર ના સ્કેમ થી બચવા માટે યુઝર્સે પોતાને સાયબર સિક્યુરિટી વિષે માહિતગાર કરવા જ પડશે અને એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમારી અંગત વિગતો ને ક્યારેય પણ કોઈ પણ થર્ડ પાર્ટી એપ અથવા વેબસાઈટ પર આપવી નહિ. અને સાચી કેશબેક ઓફર્સ ને હંમેશા પેટીએમ ની ઓરીજીનલ એપ ની અંદર થી જ આપવા માં આવે છે. અને તમારા કોમ્પ્યુટર અથવા મોબાઈલ ની અંદર જયારે પણ કોઈ લિંક તમને કોઈ પણ જગ્યા પર મોકલવા માં આવે છે કે જે ખોટી લાગે અથવા કોઈ લોભામણી ઓફર આપવા માં આવતી હોઈ ત્યારે તેને ઓપન કરવી નહિ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો