PCB Chif Rameez Raja said - now 3 enemies including India on the cricket field
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • અપમાનની આગમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફે ‘મેદાન-એ-જંગ’નું કર્યું એલાન

અપમાનની આગમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફે ‘મેદાન-એ-જંગ’નું કર્યું એલાન

 | 5:29 pm IST
  • Share

પાડોસી દેશ પાકિસ્તાન ભારત સાથે હંમેશા દુશ્મની રાખતો આવ્યો છે. આ દુશ્મની જંગના મેદાન સુધી હતી પરંતુ હવે પાકિસ્તાન તેને ક્રિકેટના મેદાન સુધી લઇ આવ્યું છે. ખરેખર આપણો પાડાસી દેશ હાલમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ પાસે મળેલા અપમાનની આગમાં સળગી રહ્યો છે. આ રોષમાં તેણે ક્રિકેટની દુનિયામાં યુદ્ધની ઘોષણા કરી છે. જી હા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું છે કે, જો ક્રિકેટ જગતમાં આ રીતે અમને અવરોધિત કરવામાં આવશે તો ભવિષ્યમાં અમે તેને ધ્યાનમાં નહીં લઈએ. તેમણે પાકિસ્તાનીઓને ઉશ્કેર્યા અને કહ્યું કે અમે મેદાન-એ-જંગમાં તેનો બદલો લઈશું.

રમીઝ રાજાએ એક રીતે પોતાના ક્રિકેટ ખેલાડીઓ અને દેશના રમતગમત ચાહકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે જો આપણી ક્રિકેટ અર્થવ્યવસ્થા વિશાળ હોત તો તે તેને ક્યારેય નકારશે નહીં. આપણે આપણી ક્રિકેટ અર્થવ્યવસ્થાને વધારવી પડશે જેથી તેઓ રસ લે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ફટકો આપીને મેચ રમવાની ના પાડી દીધી હતી.

મેદાન-એ-જંગની વાત

આવી સ્થિતિમાં રમીઝ રાજાએ વીડિયો શેર કરી કહ્યું કે, પાકિસ્તાનના ફેન્સ તેમની ટીમને સપોર્ટ કરી ગુસ્સે થાય છે. રાજાએ આગળ કહ્યું કે વિશ્વકપમાં અમારું લક્ષ્ય પહેલા અમારા પાડોશી હતા પરંતુ હવે બે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડનો પણ સમાવેશ કરીએ. હિંમત આપો કે અમે તેઓને હરાવીશું અને અમે મેદાન-એ-જંગમાં તેનો બદલો લઈશું. રમીઝ રાજા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આખું પાકિસ્તાન આઘાત અને ગુસ્સામાં છે.

4 મિનિટ 57 સેકન્ડનો વીડિયો

આ પશ્ચિમી દેશોને આતંકવાદી ખતરાની શંકા હતી. તેમને ગુપ્ત માહિતી મળી હતી કે, પાકિસ્તાનમાં તેમની ટીમના ખેલાડીઓ જોખમમાં હોઈ શકે છે. હવે સમગ્ર ઘટના બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ રમીઝ રાજાએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. 4 મિનિટ 57 સેકન્ડના વીડિયોમાં કહ્યું, હું ઇંગ્લેન્ડના હટવાથી નિરાશ છું પરંતુ તેની ઉમ્મીદ હતી કારણ કે પશ્ચિમ દેશ એકજુટ થઇ જાય છે અને એક-બીજાનું સમર્થન કરીએ છીએ.” તેમણે કહ્યું,”તમે સુરક્ષા ખતરો અને ધારણાના આધારે કોઇ પણ નિર્ણય લઇ શકો છો. ગુસ્સાની ભાવના હતી કારણ કે પહેલા ન્યૂઝીલેન્ડ અને પોતાની સામે આવનાર ખતરાની જાણકારી આપ્યા વિના હટી ગયું. હવે ઇંગ્લેન્ડ પરંતુ આ અપેક્ષિત હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો