સાવધાન: PayTM એ જાહેર કરી વોર્નિંગ, જો ધ્યાન ન આપ્યું તો થશે મસમોટું નુકસાન

આજના આધુનિક યુગમાં જ્યાં ટેકનોલોજીએ લોકોનું કામ સરળ બનાવ્યું છે ત્યાં જ બીજી તરફ અંગત વિગતોને લઈ જોખમ પણ વધ્યું છે. ઇન્ટરનેટની દુનિયમાં સતત વધી રહેલા સાઇબર ફ્રોડને લઈ કંપનીઓ પણ સમયાનુસાર તેના ગ્રાહકોને સાવચેત રહેવા કહેતી હોય છે.
આ ક્રમમાં હવે મોબાઇલ પેમેન્ટ કંપની પેટીએમ(PayTM) એ એક વોર્નિંગ જાહેર કરી યુઝર્સને સતર્ક રહેવા ભલામણ કરી છે. જો સાવચેતી ન રાખી તો યુઝર્સને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ પેટીએમમના માલિક વિજય શેખરે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી એક ટ્વીટ કર્યું છે. જેમાં કહ્યું કે KYC અને એકાઉન્ટ બ્લોકને લઈ આવનાર ફ્રોડ મેસેજ અને કોલ્સથી સાવચેત રહેવું.
— Vijay Shekhar (@vijayshekhar) November 20, 2019
તેમને કહ્યું કે આવા ફ્રોડ મેસેજિસ અને કોલ્સ દ્વારા KYC અપડેટનો હવાલો આપીને યુઝર્સના ફોનમાં એપ ડાઉનલોડ કરાવવામાં આવે છે. જેથી ગ્રાહક સાથે છેતરપિંડી સરળતાથી કરાઈ શકાય. ટ્વીટમાં આગળ કહ્યું કે પેટીએમ KYC માટે કોઈ પણ પ્રકારના મેસેજ અને કોલ્સના માધ્યમથી કોઈ પણ એપ ડાઉનલોડ કરવાનું કહેતી નથી. આ એવા ફ્રોડ લોકો હોય છે જે તમારી ડીટેલ્સ લઈને તમારા એકાઉન્ટમાંથી પૈસા લૂટી લેતા હોય છે.
આ વીડિયો પણ જુઓ: અચાનક બિલ્ડિંગમાંથી થયો રૂ.500-2000ની નોટોના બંડલનો વરસાદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન